Political/ 25 વર્ષમાં સૌથી મોટો પરાજય! રાજકોટમાં કોંગ્રેસના થયા સુપડા સાફ

25 વર્ષમાં સૌથી મોટો પરાજય! રાજકોટમાં કોંગ્રેસના થયા સુપડા સાફ

Gujarat Rajkot Trending
congres 14 25 વર્ષમાં સૌથી મોટો પરાજય! રાજકોટમાં કોંગ્રેસના થયા સુપડા સાફ

રાજ્યની 6 મહાનગરપાલિકાની ચૂંટણીમાં આમ તો કોંગ્રેસને ક્યાંય સમ ખાવા પૂરતી રાહતજનક બેઠકો નથી પણ એમાંય રાજકોટમાં તો છેલ્લાં 25 વર્ષમાં કોંગ્રેસનો સૌથી મોટો પરાજય થયો છે. 1995 બાદ 2021માં ઈતિહાસનું પુનરાવર્તન થયું છે.

  • 72માંથી સમ ખાવા પુરતી મળી 4 બેઠક
  • છેલ્લે 1995માં થઇ હતી ખરાબ હાલત
  • આમ આદમી પાર્ટી બની મોટું ફેક્ટર
  • 2000ના વર્ષમાં તો કોંગ્રેસને મળી હતી સત્તા

Political / કોંગ્રેસની કારમી હાર માટે કોને જવાબદાર ગણવા …?

ગુજરાતની રાજનીતિમાં કોંગ્રેસની સ્થિતિ દિવસેને દિવસે ખરાબ થતી જાય છે. સંગઠનના મજબૂત માળખાનો અભાવ. દિગ્ગજ નેતાઓ વચ્ચે જૂથવાદ. પ્રદેશ સ્તરે કોઈ મજબૂત ચહેરાનો અભાવ. ટિકિટની વહેંચણીમાં લૂંટફાટની સ્થિતિ આ બધા વચ્ચે કોંગ્રેસ તળિયે પહોંચી છે. એમાં પણ રાજકોટમાં તો કોંગ્રેસને કમળે તળિયાઝાટક કરી નાખ્યું. શહેરની મનપાની 72 બેઠકમાંથી કોંગ્રેસને ફાળે ગણીને 4 બેઠક આવી છે. આવું આ પહેલાં છેક 25 વર્ષ પહેલાં બન્યું હતું. જ્યારે 1995માં 60 બેઠકની ચૂંટણીમાં કોંગ્રેસને માત્ર 1 બેઠક મળી હતી. જો કે તેના પાંચ જ વર્ષ પછી રાજકોટમાં 2000ની સાલમાં કોંગ્રેસ 44 બેઠકો સાથે સત્તામાં પણ આવી હતી. માનવામાં આવી રહ્યું છે કે 25 વર્ષમાં કોંગ્રેસનો સૌથી મોટો પરાજય થવાનું એક કારણ આમ આદમી પાર્ટી પણ છે. મહાનગરપાલિકાની ચૂંટણીમાં છેલ્લાં 25 વર્ષનો રાજકોટનો સિનારિયો જોઈએ.

વર્ષ         કોંગ્રેસ    ભાજપ

1995       01           59

2000       11           58

2010       10           59

2015       34           38

2021       04           68

આંકડાઓ જોતા એ સ્પષ્ટ દેખાય છે કે વર્ષ 1995 પછી રાજકોટમાં કોંગ્રસનો આ સૌથી મોટો પરાજય છે. જ્યારે રાજકોટની તમામ બેઠકના સમીકરણ વિગતવાર જોવાશે ત્યારે સમજાશે કે આમઆદમી પાર્ટીએ કંઈ રીતે અહીં કોંગ્રેસને મોટું નુકસાન પહોંચાડ્યું છે કેમ કે વર્ષો બાદ રાજકોટમાં સામ સામેનો નહીં પરંતુ ત્રિપાંખિયો જંગ હતો એ પણ ન ભૂલવું જોઈએ. જો કે કોંગ્રેસ માટે તમામ મોરચે મળેલી નિષ્ફળતાને લીધે જ રાજકોટમાં કરુણ રકાસ થયો છે. એ પણ સત્ય છે.