Not Set/ “આપ”નો બેઠકોમાં ફિયાસ્કો પણ જનધાર વધ્યો

૧૪૫ વર્ષ જૂની કોંગ્રેસ અને કેન્દ્ર રાજ્યના સત્તાધારી અને ૪૫ વર્ષ જુના પક્ષ ભાજપ સામે પહેલીવાર લડી ગાંધીનગરમાં મેળવેલા ૨૧.૭૨ ટકા મત ઓછા તો નથી જ

India Trending
mobile 3 "આપ"નો બેઠકોમાં ફિયાસ્કો પણ જનધાર વધ્યો

ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં પરિણામ ભાજપની ધારણા મુજબ આવ્યું ભાજપને ૪૧ કોંગ્રેસને બે અને આમ આદમી પાર્ટીને એક બેઠક સાથે ખાતું ખોલાવી સંતોષ માનવો પડ્યો. મહાનગરપાલિકાની રચના બાદ પ્રથમ વખત ભાજપ સત્તાવાર રીતે લોક ચૂકાદો મેળવીને સત્તા પર આવ્યું છે. જ્યારે જેને હવે સોશ્યલ મિડિયામાં પતી ગયેલી પાર્ટી તરીકે અને હારવા જ ટેવાયેલી અને વિશ્લેષકોનાં મતે નેતા અને નિષ્ઠા વગરની અને પરાજયને પચાવવાની જેની આવડત છે તેવી પાર્ટી તરીકે ઓળખાતો આ પક્ષ બાબતમાં કશું વધુ કહેવુ નથી.  જ્યારે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે કહ્યું છે તે મુજબ આમ આદમી પાર્ટીએ ખૂબ શો કર્યો પણ તે ગાજ્યા મેહની જેમ વરસી શકી નથી. માત્ર ખાતું ખોલાવીને આત્મસંતોષ લેવો પડ્યો છે. ટીવી ચેનલો પર કોંગ્રેસના પ્રવક્તાઓ બૂમો પાડીને કહેતા હતા કે, ‘આપ’ દ્વારા કોંગ્રેસનાં મતો વેડફાયા તેના કારણે ભાજપને ફાયદો થયો છે. આમ આદમી પાર્ટીએ ભાજપને જીતાડવાનું કામ કર્યુ છે. એક વિશ્લેષકે એવી સલાહ પણ આપી દીધી કે ‘આપે’ વ્યવસ્થિત રીતે મર્યાદિત બેઠકો લડી પછેડી જેટલાજ પગ લાંબા કરવાની જરૂરત હતી. ગાંધીનગર એ સુરત કે દિલ્હી નથી એવું પણ કહ્યું.

jio next 5 "આપ"નો બેઠકોમાં ફિયાસ્કો પણ જનધાર વધ્યો

બેઠકોની બાબતમાં ‘આપ’ અને કોંગ્રેસ તળિયે ગયા છે. પરંતુ મળેલા મતો બાબતમાં ચીત્ર સાવ જુદુ જ ઉપસે છે. ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપને ૪૬.ત૩૯ ટકા મત મળ્યા છે. કોંગ્રેસને ૨૭.૯૯ ટકા અને ‘આપ’ને ૨૧.૭૨ ટકા અને અન્યને ૩.૬૭ ટકા મતો મળ્યા છે.

