Not Set/ બિહાર: સોશિયલ મીડિયામાં વિડીયો વાઈરલ, ઈજ્જત બચાવવા છોકરી પાડતી રહી ચીસો

બિહાર, મહિલાઓ સાથે રેપ અને છેડતીના બનાવો દિવસેને દિવસે વધી રહ્યા છે. ત્યારે સોશિયલ મીડિયામાં એક વિડીયો વાઈરલ થયો છે જેમાં 6 લોકો એક છોકરીની છેડતી કરી રહ્યાં છે અને ગાળો પણ આપે છે. આ વિડીયોને જોઇને કોઈ પણ કાંપી ઉઠે. વિડીયોમાં છોકરી ચીસો પાડી રહી છે અને છોકરાઓ તેના કપડા ફાડી રહ્યા છે. આ […]

Top Stories
Jehanabad molestation case બિહાર: સોશિયલ મીડિયામાં વિડીયો વાઈરલ, ઈજ્જત બચાવવા છોકરી પાડતી રહી ચીસો

બિહાર,

મહિલાઓ સાથે રેપ અને છેડતીના બનાવો દિવસેને દિવસે વધી રહ્યા છે. ત્યારે સોશિયલ મીડિયામાં એક વિડીયો વાઈરલ થયો છે જેમાં 6 લોકો એક છોકરીની છેડતી કરી રહ્યાં છે અને ગાળો પણ આપે છે. આ વિડીયોને જોઇને કોઈ પણ કાંપી ઉઠે. વિડીયોમાં છોકરી ચીસો પાડી રહી છે અને છોકરાઓ તેના કપડા ફાડી રહ્યા છે. આ 6 છોકરાઓ જયારે છોકરી સાથે છેડતી કરી રહ્યા છે ત્યારે એક બીજો એક છોકરો આ સમગ્ર ઘટનાનો વિડીયો બનાવી રહ્યો છે.

સોશ્યલ મીડિયામાં છેડતીનો વિડીયો વાઈરલ થતા આ સમગ્ર ઘટનાની ગંભીરતા સમજીને  બિહાર પોલીસ એકશનમાં આવી ગઈ છે.  આ ઘટનાની તપાસ માટે બનાવવામાં આવેલી બે વિશેષ તપાસ ટીમે આ કેસમાં ચાર લોકોની ધરપકડ કરી છે.

જેમાંથી બે લોકોના ફેશ વિડીયોમાં દેખાતા છોકરાઓ સાથે મળતા હતા. આઈજી નૈયર હુસૈને કહ્યું કે આ ઘટનામાં શામેલ ચાર-પાંચ નામ પણ આ આરોપીઓએ બતાવી દીધા છે. આ તમામ આરોપીઓને પકડવા માટે તપાસ ચાલી રહી છે.

આ યુવકોને પકડવા માટે સતત છાપેમારી કરવામાં આવી રહી છે. વિડીયો જે બાઈક દેખાઈ રહી છે તે બાઈકને જપ્ત કરી લીધી છે. આ વિડીયો વાઈરલ થવાની જાણકારી મળતાની સાથે જ એમ બાઈક સહીત સાત લોકો વિરુદ્ધ પ્રાથમિકી દર્જ કરવાનો આદેશ આપી દીધો હતો.

સોશ્યલ મીડિયામાં છેડતીનો વિડીયો વાઈરલ થતા બિહારનું રાજકારણ ગરમાયું છે. રાજ્યના પૂર્વ ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવે નીતીશ સરકારને નિશાન ટાંકતાં ટ્વીટ કરીને કહ્યું કે, નિશબ્દ છું. નીતીશ કુમારના રાજમાં આઠ-દસ હેવાનો એક છોકરી પર દુષ્કર્મ કરી રહ્યા છે. આ વિડીયો જોઇને હુ કાંપી ગયો છું.

વિડીયો વાઈરલ થતા બિહારમાં ચકચાર મચી ગઈ છે. એસપીએ અપીલ કરી છે કે આવા વિડીયો શેર ના કરવાં. એસપીએ કહ્યું કે કેટલાક લોકો દ્વારા આવા વિડીયો ખોટા ઈરાદાથી પ્રસારિત કરવામાં આવે છે. તેમણે કીધું કે હુ ખુદ જ આ પુરા મામલાની જાંચ પડતાલ કરી રહ્યો છે.