Not Set/ આ પક્ષી છે કે માનવ ..? આ ચિત્ર જોઈને બધા આ જ ચર્ચા કરી રહ્યા છે…

આ કોઈ પક્ષી છે કે માનવ ..? તમને શું લાગે છે..?  ઘણા લોકો માને છે કે આ એક માનવ છે, અને તેને પક્ષી જેવા કપડાં પહેરયા છે. સાથે સાથે  ચિત્રમાં એવી પણ કેટલીક મુદ્રાઓ છે કે સાબિત કરે છે કે આ પક્ષીનાં પોષકમાં માનવ જ છે. શું થયું તમે પણ આવું જ કાઇ વિચારી રહ્યા […]

World
Harpy Eagle આ પક્ષી છે કે માનવ ..? આ ચિત્ર જોઈને બધા આ જ ચર્ચા કરી રહ્યા છે...

આ કોઈ પક્ષી છે કે માનવ ..? તમને શું લાગે છે..?  ઘણા લોકો માને છે કે આ એક માનવ છે, અને તેને પક્ષી જેવા કપડાં પહેરયા છે. સાથે સાથે  ચિત્રમાં એવી પણ કેટલીક મુદ્રાઓ છે કે સાબિત કરે છે કે આ પક્ષીનાં પોષકમાં માનવ જ છે. શું થયું તમે પણ આવું જ કાઇ વિચારી રહ્યા છે..?  તો અંહી અમે આપની ગેરસમજને દૂર કરી દઈએ. આ હકીક્તમાં એક પક્ષી છે. સોશિયલ મીડિયા પર પણ આ જ ચર્ચા છવાયેલી છે. ઘણા યુઝર્સ તેને પક્ષી માનવા માટે તૈયાર જ નથી. …!

7 મહિના જૂની તસવીરો ફરી ચર્ચામાં આવી છે.

આ તસવીર ફેસબુક પર 7 મહિના પહેલા પોસ્ટ કરવામાં આવી હતી. ચર્ચા અને અનુમાનો ત્યારે પણ લોકો એ લગાવ્યા હતા. અને હવે ફરી એકવાર આ ફોતોને લઈને ચર્ચા શરૂ થઈ ગઈ છે.  ફેસબુક પર પોસ્ટ કરેલી મૂળ પોસ્ટ મુજબ, તે ગરુડની એક પ્રજાતિ છે જેને હાર્પી ઇગલ કહેવામાં આવે છે. વિશ્વની ચાર સૌથી મોટી પક્ષી પ્રજાતિમાં તેની ગણના કરવામાં આવે છે. હાર્પી ઇગલ્સ 2 મીટર પહોળા અને 1.2 મીટર ઊંચા હોય છે.

આ તસવીર જોતાં જ સ્પષ્ટ થઈ જાય છે ..

https://twitter.com/Eaco_M/status/1178815855976681472

રસપ્રદ વાત એ છે કે ફેસબુક પર આ પક્ષીના ચાર ફોટો શેર કરવામાં આવ્યા છે. જેમાં બે ક્લોઝ-અપ ફોટો શામેલ છે, જે મુખ્યત્વે વાયરલ થયા છે અને ચર્ચામાં છે. જ્યારે પોસ્ટમાં બાકીના બે ચિત્રો જોતા, તમે આ પક્ષીનાં કદ અને આકરનું આકલન કરી શકશો.

હવે વધુ નાં મૂંઝાશો.

Harpy Eagle2 આ પક્ષી છે કે માનવ ..? આ ચિત્ર જોઈને બધા આ જ ચર્ચા કરી રહ્યા છે...

જેને બીજા બે ફોટો નથી જોયા તે હજુ પણ માણવા માટે તૈયાર નથી કે આ પક્ષી છે. આ તસવીરો Reddit દ્વારા ફેસબુક અને ટ્વિટર પર પહોંચી હતી. હાર્પી ઇગલ્સ ઉષ્ણકટીબંધીય નીચાણવાળા વરસાદી જંગલોમાં જોવા મળે છે. હવે જ્યારે કોઈ તમને આ ચિત્ર બતાવે છે, ત્યારે તમે મૂંઝવણમાં મુકશો નહીં.

રમો મંતવ્ય નવરાત્રી ક્વિઝ 2019. આપો સરળ સવાલોના જવાબ,લકી વિજેતાઓને મળશે બમ્પર ઇનામો. પ્રતિયોગિતામાં ભાગ લેવા માટે ડાઉનલોડ કરો

“MantavyaNews” એપ્લિકેશન. Click    https://play.google.com/store/apps/details?id=amigoinn.example.mantavya&hl=en_IN

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.