Bigg Boss 14/ શું 57 દિવસમાં જ પૂર્ણ થઇ જશે બિગ બોસ? ડિરેક્ટર વિવેક અગ્નિહોત્રીએ કર્યું આ ટ્વીટ

રિયાલિટી શો બિગ બોસ 14 ના ફાઇનલને લઈને ચાહકો મૂંઝવણમાં છે. શોની ફાઈનલને લઇને વિવિધ અટકળો કરવામાં આવી રહી છે. દરમિયાન દિગ્દર્શક વિવેક રંજન અગ્નિહોત્રીએ બિગ બોસ વિશે ટ્વિટર એકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરી છે,

Entertainment
a 41 શું 57 દિવસમાં જ પૂર્ણ થઇ જશે બિગ બોસ? ડિરેક્ટર વિવેક અગ્નિહોત્રીએ કર્યું આ ટ્વીટ

રિયાલિટી શો બિગ બોસ 14 ના ફાઇનલને લઈને ચાહકો મૂંઝવણમાં છે. શોની ફાઈનલને લઇને વિવિધ અટકળો કરવામાં આવી રહી છે. દરમિયાન દિગ્દર્શક વિવેક રંજન અગ્નિહોત્રીએ બિગ બોસ વિશે ટ્વિટર એકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરી છે, જેનાથી દર્શકોની ઉત્સુકતા વધુ વધી છે.

વિવેકે ટ્વિટ કર્યું, ‘શું તે સાચું છે કે બિગ બોસ જે 140-150 દિવસ ચાલતો હતો તે 57 દિવસમાં અચાનક સમાપ્ત થવાનો છે? આ પાછળનું કારણ શું હોઈ શકે? ‘

આ અગાઉ સલમાન ખાને વીકએન્ડ કા વારના એપિસોડમાં સ્પર્ધકોને આશ્ચર્યચકિત કર્યા હતા. ખરેખર, તેણે આ શોની અંતિમ વાતને લઈને ચોંકાવનારી વાત કરી હતી. શોમાં સલમાન ઘરવાળાને પૂછે છે, બિગ બોસની ફાઇનલ ક્યારે થવાની છે તે તમે જાણો છો? નિકી તંબોલી જાન્યુઆરી 2021 માં આનો જવાબ આપે છે.

સલમાન ખાને એમ કહીને બધાને સ્તબ્ધ કરી દીધા કે ‘બિગ બોસ 14’ ની ફાઈનલ આવતા વર્ષે નથી, પરંતુ આવતા અઠવાડિયે યોજાશે. ફાઇનલમાં ફક્ત ચાર સ્પર્ધકો જ રહેશે. આપને જણાવી દઈએ કે જ્યારે બિગ બોસની આખરી ઓપ આ વખતે બનવા જઈ રહ્યો છે, ત્યારે તે શરૂઆતથી જાણી શકાયું નથી. અંતમાં એક ટ્વિસ્ટ તે તો એપીશોડ જોયા બાદ જ જાણવા મળશે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…