Not Set/ દિવાળી પહેલા આવ્યા મોટા સમાચાર, ડિસેમ્બરમાં કોવિડ-19 રસીનાં 10 કરોડ ડોઝ ભારતમાં થશે ઉપલબ્ધ

ભારતમાં કોરોના ચેપગ્રસ્ત દર્દીઓની સંખ્યા 87 લાખને વટાવી ગઈ છે. રોગચાળાને લીધે, લોકો અત્યાર સુધી અનેક નિયંત્રણોનો સામનો કરી રહ્યા છે. કોરોના વાયરસની રસી ન આવે ત્યાં સુધી પરિસ્થિતિ આવી જ રહેશે તેવો અનુમાન છે. દરમિયાન, સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાએ એક રાહતનાં સમાચાર આપ્યા છે, જે મુજબ ડિસેમ્બર સુધીમાં ભારત ઓક્સફર્ડ રસીનાં 10 કરોડ ડોઝ […]

Top Stories India
asdq 84 દિવાળી પહેલા આવ્યા મોટા સમાચાર, ડિસેમ્બરમાં કોવિડ-19 રસીનાં 10 કરોડ ડોઝ ભારતમાં થશે ઉપલબ્ધ

ભારતમાં કોરોના ચેપગ્રસ્ત દર્દીઓની સંખ્યા 87 લાખને વટાવી ગઈ છે. રોગચાળાને લીધે, લોકો અત્યાર સુધી અનેક નિયંત્રણોનો સામનો કરી રહ્યા છે. કોરોના વાયરસની રસી ન આવે ત્યાં સુધી પરિસ્થિતિ આવી જ રહેશે તેવો અનુમાન છે. દરમિયાન, સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાએ એક રાહતનાં સમાચાર આપ્યા છે, જે મુજબ ડિસેમ્બર સુધીમાં ભારત ઓક્સફર્ડ રસીનાં 10 કરોડ ડોઝ મેળવી શકે છે.

ધનતેરસ પર સોનાનું થયુ ધમાકેદાર વેચાણ, 40 ટન વેચાયું સોનુ

આપને જણાવી દઇએ કે, ઓક્સફોર્ડ યુનિવર્સિટી દ્વારા વિકસિત ‘કોવિશિલ્ડ’ નામની કોરોનાવાયરસ રસીનાં ઉત્પાદન માટે ભારતનાં સીરમ ઇન્સ્ટિટ્યૂટ એસ્ટ્રાઝેનેકા સાથે હાથ મિલાવ્યો છે. કોરોના વાયરસ રસીનાં બીજા અને ત્રીજા તબક્કાનાં ટ્રાયલ હાલમાં ચાલી રહ્યા છે. ટ્રાયલ સફળ થયા પછી એસઆઈઆઈ ઓછામાં ઓછા 1 અબજ ડોઝનું ઉત્પાદન કરશે. એસઆઈઆઈનાં સીઈઓ આદર પૂનાવાલાએ જણાવ્યું હતું કે જો કોરોના વાયરસની રસીનું ટ્રાયલ પ્રભાવિત રહેશે તો તેમની સંસ્થા ડિસેમ્બર સુધીમાં નવી દિલ્હીથી ઇમરજન્સી અધિકૃતતા મેળવી શકે છે.

Google બંધ કરવા જઇ રહ્યુ છે તમારુ Gmail એકાઉન્ટ, ફટાફટ કરો આ કામ

આદર પૂનાવાલાએ જણાવ્યું હતું કે, આવતા વર્ષથી સંપૂર્ણ મંજૂરી સાથે, રસી ભારત અને ડબ્લ્યુએચઓ સમર્થિત કોવૈક્સ (જે ગરીબ દેશો માટે રસીઓનું સંચાલન કરે છે) 50-50 ઉપલબ્ધ કરવામાં આવશે. સીરમમાં પાંચ ડેવલોપર્સની સાથે કરાર કર્યા હતા. તે પછીથી, એસ્ટ્રાઝેનેકાનાં 40 મિલિયન ડોઝ બે મહિનામાં તૈયાર કરવામાં આવી ચુક્યા છે.