Not Set/ બિગ બોસ વિજેતા સિદ્ધાર્થ શુક્લાનું હાર્ટ એટેકથી નિધન, કપૂર હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ

અભિનેતા અને બિગ બોસ વિજેતા સિદ્ધાર્થ શુક્લાનું ગુરુવારે નિધન થયું છે. મુંબઈની કૂપર હોસ્પિટલમાં સિદ્ધાર્થના મૃત્યુની પુષ્ટિ થઈ છે….

Top Stories Entertainment
a 18 બિગ બોસ વિજેતા સિદ્ધાર્થ શુક્લાનું હાર્ટ એટેકથી નિધન, કપૂર હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ

અભિનેતા અને બિગ બોસ વિજેતા સિદ્ધાર્થ શુક્લાનું ગુરુવારે નિધન થયું છે. મુંબઈની કૂપર હોસ્પિટલમાં સિદ્ધાર્થના મૃત્યુની પુષ્ટિ થઈ છે. મળતી માહિતી મુજબ, 40 વર્ષીય સિદ્ધાર્થ શુક્લાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે સિદ્ધાર્થ શુક્લા રાત્રે દવાઓ લઈને સુતો હતો. પરંતુ તેણે કઈ દવા લીધી હતી તે અંગે કોઈ માહિતી મળી નથી. સિદ્ધાર્થ શુક્લનો મૃતદેહ હાલમાં મુંબઈની કૂપર હોસ્પિટલમાં છે. કહેવામાં આવી રહ્યું છે કે ત્યાં પોસ્ટમોર્ટમ કરવામાં આવશે.

આ પણ વાંચો : અર્ચના-માનવની અધૂરી લવ સ્ટોરી, શું થશે પૂર્ણ? જુઓ પવિત્ર રિશ્તા – 2 નું ટ્રેલર

સિધ્ધાર્થ શુકલાએ બિગ બોસમાં વિજેતા બનવા ઉપરાંત ઘણી ટીવી સીરિયલોમાં પણ કામ કર્યું હતું. બ્રોકન બટ બ્યુટીફઉલ થ્રી, બાલિકા વધૂ અને દિલ સે દિલ તક જેવી સીરિયલોમાં કામ કરનારા સિધ્ધાર્થ શુકલાએ સાવધાન ઈન્ડિયા અને ઈન્ડિયા હેઝ ગોટ ટેલેન્ટ જેવા શોના હોસ્ટ તરીકે પણ કામ કર્યું હતું. આ ઉફરાંત તેણે ફીયર ફેક્ટરઃ ખતરોં કે ખિલાડીની સાતમી સીઝનમાં પણ ભાગ લીધો હતો.

આ પણ વાંચો : શું ઇમરાન હાશ્મી ટાઇગર 3 માં મળશે જોવા? અભિનેતાની આ પોસ્ટ કરી રહી છે ઈશારો

સિધ્ધાર્થ શુકલાએ 2005માં વિશ્વનના શ્રેષ્ઠ મોડલનું ટાઈટલ જીત્યું હતું. આ સ્પર્ધામાં એશિયા, લેટિન અમેરિકા અને યુરોપના 40 કરતાં વધારે ટોચના મોડલે ભાગ લીધો હતો. સિધ્ધાર્થ શુકલાની વય એ વખતે માત્ર 25 વર્ષ જ હતી. 2008મા ટીવી સીરિયલ બાબુલ આંગન છૂટે ના દ્વારા અભિનયની શરૂઆથ કરનારા સિધ્ધાર્થ શુકલાએ 2014માં હમ્પ્ટી શર્મા કી દુલ્હનિયા ફિલ્મ દ્વારા ફિલ્મોમાં અભિનયની શરૂઆત કરી હતી. આ ફિલ્મમાં હીરો તરીકે વરૂણ ધવન હતો ને હીરોઈન આલિયા ભટ્ટ હતી. 

આ પણ વાંચો :તાલિબાનોનું સમર્થન કરતાં ભારતના મુસ્લિમોની અભિનેતા નસીરૂદ્દીન શાહે સખત શબ્દોમાં ટીકા કરી

શો જીત્યા પછી સિદ્ધાર્થ દર્શન રાવલના મ્યૂઝિક વીડિયો ‘ભૂલા દુંગા’માં શહનાઝ ગિલ સાથે દેખાયો હતો. એ પછી બીજા સોંગ ‘દિલ કો કરાર આયા’માં તેની ઓપોઝિટ નેહા શર્મા દેખાઈ હતી.

આ પણ વાંચો : ડ્રગ્સ કેસમાં બોલીવુડ અભિનેતા અરમાન કોહલીની એનસીબીએ કરી 14 દિવસની ન્યાયિક કસ્ટડી..જાણો વિગતો

સિદ્ધાર્થ શુક્લાના મૃત્યુના સમાચારથી ફેન્સ અને બોલિવૂડ તેમજ ટીવીના કલાકારો ચોંકી ગયો છે. તમને જણાવી દઈએ કે તેઓ શહેનાઝ ગિલ સાથે ‘બિગ બોસ ઓટીટી’માં પણ તાજેતરમાં જ જોવા મળ્યા હતા. સિદ્ધાર્થ શુક્લાએ પોતાની કારકિર્દીની શરૂઆત વર્ષ 2008 માં ટીવી શો ‘બાબુલ કા આંગણ છૂટે ના’ થી કરી હતી. આ પછી, તે ‘જાને પહેચાન સે અજનબી’, ‘સીઆઈડી’, ‘બાલિકા વધૂ’ અને ‘લવ યુ જિંદગી’ જેવા ટીવી શો અને ઘણા રિયાલિટી શોમાં જોવા મળ્યા હતા.

આ પણ વાંચો :સાયરા બાનોને શ્વાસ લેવામાં તકલીફ થતાં 3 દિવસથી છે હોસ્પિટલમાં દાખલ