IND VS PAK/ ભારત-PAK મેચમાં ટોસમાં મોટી ભૂલ? બાબર આઝમે કહ્યું ટેલ પરંતુ…

એશિયા કપની સુપર-4 મેચમાં રવિવારે ફરી એકવાર ભારત અને પાકિસ્તાનની ટીમો સામસામે જોવા મળી હતી એક અઠવાડિયામાં બીજી વખત આવું બન્યું જ્યારે બંને ટીમો વચ્ચે મેચ રમાઇ રહી છે

Top Stories Sports
9 4 ભારત-PAK મેચમાં ટોસમાં મોટી ભૂલ? બાબર આઝમે કહ્યું ટેલ પરંતુ...

એશિયા કપની સુપર-4 મેચમાં રવિવારે ફરી એકવાર ભારત અને પાકિસ્તાનની ટીમો સામસામે જોવા મળી હતી. એક અઠવાડિયામાં બીજી વખત આવું બન્યું જ્યારે બંને ટીમો વચ્ચે મેચ રમાઇ રહી છે. આ મેચમાં પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પરંતુ આ ટોસમાં એક ભૂલ હતી.

ટોસનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જ્યાંથી બધાએ આ ગડબડ નોટીશ કરી છે. કોમેન્ટેટર રવિ શાસ્ત્રી ટોસ માટે સિક્કો ઉછાળવાનું કહ્યું ત્યારે રોહિત શર્માએ સિક્કો ઉછાળ્યો, બાબર આઝમ તે સમયે ટેલ બોલાયા. પરંતુ કોમેન્ટેટર રવિ શાસ્ત્રીએ તેને હેડ  સાંભળ્યું હતું, જોકે ત્યાં હાજર મેચ રેફરીએ બાબર આઝમની વાત સાંભળી હતી. આવી સ્થિતિમાં, જ્યારે સિક્કો ટેલ પર પડ્યો, ત્યારે તેમણે કહ્યું કે બાબર ટેલ બોલ્યા હતા માટે ટોસ તેમણે જીત્યો છે. આ પછી બાબર આઝમે ભારત સામે પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો.

 પાકિસ્તાને ટોસ જીતીને ભારતને પ્રથમ બેટિંગ માટે બોલાવ્યું, જે ટીમ ઈન્ડિયા માટે યોગ્ય સાબિત થયું. કારણ કે રોહિત શર્મા અને કેએલ રાહુલે ભારતને તોફાની શરૂઆત અપાવી હતી અને પાવરપ્લેમાં જ 62 રન બનાવ્યા હતા. પાકિસ્તાન સામે ટી20માં આ ભારતનો સર્વશ્રેષ્ઠ સ્કોર રહ્યો છે.

આ મેચમાં કેપ્ટન રોહિત શર્માએ 16 બોલમાં 28 રન બનાવ્યા હતા જ્યારે કેએલ રાહુલે પણ 20 બોલમાં 28 રન બનાવ્યા હતા. બંને બેટ્સમેન તેમની ધીમી બેટિંગના નિશાના પર હતા, પરંતુ આ વખતે બંનેએ શાનદાર બેટિંગ કરીને બધાને ચોંકાવી દીધા હતા.