Not Set/ દેશની “મીઠા’ની જરૂરિયાત પૂરી કરનાર ઉધોગની મોટી મુશ્કેલી

ભૂકંપ બાદ કચ્છમાં ઉધોગોના આગમન થકી જિલ્લાનો વિકાસ થયો છે. વાત કરીએ નમક ઉધોગની, દેશમાં સૌથી વધુ નમક આ સરહદી ક્ચ્છ જિલ્લામાં ઉત્પાદિત થાય છે,પરંતુ કચ્છનાં નમક ઉધોગના પણ પ્રશ્નો છે જેનો નિવેડો આવતો નથી.

Top Stories Gujarat Others
godhara 13 દેશની "મીઠા'ની જરૂરિયાત પૂરી કરનાર ઉધોગની મોટી મુશ્કેલી

@કૌશિક છાયા, કચ્છ

ભૂકંપ બાદ કચ્છમાં ઉધોગોના આગમન થકી જિલ્લાનો વિકાસ થયો છે. વાત કરીએ નમક ઉધોગની, દેશમાં સૌથી વધુ નમક આ સરહદી ક્ચ્છ જિલ્લામાં ઉત્પાદિત થાય છે,પરંતુ કચ્છનાં નમક ઉધોગના પણ પ્રશ્નો છે જેનો નિવેડો આવતો નથી.

કચ્છના પ્રવેશદ્વાર સુરજબારીથી લઈ કંડલા અને જખૌ સુધી ગુજરાતનો સૌથી મોટો નમક ઉદ્યોગ ધમધમી રહ્યો છે રાજયમાં સૌથી વધુ દરિયાકિનારો કચ્છને મળ્યો છે જેથી પૂર્વ ક્ચ્છ વિસ્તારમાં સોલ્ટ ઉધોગનો ખૂબ વિકાસ થયો છે, સુરજબારી દરિયાઈ ખાડી વિસ્તારમાં વિપુલ પ્રમાણમાં મીઠાનું ઉત્પાદન થાય છે.  આ મીઠું બહાર વિદેશોમાં આયાત થાય છે.

રાજ્યમાં સૌથી વધુ મીઠાનું ઉત્પાદન કચ્છના નાના રણ વિસ્તારમાં થાય છે, કચ્છથી દર વર્ષે 80 થી 90 લાખ ટન મીઠું નિકાસ થાય છે. ગુજરાત રિફાઇન્ડ સોલ્ટ મેન્યુફેક્ચરિંગ વેલ્ફેર એસોસિયેશનના પ્રમુખ બચુભાઇ આહિરે જણાવ્યું કે, કોરોના મહામારીના સમયમાં લોકડાઉન સમયે મજૂરોની અછત અને અન્ય પરિબળો સમયે પણ મીઠા ઉધોગ દ્વારા જીવન જરૂરિયાતની વસ્તુ નમકના ભાવમાં કોઈ વધારો કરાયો ન હતો. ચાલુ વર્ષે વધારે વરસાદ થવાથી નુકશાની થઈ હતી.  જે હાલમાં રિપેરીગ થઈ રહ્યું છે. હાલમાં પ્રોડક્શન ચાલુ છે. જેથી આયોડાઈઝ નમક હવે બજારમાં આવશે.

રાજ્યના સૌથી મોટા મીઠા ઉદ્યોગને સ્પર્શતા પ્રશ્નો ઘણા છે જેનો તાકીદે નિવેડો આવે તે જરૂરી છે આ ક્ષેત્ર સાથે સંકળાયેલા અને એડવોકેટ મોરારિલાલ શર્માએ જણાવ્યું કે,કચ્છમાં દેશનું સૌથી વધુ નમક ઉત્પાદન થાય છે. આયોડીન નમક ઉપરાંત ઉધોગો માટે વપરાતું નમક પણ કચ્છમાં જ બને છે.

નમકની મોટાભાગની જરૂરિયાત કચ્છનાં ઉધોગો જ સંતોષે છે જેની પાછળનું કારણ છે ક્ચ્છ પાસે વિશાળ દરિયાઈ પટ્ટટો છે મીઠાની નિકાસ થાય તો જ મહત્તમ આવક મળી શકે, કંડલા બંદરે મીઠાના નિકાસ માટે અલગથી જેટી આવેલી છે આ ઉપરાંત અન્ય બંદરો પરથી પણ મીઠું રવાના થાય છે જે સવલતો વધે તો અહીંના લોકોને વધુ આવક મળી શકે, સરકારને પણ વધારે આવક ખાસ તો સૌથી વધુ નમક કચ્છમાં મળે છે પરંતુ નમક ઉધોગની કચેરી જયપુરમાં છે, જે ખરેખર કચ્છમાં હોવી જોઈએ તેવું જણાવ્યું હતું

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…