Rajkot Gamezone Tragedy/ રાજકોટ અગ્નિકાંડને લઈને મોટા સમાચાર, ચાર અધિકારીની ધરપકડ

રાજકોટ અગ્નિકાંડને લઈને મોટા સમાચાર, ચાર અધિકારીની ધરપકડ
ક્રાઈમ બ્રાંચ દ્વારા કરવામાં આવી કાર્યવાહી

Top Stories Gujarat Rajkot Breaking News
Beginners guide to 2024 05 30T220547.371 રાજકોટ અગ્નિકાંડને લઈને મોટા સમાચાર, ચાર અધિકારીની ધરપકડ

Rajkot News : રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડને લઈને મોચટા સમાચાર સામે આવ્યા છે. જેમાં આ કેસની તપાસ કરી રહેલી ક્રાઈમ બ્રાંચે ચાર અધિકારીની ધરપકડ કરી છે.ધરપકડ કરાયેલા અધિકારીઓમાં ATPO મુકેશ મકવાણા, TPO સાગઠીયા, ગૌતમ જોષી અને ફાયર સ્ટેશન ઓફીસર રોહીત વીગોરાનો સમાવેશ થાય છે.રાજકોટના 27 જણાનો ભોગ લેનારા આ ગેમ ઝોન અગ્નિકાંડમાં વિવિધ એજન્સીઓ સફાળી જાગી હોય તેમ સર્ચ ઓપરેશન હાથ ધરાયા છે. રાજકોટમાં એસીબીના અધિકારીઓએ કુલ પાંચ ઠેકાણે દરોડા પાડ્યા હતા.

જેમાં TPO સાગઠિયા તથા ફાયર અધિકારી ઠેબાને ત્યાં એસીબીની ટીમે દરોડા પાડ્યા હતા. અધિકારીઓ રાત સુધીમાં અનેક સ્થળોએ ત્રાટકે તેવી શક્યતા વ્યક્ત થઈ રહી છે.રાજકોટનાં ગેમ ઝોન અગ્નિકાંડમાં બાળકો સહિત 27 જણાના સળગી જવાની કરૂણ મોત નીપજ્યા હતા. આ બનાવને પગલે ફાયરબ્રિગેડ,મ્યુનિસિપલ કોર્પોરેશન વગેરે સફાળા જાગ્યા હોય તેમ તપાસમાં જોતરાઈ ગયા છે.

હવે એસીબી પણ આ તપાસમાં જોડાઈ છે.આ ગોઝારા અગ્નિકાંડને પગલે રાજકોટના પોલીસ કમિશનર અને મ્યુનિસિપલ કમિશનરની બદલી પણ કરી નાંખવામાં આવી હતીહવે જેમ જેમ તપાસ આગળ વધતી જશે તેમ ધરપકડનો આંક વધતો જશે એમ જણાઈ રહ્યું છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:પંજાબ AAP સરકારના મંત્રી બલકાર સિંહનો અશ્લીલ વીડિયો આવ્યો સામે

આ પણ વાંચો:કોર્ટે બિભવ કુમારની જામીન અરજી ફગાવી…

આ પણ વાંચો:આજીવન કેદની સજા ભોગવતા કેદી હવે પ્રવેશ પરીક્ષા આપશે