Not Set/ ક્રિકેટ જગતથી આવ્યા મોટા સમાચાર, ભારે ડ્રામા બાદ સૌરવ ગાંગુલી બની શકે છે નવા BCCI અધ્યક્ષ

ભારતનાં ક્રિકેટ બોર્ડ ઓફ કન્ટ્રોલને અંતે પ્રમુખ પદનાં ખાલી પદ માટેનો દાવેદાર મળ્યો છે. રિપોર્ટ અનુસાર ભારતીય ટીમનાં પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીને બીસીસીઆઈનાં નવા પ્રમુખ બનાવવામાં આવી શકે છે. સી.કે.ખન્નાની હાલ આ પદ પર કારોબારી અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી છે. સમાચાર એજન્સી એએનઆઈનાં એક અહેવાલ મુજબ, ક્રિકેટ એસોસિએશનનાં સભ્યએ પુષ્ટિ કરી કે અમે સૌરવ […]

Top Stories Sports
India cricket news Former India skipper Sourav Ganguly set to be appointed as BCCIs next president ક્રિકેટ જગતથી આવ્યા મોટા સમાચાર, ભારે ડ્રામા બાદ સૌરવ ગાંગુલી બની શકે છે નવા BCCI અધ્યક્ષ

ભારતનાં ક્રિકેટ બોર્ડ ઓફ કન્ટ્રોલને અંતે પ્રમુખ પદનાં ખાલી પદ માટેનો દાવેદાર મળ્યો છે. રિપોર્ટ અનુસાર ભારતીય ટીમનાં પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીને બીસીસીઆઈનાં નવા પ્રમુખ બનાવવામાં આવી શકે છે. સી.કે.ખન્નાની હાલ આ પદ પર કારોબારી અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી છે. સમાચાર એજન્સી એએનઆઈનાં એક અહેવાલ મુજબ, ક્રિકેટ એસોસિએશનનાં સભ્યએ પુષ્ટિ કરી કે અમે સૌરવ ગાંગુલીને બીસીસીઆઈના નવા પ્રમુખ તરીકે પસંદ કર્યા છે.

જોકે બીસીસીઆઈની એપેક્સ કાઉન્સિલની ચૂંટણીઓ 23 ઓક્ટોબરનાં રોજ યોજાવાની હતી, 8 રાજ્યોનાં સંઘ પર વાર્ષિક સામાન્ય સભામાં ભાગ લેવા પર પ્રતિબંધ મુકાય તેવી સંભાવના નથી. બીસીસીઆઈની ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવવાની છેલ્લી તારીખ 14 ઓક્ટોબર છે. રિપોર્ટ અનુસાર, બીસીસીઆઈનાં નવા અધ્યક્ષ તરીકે સૌરવ ગાંગુલીને બનાવવાનો નિર્ણય રવિવારે અનૌપચારિક બેઠક દરમિયાન લેવામાં આવ્યો હતો. શરૂઆતમાં, બંને ગ્રુપનાં વિભાજનને કારણે બીસીસીઆઈ અધ્યક્ષનાં નામ વિશે થોડું ડ્રામા ચાલ્યુ હતું, પરંતુ પાછળથી અનુરાગ ઠાકુર ગ્રુપ અને શ્રીનિવાસન ગ્રુપનાં સભ્યો પર સૌરવ ગાંગુલીનાં નામ પર સંમતિ થઈ હતી.

વળી અધ્યક્ષ પદની રેસમાં બીજા ક્રમે રહેલા કર્ણાટકનાં બ્રિજેશ પટેલ આઈપીએલની ગવર્નિંગ કાઉન્સિલ તરીકે ચૂંટાયા છે. બીસીસીઆઈ એપેક્સ કાઉન્સિલમાં પ્રમુખ, ઉપપ્રમુખ, સચિવ, ખજાનચી, સંયુક્ત સચિવ, ક્રિકેટર્સ એસોસિએશનનાં પુરુષ પ્રતિનિધિ, એક મહિલા પ્રતિનિધિ, આઈપીએલ ગવર્નિંગ કાઉન્સિલનાં પ્રતિનિધિ અને કેન્દ્ર સરકારનાં પ્રતિનિધિ સહિત 9 સભ્યો હોય છે. જેમા કેગ પણ સામેલ છે.

અહેવાલ મુજબ, આ બેઠક પછી, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહનાં પુત્ર જય શાહ બીસીસીઆઈનાં નવા સચિવ બની શકે છે, જ્યારે અનુરાગ ઠાકુરનાં ભાઈ અરૂણસિંહ ઠાકુર ખજાનચી બનવાની સંભાવના છે. ભૂતપૂર્વ ભારતીય ઓપનર અંશુમન ગાયકવાડ ક્રિકેટર્સ એસોસિએશનનાં પુરુષ પ્રતિનિધિ હશે, જેમણે ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર કીર્તિ આઝાદને હરાવી દીધા હતા.

જ્યારે ક્રિકેટર્સ એસોસિએશનની મહિલા પ્રતિનિધિ તરીકે સર્વાનુમતે ભારતની પૂર્વ મહિલા કેપ્ટન શાંતા રંગાસ્વામીની નિમણૂંક કરવામાં આવી છે. આ દરમિયાન, દિલ્હીનાં ભૂતપૂર્વ ક્રિકેટર સુરિંદર ખન્નાની કાઉન્સિલમાં આઇપીએલનાં જીસી પ્રતિનિધિ તરીકે નિમણૂક થવાની સંભાવના છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવો મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.