ગુજરાત/ સુરતના ડાયમંડ ઉદ્યોગ માટે માઠા સમાચાર, રશિયાની રફમાંથી તૈયાર થયેલા હીરા અમેરિકાના જવેલર્સો નહીં ખરીદે

સુરતમાં રફ ડાયમંડને કટીંગ અને પોલીસિંગ કરીને તૈયાર કરવામાં આવે છે અને ત્યારબાદ અમેરિકા સહિતના દેશોમાં આ ડાયમંડનું વેચાણ કરવામાં આવે છે. મહત્વની વાત છે કે, હાલ યુક્રેન અને રશિયા આ બે દેશ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે અને રશિયાની અલઝોરા નામની કંપની વિશ્વને 29% જેટલા રફ ડાયમંડ પૂરા પાડે છે

Top Stories Gujarat Surat
ડાયમંડ

@અમિત રૂપાપરા 

સુરત શહેરને ડાયમંડ સિટી તરીકેનું બિરુદ મળ્યું છે. કારણ કે સુરતમાં તૈયાર થતાં ડાયમંડની ડિમાન્ડ વિશ્વના ઘણા દેશોમાં ખૂબ જ વધારે છે. ત્યારે ડાયમંડ સિટી કહેવાતા સુરતની ચમક થોડી ઝાંખી થતી હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે હાલ ડાયમંડ ઉદ્યોગ મંદીમાંથી પસાર થઈ રહ્યો છે. રત્ન કલાકારો જેમતેમ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે. તેવામાં સુરતના ડાયમંડ ઉદ્યોગ માટે વધુ એક માઠા સમાચાર સામે આવ્યા છે.

સુરતમાં રફ ડાયમંડને કટીંગ અને પોલીસિંગ કરીને તૈયાર કરવામાં આવે છે અને ત્યારબાદ અમેરિકા સહિતના દેશોમાં આ ડાયમંડનું વેચાણ કરવામાં આવે છે. મહત્વની વાત છે કે, હાલ યુક્રેન અને રશિયા આ બે દેશ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે અને રશિયાની અલઝોરા નામની કંપની વિશ્વને 29% જેટલા રફ ડાયમંડ પૂરા પાડે છે અને સુરતના હીરાના વેપારી પણ આ કંપની પાસેથી કાચા હીરાની ખરીદી કરે છે અને ત્યારબાદ કટીંગ અને પોલીસિંગ કરીને તૈયાર હીરાને અમેરિકા સહિતના દેશોના જ્વેલર્સને તેનું વેચાણ કરે છે.

Untitled 107 1 સુરતના ડાયમંડ ઉદ્યોગ માટે માઠા સમાચાર, રશિયાની રફમાંથી તૈયાર થયેલા હીરા અમેરિકાના જવેલર્સો નહીં ખરીદે

હાલ સુરતમાં રશિયામાંથી રફ ખરીદીને કટ પોલિસીંગ કરીને જે હીરા તૈયાર કરવામાં આવે છે તે હીરાને ખરીદવા પર અમેરિકા દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આના જ કારણે અમેરિકાના જ્વેલર્સો સુરતમાં હીરાના વેપારીઓ પાસેથી રશિયાની રફના તૈયાર હીરાની ખરીદી કરી રહ્યા નથી અને તેના જ કારણે ફરીથી હીરા ઉદ્યોગ પર એક સંકટ આવ્યું હોય તેવું લાગી રહ્યું છેમ અનાજ કારણે રત્ન કલાકારો પણ હવે ચિંતામાં મુકાયા છે.

Untitled 107 2 સુરતના ડાયમંડ ઉદ્યોગ માટે માઠા સમાચાર, રશિયાની રફમાંથી તૈયાર થયેલા હીરા અમેરિકાના જવેલર્સો નહીં ખરીદે

તો બીજી તરફ સુરતમાં લેબગ્રોન ડાયમંડનું ઉત્પાદન પણ થઈ રહ્યું છે. એટલે આ લેબગ્રોન ડાયમંડ થકી રત્ન કલાકારોને થોડી ઘણી રોજગારી મળી રહેશે પરંતુ મોટાભાગની જે કંપનીઓ રીયલ ડાયમંડની રફમાંથી કટીંગ અને પોલીશિંગ કરીને જે તૈયાર હીરા કરતી હતી તેવી કંપનીઓ મુશ્કેલીમાં મુકાય છે. કારણ કે રશિયાની અલઝોરા કંપનીમાંથી જે રફ લેવામાં આવી છે તે રફમાંથી જે ડાયમંડો તૈયાર થયા છે તે હવે અમેરિકા સહિતના કેટલાક દેશોના જ્વેલર્સો ખરીદી રહ્યા નથી અને આના જ કારણે હવે હીરા વેપારીઓને વધુ ચિંતામાં મુકવાનો વારો આવ્યો છે.

આ પણ વાંચો:બાગેશ્વર ધામ સરકારના દિવ્ય દરબાર વિશે મોટું અપડેટ, નહીં યોજાય કાર્યક્રમ

આ પણ વાંચો:અમદાવાદના હાટકેશ્વર બ્રિજ કેસ, જામીન રદ્દ થતાં કર્યું સરેન્ડર

આ પણ વાંચો:ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું-… ભારત જ નહીં પાકિસ્તાનને પણ બનાવી દઈશું હિન્દુ રાષ્ટ્ર

આ પણ વાંચો:ખેડામાં પ્લાસ્ટિક ફેક્ટરીમાં ભીષણ આગ, ફાયર બ્રિગેડની 15 ગાડીઓ ઘટનાસ્થળે