Not Set/ નાણાંકીય કટોકટી સાથે સંઘર્ષ કરતી ટેલિકોમ કંપનીઓને મોટી રાહત, જાણો સરકારે શું રાહત પેકેજ આપ્યું..?

સરકારે નાણાંકીય કટોકટી સાથે લડતી ટેલિકોમ કંપનીઓને રાહત આપી છે. સ્પેક્ટ્રમ હપ્તાની ચુકવણી બે વર્ષ માટે સ્થગિત કરવાની દરખાસ્તને મંજૂરી આપી દીધી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં અહીં યોજાયેલી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠક બાદ નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે આ માહિતી આપી. તેમણે કહ્યું કે, ટેલિકોમ કંપનીઓને 2020-21 અને 2021-22 સુધીના બે વર્ષ માટે સ્પેક્ટ્રમ હપતા […]

Business
1989Telecom companies struggling with financial crisis get big relief spectrum payment deferred for two years નાણાંકીય કટોકટી સાથે સંઘર્ષ કરતી ટેલિકોમ કંપનીઓને મોટી રાહત, જાણો સરકારે શું રાહત પેકેજ આપ્યું..?

સરકારે નાણાંકીય કટોકટી સાથે લડતી ટેલિકોમ કંપનીઓને રાહત આપી છે. સ્પેક્ટ્રમ હપ્તાની ચુકવણી બે વર્ષ માટે સ્થગિત કરવાની દરખાસ્તને મંજૂરી આપી દીધી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં અહીં યોજાયેલી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠક બાદ નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે આ માહિતી આપી. તેમણે કહ્યું કે, ટેલિકોમ કંપનીઓને 2020-21 અને 2021-22 સુધીના બે વર્ષ માટે સ્પેક્ટ્રમ હપતા ચુકવણીમાં છૂટ આપવામાં આવી છે.

download 20 નાણાંકીય કટોકટી સાથે સંઘર્ષ કરતી ટેલિકોમ કંપનીઓને મોટી રાહત, જાણો સરકારે શું રાહત પેકેજ આપ્યું..?

 વોડાફોન-એરટેલ અને જિઓ

સીતારમણે જણાવ્યું હતું કે સ્પેક્ટ્રમની વિલંબિત ચુકવણી સમય વધાર્યા વિના બાકીના હપ્તામાં સમાનરૂપે વહેંચવામાં આવશે. તેમણે કહ્યું હતું કે, ટેલિકોમ કંપનીઓને સ્પેક્ટ્રમના વિલંબિત ચુકવણી પર લાગુ વ્યાજ ચૂકવવાનું રહેશે. નોંધનીય છે કે ટેલિકોમ ક્ષેત્ર છેલ્લા કેટલાક સમયથી કટોકટીનો ભોગ બની રહ્યું છે.

1545048322 8052 નાણાંકીય કટોકટી સાથે સંઘર્ષ કરતી ટેલિકોમ કંપનીઓને મોટી રાહત, જાણો સરકારે શું રાહત પેકેજ આપ્યું..?

બે જૂની ટેલિકોમ કંપની વોડાફોન આઈડિયા અને ભારતી એરટેલનું સંયુક્ત નુકસાન સપ્ટેમ્બર ક્વાર્ટરમાં 74,૦૦૦ કરોડને વટાવી ગયું હતું, એજીઆર અંગેના સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ. આ ક્વાર્ટરમાં એકલા વોડાફોન આઈડિયાને રૂ 50,921 કરોડનું નુકસાન થયું છે. કોઈ પણ ક્વાર્ટરમાં અત્યાર સુધીની કોઈ પણ ભારતીય કંપનીનું આ સૌથી મોટું નુકસાન છે.

images 11 નાણાંકીય કટોકટી સાથે સંઘર્ષ કરતી ટેલિકોમ કંપનીઓને મોટી રાહત, જાણો સરકારે શું રાહત પેકેજ આપ્યું..?

યુનિયન કેબિનેટે સ્પેક્ટ્રમ ચાર્જ અંગે એરટેલ અને વોડાફોન આઇડિયાને રાહત આપી છે

આ પછી ટેલિકોમ સેક્ટર દ્વારા સરકાર તરફથી રાહતની માંગ કરવામાં આવી હતી. સૂત્રોએ જણાવ્યું હતું કે સરકારના નિર્ણયથી ટેલિકોમ કંપનીઓ ભારતી એરટેલ, વોડાફોન આઈડિયા અને રિલાયન્સ જિઓને 42,000 કરોડ રૂપિયાની રાહત મળશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.