Not Set/ બિહાર : નિતિશ સરકારનો નિર્ણય, દારૂબંધી બાદ પાન મસાલા પર પ્રતિબંધ

બિહારમાં નીતીશ સરકારે હવે દારૂબંધી, બાદ પાન મસાલા પર પ્રતિબંધ મૂક્યો છે. મેગ્નેશિયમ કાર્બોનેટ ધરાવતા પાન મસાલાના ઉત્પાદન, સંગ્રહ, વિતરણ, પરિવહન અને વેચાણ પર પ્રતિબંધ છે. આ પ્રતિબંધ હાલમાં ફક્ત એક વર્ષ માટે લાગુ કરવામાં આવ્યો છે. બિહારમાં નીતીશ સરકારે અગાઉ દારૂ પર પ્રતિબંધ મૂક્યો હતો. ઉલ્લેખનીય છે કે, જૂન થી ઓગસ્ટ 2019 સુધીમાં બિહારના […]

India
નિતિશ કુમાર બિહાર : નિતિશ સરકારનો નિર્ણય, દારૂબંધી બાદ પાન મસાલા પર પ્રતિબંધ

બિહારમાં નીતીશ સરકારે હવે દારૂબંધી, બાદ પાન મસાલા પર પ્રતિબંધ મૂક્યો છે. મેગ્નેશિયમ કાર્બોનેટ ધરાવતા પાન મસાલાના ઉત્પાદન, સંગ્રહ, વિતરણ, પરિવહન અને વેચાણ પર પ્રતિબંધ છે. આ પ્રતિબંધ હાલમાં ફક્ત એક વર્ષ માટે લાગુ કરવામાં આવ્યો છે. બિહારમાં નીતીશ સરકારે અગાઉ દારૂ પર પ્રતિબંધ મૂક્યો હતો.

ઉલ્લેખનીય છે કે, જૂન થી ઓગસ્ટ 2019 સુધીમાં બિહારના વિવિધ જિલ્લાઓમાંથી 20 જાણીતી પાન મસાલા કંપનીઓના નમૂના લેવામાં આવ્યા હતા. તેની તપાસમાં મેગ્નેશિયમ કાર્બોનેટનું પ્રમાણ વધુ માત્રમાં મળી આવ્યું હતું. ત્યાર બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. બિહારમાં નીતીશ સરકારે અગાઉ દારૂ પર પ્રતિબંધ મૂક્યો હતો.

મેગ્નેશિયમ કાર્બોનેટનો ઉપયોગ એ ફૂડ સેફટી અને સ્ટાન્ડર્ડ્સ રેગ્યુલેશન્સ 2011 નું ઉલ્લંઘન છે. તેના વારંવાર સેવનથી તીવ્ર હાયપર મેગ્નેશિયા અને કાર્ડિયાક અરેસ્ટ જેવા ગંભીર રોગો થઈ શકે છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.