City Bus Fire/ સિટી બસમાં આગ, બસ કંપનીને દસ લાખનો દંડ

સુરતના (Surat) આભવા ગામે ગઈકાલે સિટી બસ (City Bus) માં આગ (Fire) લાગવાની ઘટના બની હતી, બનાવના પગલે સુરત મહાનગરપાલિકા દ્વારા એજન્સીની સામે પગલાં લેવાના શરૂ કરાયા છે.

Gujarat Surat
Beginners guide to 2024 05 15T142152.655 સિટી બસમાં આગ, બસ કંપનીને દસ લાખનો દંડ

Surat News: સુરતના (Surat) આભવા ગામે ગઈકાલે સિટી બસ (City Bus) માં આગ (Fire) લાગવાની ઘટના બની હતી, બનાવના પગલે સુરત મહાનગરપાલિકા દ્વારા એજન્સીની સામે પગલાં લેવાના શરૂ કરાયા છે. સિટી બસનો કોન્ટ્રાક્ટ ચલાવતી હંસા વાહન ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ (Hansa Vahan India Private LTD) કંપનીને દંડ ફટકાર્યો છે.

બસમાં આગ લાગવાની ઘટનાએ લોકોની ચિંતા વધારી છે, ત્યારે વાત કરીએ તો સુરત મહાનગરપાલિકા દ્વારા માસ ટ્રાન્સપોર્ટેશનને વધારવા માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે પરંતુ જે એજન્સીઓ દ્વારા કામ ચલાવવામાં આવી રહ્યું છે તેની કામગીરીને લઈને પણ અનેક પ્રશ્નો થઈ રહ્યા છે. વારંવાર અકસ્માત થવા, નિર્દોષ વાહનચાલકોનો જીવ લેવો, તેમજ આગ લાગવા જેવી ઘટનાઓ બનતી રહે છે. જેના કારણે મુસાફરોની સુરક્ષાનો પણ પ્રશ્ન હવે ઉભો થઈ રહ્યો છે.

તાજેતરમાં જ વેલંજા ખાતે સિટી બસમાં આગ લાગી હતી અને ત્યારબાદ આભવા ગામમાં સિટી બસમાં આગ લાગવાને કારણે બળીને ખાખ થઈ ગઈ હતી. કોર્પોરેશને હંસા વાહન ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપનીને 10 લાખનો દંડ ફટકાર્યો છે.સુરત મહાનગરપાલિકાના અધિકારી દ્વારા સિટી બસમાં લાગતી આગની ઊંડાણપૂર્વકની તપાસ કરવાનો નિર્ણય લેવાયો છે.

તાજેતરમાં જ બસમાં આગ લાગવાની ઘટના બનતા આગ લાગવાના કારણો જાણવા માટે ફોરેન્સિક તપાસ શરૂ કરવામાં આવી છે. ક્યાં કારણસર બસમાં આગ લાગે છે તેની માહિતી એકત્રિત કરીને રિપોર્ટ તૈયાર કરવામાં આવશે. ફોરેન્સિક ટીમ દ્વારા જે તપાસ કરવામાં આવી રહી છે તેનો રિપોર્ટ એકથી દોઢ મહિનામાં આવશે અને ત્યારબાદ એજન્સી સામે વધુ પગલાં લેવાય તેવી શક્યતા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:વિદ્યાર્થીઓને ધોરણ 11માં એડમિશન મળશે કે નહીં? વિદ્યાર્થીઓનું ભવિષ્ય દાવ પર!

આ પણ વાંચો: આજથી ત્રણ દિવસમાં કમોસમી વરસાદ ત્રાટકશે

આ પણ વાંચો: ગુજરાતમાં હાર્ટએટેકથી બે દિવસમાં છનાં મોત