Not Set/ બિલ ગેટ્સે 27 વર્ષ જુના પોતાના લગ્ન જીવનનો અંત લાવવાનો લીધો નિર્ણય

માઇક્રોસોફ્ટનાં સહ-સ્થાપક બિલ ગેટ્સ અને તેમના પત્ની મેલિન્ડા ગેટ્સે તેમના 27 વર્ષનાં લગ્નજીવનને સમાપ્ત કરીને અલગ થવાનો નિર્ણય લીધો છે. બંને દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે

Top Stories World
123 56 બિલ ગેટ્સે 27 વર્ષ જુના પોતાના લગ્ન જીવનનો અંત લાવવાનો લીધો નિર્ણય

માઇક્રોસોફટનાં સહ-સ્થાપક બિલ ગેટ્સે યુએસમાં પત્ની મેલિન્ડા સાથે છૂટાછેડા લેવાનો નિર્ણય લીધો છે. લગ્નનાં 27 વર્ષ પછી, બિલ ગેટ્સ અને મેલિન્ડા ગેટ્સે કહ્યું છે કે હવે બંને એક સાથે નહીં રહી શકે. આ રીતે, બંનેએ પરસ્પર સંમતિથી છૂટાછેડા લેવાનું નક્કી કર્યું છે. બિલ ગેટ્સે આ અંગે ટ્વીટ કરીને આ માહિતી આપી હતી.

પ્રતિબંધ / લો બોલો!! અમેરિકાએ ભારતમાં વધતા કોરોનાનાં કેસને ટાંકી યાત્રા પર પ્રતિબંધની ઘોષણા કરી

આપને જણાવી દઇએ કે, માઇક્રોસોફ્ટનાં સહ-સ્થાપક બિલ ગેટ્સ અને તેમના પત્ની મેલિન્ડા ગેટ્સે તેમના 27 વર્ષનાં લગ્નજીવનને સમાપ્ત કરીને અલગ થવાનો નિર્ણય લીધો છે. બંને દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, તેઓ તેમના વૈવાહિક સંબંધોનો અંત લાવી રહ્યા છે અને જીવનનાં આગલા તબક્કામાં તેઓ સાથે રહી શકશે નહી. જો કે, છૂટા થયા પછી પણ, બંને વચ્ચે એક કડી હશે જે તેમને કનેક્ટ રાખશે. જણાવી દઇએ કે, બંનેએ જાહેરાત પણ કરી છે કે છૂટાછેડા પછી પણ તેઓ બિલ એન્ડ મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશન માટે સાથે કામ કરવાનું ચાલુ રાખશે. બંનેએ તેમના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પરથી નિવેદન બહાર પાડ્યું છે. આ મુજબ, ‘અમારા સંબંધો વિશે ઘણુ વિચાર્યા બાદ અને તેને બચાવી રાખવાના પ્રયત્નો બાદ અમે પોતાના લગ્ન જીવનને સમાપ્ત કરવાનો નિર્ણય લીધો છે. છેલ્લા 27 વર્ષોમાં, અમે ત્રણ બાળકોને ઉછેર્યા છે અને એક એવુ ફાઉન્ડેશન બનાવ્યુ જે સમગ્ર વિશ્વનાં લોકોને સ્વસ્થ અને લાભકારક જીવન આપી શકે છે. અમે બંને આ ફાઉન્ડેશન માટે સાથે કામ કરવાનું ચાલુ રાખીશું, પરંતુ પતિ-પત્ની તરીકે અમે જીવનનાં આગલા તબક્કામાં જીવી શકીશું નહીં. અમે નવું જીવન શરૂ કરવા જઈ રહ્યા છીએ, જેથી લોકો અમારા પરિવાર માટે સ્પેસ અને ગોપનીયતા જાળવી રાખે તેવી આશા છે.’

વિદેશ મંત્રાલય / PM મોદી કાલે બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જોન્સન સાથે વર્ચુઅલ બેઠક કરશે, દ્વિપક્ષીય સંબંધોનો રોડમેપ કરશે રજુ

બિલ અને મેલિન્ડા ગેટ્સે 1994 માં હવાઈમાં લગ્ન કર્યા હતા. બંનેની મુલાકાત 1987 માં થઈ હતી જ્યારે મેલિંડાએ માઇક્રોસોફ્ટ કંપનીમાં પ્રોડક્ટ મેનેજર તરીકે કામ કરવાનું શરૂ કર્યું હતું. કામ પર ડિનર દરમિયાન બિલ ગેટ્સનું હૃદય મેલિંડા પર આવી ગયુ હતું. આપને જણાવી દઇએ કે, બિલ અને મેલિન્ડા બંને ગેટ્સ ફાઉન્ડેશનનાં ટ્રસ્ટી છે. આ સંસ્થા વર્ષ 2000 માં શરૂ કરવામાં આવી હતી.

sago str 2 બિલ ગેટ્સે 27 વર્ષ જુના પોતાના લગ્ન જીવનનો અંત લાવવાનો લીધો નિર્ણય