ગાંધીનગરમાં ભાજપની જીત પાછળનું કારણ મતોનું વિભાજન, જુઓ આંકડાઓ પરથી શું  હકિકતો સામે આવી
આનું તારણ કાઢીએ તો સ્પષ્ટ નીકળે કે ભાજપને ૨૦૧૪નાં પ્રમાણમાં દોઢ ટકા મત વધુ મળ્યાં છે અને બેઠકોમાં તો ૩.૨૮ બેઠકોનો વધારો થયો છે. કોંગ્રેસની ૧૩ બેઠકો ઘટી છે. ૨૦૧૫ના સીધા જંગમાં ૪૬.૯૩ ટકા મત મેળવનાર કોંગ્રેસનો આ ચૂંટણીમાં ૨૭.૯૯ ટકા એટલે કે ૨૮ ટકા મત મળ્યા છે એટલે કે સીધુ ૧૮ ટકા આસપાસ મતોનું ગાબડું પડ્યું છે. જ્યારે આમ આદમી પાર્ટીને પ્રથમ વખત ચૂંટણી લડી હોવા છતાં ૨૧.૭૨ ટકા મત મળ્યા છે. આમ જૂઓ તો આમ આદમી પાર્ટી માટે ભલે ભાજપના નેતાઓ ‘ગાજ્યા મેહ વરસ્યા નહિ’ તેવું કહેતા હોય પરંતુ તેણે મેળવેલા મતો ભાજપ કોંગ્રેસ બન્નેને આંચકો આપે તેવા છે. પહેલીવાર ચૂંટણી લડી ૨૨ ટકાથી વધુ મતો મેળવવા એ કાંઈ જેવી તેવી સિદ્ધી તો હરગીઝ નથી. આમ આદમી પાર્ટીને ૨૧.૭૨ ટકા મત મળ્યા છે તો કોંગ્રેસનાં મતોમાં ૧૮.૭૪ ટકાનું ગાબડું પડ્યું છે એટલે કોંગ્રેસના આટલા મતો પૈકી ૧૬ ટકા આસપાસ મતો ખેંચ્યા છે જ્યારે ભાજપના મતમાં પણ ૨થી ૪ ટકાનું ગાબડું તો પાડ્યું જ છે. લોકસભાની ચૂંટણીમાં ગૃહમંત્રી અમિત શાહને જેટલા મતો મળ્યા હતા તેનાં કરતાં ઘણા ઓછા મતો ભાજપને આ વખતે મળ્યા છે.

gmc election live updates: ગાંધીનગર મ્યુ. કોર્પોરેશન ચૂંટણી: ભાજપનો વિજય  નિશ્ચિત, આપ અને કોંગ્રેસ હાંફ્યા - gandhinagar municipal corporation  election vote counting bjp all set to win | I ...
કેટલાક વિશ્ર્લેષકોના મત પ્રમાણે આમ આદમી પાર્ટી કોંગ્રેસને નડી છે તે વાત સાચી છે પણ આની સાથે ઘણા કોંગ્રેસીઓ પણ કહે છે કે, સીધો જંગ હોત તો કોંગ્રેસની બહુમતી હોત. હવે આ દલિલ માત્ર હાર્યાનું આશ્ર્વાસન લેવાથી વિશેષ કશું નથી.

ગાંધીનગર મહાપાલિકા
ગાંધીનગર મહાપાલિકા

હવે મતોની ટકાવારી પ્રમાણે આ વાત મૂલવશું તો ભાજપને વોર્ડને સૌથી વધુ ૫૯.૬૮ ટકા મત મળ્યા છે તો સૌથી ઓછા મત ૩૬.૫૮ ટકા વોર્ડને ૬માં મળ્યા છે. કોંગ્રેસને સૌથી વધુ મત ૩૯ ટકા વોર્ડ નં.૨માં મળ્યા છે તો સૌથી ઓછા ૧૫ ટકા મત વોર્ડ નં.૧માં મળ્યા છે. આમ આદમી પાર્ટીને સૌથી વધુ મત ૩૧.૯૪ ટકા મત વોર્ડ નં.૬માં મળ્યા છે તો સૌથી ઓછા મત ૧૨ ટકા વોર્ડ નં.બેમાં મળ્યા છે.

આપ

હવે વોર્ડ નં.પાંચ અને વોર્ડ નં.૧૦માં ભાજપને મળેલા મતો કોંગ્રેસ અને ‘આપ’ને મળેલા કુલ માન્ય મતો કરતાં ઘણાં વધારે છે. કોંગ્રેસની વાત કરીએ તો ૧૧ પૈકી સાત વોર્ડની ૨૮ બેઠકો પર કોંગ્રેસને ‘આપ’ કરતાં વધુ મળ્યા છે. જ્યારે વોર્ડ નં. ૬,૮, ૯ અને ૧૦ એ એવા વોર્ડ છે જ્યાં ‘આપ’ને કોંગ્રેસ કરતાં વધુ મતો મળ્યા છે તેમાંય વોર્ડ નં.૯માં તો ‘આપ’ને કોંગ્રેસ કરતાં ૧૨ ટકા વધુ મત મળ્યા છે.

