Election/ AMC નાં ભાજપ-કોંગ્રેસનાં આટલા ઉમેદવારોનો છે ગુનાહિત ઈતિહાસ

જ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇને દરેક પક્ષ પૂરી તૈયારીઓ કરી રહ્યા છે.

Trending
PICTURE 4 127 AMC નાં ભાજપ-કોંગ્રેસનાં આટલા ઉમેદવારોનો છે ગુનાહિત ઈતિહાસ

રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇને દરેક પક્ષ પૂરી તૈયારીઓ કરી રહ્યા છે. ત્યારે અમદાવાદ મહાનગર પાલિકાનાં ભાજપ-કોંગ્રેસનાં પસંદ કરાયેલા ઉમેદવારોએ જાહેર કરેલી સંપત્તિ અભ્યાસ અને ગુનાહિત વિગતોમાં ઉમેદવારોનાં એફિડેવિટનાં માધ્યમથી મહત્વની વિગતો બહાર આવી છે.

કોની પાસે કેટલી છે સંપત્તિ?

અમદાવાદ મહાનગર પાલિકાનાં ભાજપ-કોંગ્રેસનાં પસંદ કરાયેલા ઉમેદવારોમાં બન્ને પક્ષનાં 30 થી વધુ ઉમેદવારો કરોડપતિ છે. જેમા સંપત્તિની વાત કરવામાં આવે તો મકતમપુરા કોંગ્રેસનાં સમીર પઠાણ પાસે 16 કરોડ શેર અને 14 કરોડની જમીન છે. થલતેજથી ભાજપનાં ઉમેદવાર હિતેશ બારોટ પાસે ૩૩ કરોડની જમીન છે, સાથે 57 તોલા સોનુ પણ તેમની પાસે છે. સ્ટેડિયમ વોર્ડથી ભાજપનાં ઉમેદવાર પ્રદિપ દવે પાસે 1 કિલો સોનું અને 1 કિલો ચાંદી છે. વળી પાલડી ભાજપનાં પ્રીતિશ મહેતા પાસે 1 કિલો સોનું છે.

કોણે કેટલો કર્યો છે અભ્યાસ?

કોઇ પણ સરકારી નોકરી લેવી હોય તો સામાન્ય માણસની પાસે તે જગ્યા મુજબનો અભ્યાસ કરેલો હોવો જરૂરી છે. પરંતુ શું નેતા બનવા માટે કોઇ અભ્યાસની જરૂર છે. જવાબ મળશે ના.. અમદાવાદ મહાનગર પાલિકાનાં ભાજપ-કોંગ્રેસનાં પસંદ કરાયેલા ઉમેદવારોની વાત કરીએ તો તેમા 38 ઉમેદવારો 10 થતી પણ ઓછો અભ્યાસ કરેલા છે. આપને જણાવી દઇએ કે, અમરાઈવાડીનાં કોંગ્રેસનાં ઉમેદવાર પાર્વતી પરમાર અને તસલીમ આલમ ધોરણ 3 પાસ છે, સરોજ સોની (વટવા ભાજપ) ધોરણ 4 પાસ છે. રેશમાં કુક રાણી (સૈજપુર ભાજપ) ધોરણ 8 પાસ છે. નીતા પરમાર (ઇન્ડિયા કોલોની ભાજપ) ધોરણ 9 પાસ છે. ભરત કાકડીયા (ઇન્ડિયાકોલોની ભાજપ) ધોરણ 9 પાસ છે. પૂનમ દંતાણી (વાસણા કોંગ્રેસ) ધોરણ 7 પાસ છે. ભરતસરગરા (બહેરામપુરા ભાજપ) ધોરણ 8 પાસ છે. કમલા ચાવડા (બહેરામપુરા કોંગ્રેસ) ધોરણ 7 પાસ છે. ઈમ્તિયાઝ શેખ (દરિયાપુર કોંગ્રેસ) ધોરણ 8 પાસ છે. ચંદ્રિકા રાવલ (નારણપુરા કોંગ્રેસ) ધોરણ 7 પાસ છેે.

ભાજપ-કોંગ્રેસનાં 50 થી વધુ ઉમેદવારોનો ઇતિહાસ ગુનાહિત હોવાની પણ એફિડેવિટમાં કબૂલાત થઇ છે. 

સરકારી નોકરી મેળવવી હોય તો સામાન્ય માણસ ગુનાહિત ઇતિહાસ ધરાવતો ન હોવો જોઇએ. જ્યારે નેતા બનવા માટે કોઇ ગુનાહિત ઇતિહાસ હોય કે ન હોય તે જોવાતુ નથી. અહી નીચે જાણો અમદાવાદ મહાનગર પાલિકાનાં ભાજપ-કોંગ્રેસનાં પસંદ કરાયેલા ઉમેદવારોમાં કેટલા ઉમેદવારોનો ગુનાહિત ઇતિહાસ છે.

ઉમેદવારો

કેતન પટેલ ગોતા ભાજપ
અજય દેસાઈ ગોતા ભાજપ
મોના પ્રજાપતિ શાહપુર કોંગ્રેસ
દિનેશ શર્મા ચાંદખેડા કોંગ્રેસ
અકબર ભટ્ટી શાહપુર કોંગ્રેસ
હેમંત પરમાર નવરંગપુરા ભાજપ
નીરવ બક્ષી દરિયાપુર કોંગ્રેસ
ઈમ્તિયાઝ શેખ દરિયાપુર કોંગ્રેસ
દીક્ષિત પટેલ ઠક્કર બાપા નગર ભાજપ
રાજેશ્રી કેસરી બાપુનગર કોંગ્રેસ
પ્રકાશ ગુર્જર બાપુનગર ભાજપ
ભાસ્કર ભટ્ટ રખિયાલ ભાજપ

ઉલ્લેખનીય છે કે, અમદાવાદ મહાનગર પાલિકાનાં ભાજપ-કોંગ્રેસનાં પસંદ કરાયેલા ઉમેદવારોમાં ઘણા ઉમેદવારો ઓછુ ભણેલા છે તો ઘણા ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. ત્યારે હવે જોવાનું રહેશે આગામી ચૂંટણીમાં આ ઉમેદવારોમાંથી કોણ બાજી મારી જાય છે અને કોને હારનો સ્વાદ ચાખવો પડે છે.

Election / ભાજપ સત્તાધીશ થશે તો કોણ બનશે મેયર?

Election: સુરત ભાજપના 9 વોર્ડના ઉમેદવારો પર લાગી આખરી મહોર, યાદી જાહેર

Election / ભાજપે જાહેર કરી જામનગર જીલ્લા પંચાયત અને સિક્કા નપા.ના ઉમેદવારોની યાદી…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ   ઉઇકરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