Not Set/ મહિલાઓની સુરક્ષા પર મોટો સવાલ, IAS મહિલાએ કહ્યુ-મારી સાથે રોજ ઓફિસમાં થાય છે દુર્વ્યવહાર

ઉત્તર દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (એનડીએમસી) નાં કમિશનર વર્ષા જોશીએ એક મહિલાની ફરિયાદનો જવાબ આપતા કહ્યું છે કે તે પોતે ઓફિસમાં દુર્વ્યવહારનો સામનો કરે છે, તેવામાં તે સમજી શકતા નથી કે શું કરી શકાય. આ વિશે સમાધાન શુ લાવી શકાય. તેણે આ વાત ટ્વીટર પર લખી છે. જોશીએ લખ્યું છે કે, લોકો ઘણીવાર મહિલા અધિકારીઓ સાથે […]

Top Stories India
Df5V8WKWsAUPzU2 મહિલાઓની સુરક્ષા પર મોટો સવાલ, IAS મહિલાએ કહ્યુ-મારી સાથે રોજ ઓફિસમાં થાય છે દુર્વ્યવહાર

ઉત્તર દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (એનડીએમસી) નાં કમિશનર વર્ષા જોશીએ એક મહિલાની ફરિયાદનો જવાબ આપતા કહ્યું છે કે તે પોતે ઓફિસમાં દુર્વ્યવહારનો સામનો કરે છે, તેવામાં તે સમજી શકતા નથી કે શું કરી શકાય. આ વિશે સમાધાન શુ લાવી શકાય. તેણે આ વાત ટ્વીટર પર લખી છે. જોશીએ લખ્યું છે કે, લોકો ઘણીવાર મહિલા અધિકારીઓ સાથે પણ દુર્વ્યવહાર કરે છે. હું જાતે રોજ ઓફિસમાં દુર્વ્યવહારનો સામનો કરું છું.

એક મહિલાએ વર્ષા જોશીને ટ્વીટર પર ટેગ કરી હતી, અને ફરિયાદ કરી હતી કે લોકો તેના વિસ્તારમાં જાહેર રસ્તા પર બેસીને પત્તા રમે છે. તેઓ આવતી-જતી દરેક મહિલાઓને જોવે છે અને તેમને ઈસારાઓ કરે છે. વારંવાર ફરિયાદ કર્યા છતા પણ કંઇ ન થયું, મેમ તમે આ તરફ ધ્યાન આપો. આના જવાબમાં આઈએએસ અધિકારી વર્ષાએ લખ્યું કે, મહિલાઓની સામે આ એક મુદ્દો છે જેનો તેમને દરરોજ 24 કલાક સામનો કરવો પડે છે. વર્ષા જોશીએ લખ્યું છે કે ઉત્તર ભારતમાં મહિલાઓ હંમેશાં આવા પડકારોનો સામનો કરે છે. મારી ઓફિસમાં પણ મારી સાથે દુર્વ્યવહાર થાય છે. મોટે ભાગે પુરુષ લોકો તમારી આસપાસ હોય છે, તેઓ જાણતા પણ નથી હોતા કે તેઓ શું કરી રહ્યા છે. મને કહો, સમાધાન શું હોઈ શકે?

tweet મહિલાઓની સુરક્ષા પર મોટો સવાલ, IAS મહિલાએ કહ્યુ-મારી સાથે રોજ ઓફિસમાં થાય છે દુર્વ્યવહાર

વર્ષ 1995 ની બેચનાં આઈએએસ વર્ષા જોશી ડિસેમ્બર 2018 થી ઉત્તર દિલ્હી કોર્પોરેશનનાં કમિશનર છે. તે ઉત્તર દિલ્હી કોર્પોરેશનમાં પ્રથમ મહિલા કમિશનર પણ છે. જોશીનાં ટ્વીટ પછી લોકો સવાલો ઉભા કરી રહ્યા છે કે રાજધાનીમાં જો કોઈ આઈ.એ.એસ. અધિકારી રાહત અનુભવતો નથી તો સામાન્ય મહિલાઓની સલામતી અંગે શું કહી શકાય. આ અંગે ઉત્તર મ્યુનિસિપલ કોર્પોરેશનનાં મેયર અવતારસિંહે કહ્યું છે કે વર્ષા જોશી મારી બહેન સમાન છે. તેમની સાથે થતો કોઇ પણ ગેરવર્તણૂક વ્યવહાર સહન કરવામાં આવશે નહીં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.