અરવિંદ કેજરીવાલ 2 "આપ"નો બેઠકોમાં ફિયાસ્કો પણ જનધાર વધ્યો
બેઠકોની સંખ્યાનાં સમીકરણ પ્રમાણે ભલે આમ આદમી પાર્ટીનું સૂરસૂરિયું થયાનું કે ટાઈ-ટાઈ ફીશ થયાનું કે ફિયાસ્કો થયાનું કહી શકાય. પહેલીવાર એક બેઠક જીતી ધમાકેદાર નહિ તો મંદ-મંદ ગતિએ એન્ટ્રી કરી છે તેવું તો ચોક્કસ કહી શકાય તેમ છે. પરંતુ મતની દ્રષ્ટિએ વાત કરીએ તો વાત ‘આપ’ અલગ છે. કારણ કે ૨૦૨૦ની ચૂંટણીમાં સરેરાશ ૧૮ ટકાથી વધુ મત મેળવનાર ૨૧.૭૨ ટકા મત મેળવ્યા છે જે ૨૦૨૦માં સુરતમાં મળેલા ૨૦થી ૨૭ ટકા મતો જેટલા જ છે. ગાંધીનગરમાં આમ આદમી પાર્ટીએ પ્રથમવાર લડીને આટલા મત મેળવ્યા છે. ઘણા વિશ્ર્લેષકો કહે છે તે પ્રમાણે ૧૪૫ વર્ષ જૂની પાર્ટી કોંગ્રેસ અને ૪૫ વર્ષ કરતાં વધુ જૂની પાર્ટી અને ૧૯૯૫થી ગુજરાતમાં જેની સત્તા છે તે ભાજપની સામે ઝઝૂમીને લડત આપીને આ સિદ્ધી મેળવવી તે જેવી તેવી વાત તો હરગીઝ નથી. જેની નોંધ લીધા વગર ચાલે તેવું તો નથી જ.

જ્યારે ગુજરાતમાં બીજી જે ચૂંટણીઓ થઈ છે તેમાં તાલુકા પંચાયતમાં બે બેઠકો મેળવીને ભાજપે ખાતું તો ખોલાવ્યું જ છે. જિલ્લા તાલુકા પંચાયતો અને નગરપાલિકાની પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને મતો તો ૧૫ ટકા કરતાં પ્રમાણમાં મળ્યા હોવાની વાત તો નોંધ્યા વગર ચાલે તેવું છે જ નહીં.

‘આપ’એ ગુજરાતમાં પ્રથમવાર ચૂંટણી લડનારી પાર્ટી છે તેનું સંગઠન સો ટકા ગોઠવાયું નથી હજી ગોઠવાઈ રહ્યું છે. તેવે સમયે તેણે બેઠકોમાં ભલે સામાન્ય દેખાવ કે નબળો દેખાવ કર્યો હોય અને તેમાંય રાજ્યનાં પાટનગરમાં પ્રથમવાર ચૂંટણી લડીને ૨૧ ટકા કરતાં વધુ મતો મેળવવા એ તેની સિદ્ધી તો અવશ્ય કહેવાય.

ભાજપનાં જનાધારમાં સામાન્ય વધારો કોંગ્રેસનાં જનાધારમાં મોટું ગાબડું વચ્ચે આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં ૨૦૨૦ની સામાન્ય ચૂંટણી વખતે કરેલો પગપેસારો આ વખતે પણ જાળવી રાખ્યો છે તે તો નોંધવું જ પડે.

જમ્મુ કાશ્મીર / રાહુલ ગાંધીએ સામાન્ય  નાગરિકોની હત્યા માટે કેન્દ્ર પર નિશાન સાધ્યું, કહ્યું …

Technology / તમે ઘરે બેઠા સિમ કાર્ડ માટે અરજી કરી શકો છો, આ રીતે વેરિફિકેશન પણ થશે

Technology / જુના એન્ડ્રોઇડ મોબાઇલ વેચતા પહેલા જાણી લો, તમે પણ આ રીતે તેનો ઉપયોગ કરી શકો છો