Not Set/ ઓડીશા: આ દંપતિ ચલાવે છે અનોખું અનાથાશ્રમ, વાંચીને થઇ જશે આંખ ભીની

કાળાહાંડી અનાથશ્રમ વિશે તો તમે સાભળ્યું જ હશે પરંતુ ઓરિસ્સાના આ અનાથાશ્રમ વિશે તમે નહી સાંભળ્યું નહી. ઘણા માતા-પિતા કોઈ કારણસર નવજાત બાળકોને તરછોડી દેતા હોય છે. પરંતુ દુનિયામાં હજુ પણ માણસાઈ જીવિત છે તેનું ઉદાહરણ આ કપલ પૂરું પાડે છે. Kalahandi: Shyamsundar Jal & Kasturi Jal run an orphanage "Jashoda Ashram" & are parents […]

Top Stories India Trending

કાળાહાંડી

અનાથશ્રમ વિશે તો તમે સાભળ્યું જ હશે પરંતુ ઓરિસ્સાના આ અનાથાશ્રમ વિશે તમે નહી સાંભળ્યું નહી. ઘણા માતા-પિતા કોઈ કારણસર નવજાત બાળકોને તરછોડી દેતા હોય છે. પરંતુ દુનિયામાં હજુ પણ માણસાઈ જીવિત છે તેનું ઉદાહરણ આ કપલ પૂરું પાડે છે.

શ્યામસુંદર જલ અને તેમની પત્ની કસ્તુરી જલ હાલ ૧૩૬ બાળકોના માતા પિતા છે. આ દંપતિ ’ જશોદા આશ્રમ ‘ નામનું અનાથાશ્રમ ચલાવે છે.

અહી રહેલા દરેક બાળકોના માતા-પિતા છે આ દંપતિ. જશોદા આશ્રમમાં મોટા થયેલા બાળકોમાંથી અત્યાર સુધી ૧૯ દીકરીઓના લગ્ન થઇ ચુક્યા છે. જયારે ૧૯ બાળકો KIITમાં ભણી રહ્યા છે.

આ દંપતિએ એક મકાન બનાવ્યું છે. મકાન પર લખ્યું છે તમે બાળકો અહિયાં છોડીને જઈ શકો છો. શ્યામસુંદરે જણાવ્યું કે અમે ડોનેશનની મદદથી ધીરે-ધીરે આ અનાથાશ્રમ વસાવ્યું. અમારા આશ્રમમાં મોટા ભાગના બાળકોમાં દીકરીઓનો સમાવેશ થાય છે. લોકો રસ્તા, બસ, તળાવ કે ગલીમાં બાળક  તરછોડીને જતા રહે છે અને અમે તેને શોધી દઈએ છીએ અને અમારા આશ્રમમાં આશરો આપીએ છીએ. લોકો આવી જગ્યાએ બાળક મુકીને જતા રહે છે એટલે અમને વિચાર આવ્યો કે અમે એક યોગ્ય જગ્યા બનાવી દઈએ કે જેથી બાળકને કોઈ નુકશાન ન થાય તેથી અમે આ એક નાનો રૂમ બનાવી દીધો છે.

જશોદા આશ્રમમાં અનાથ બાળકોને તેઓ માતા-પિતા જેટલો જ પ્રેમ આપે છે. આ બદલ તેમને અત્યાર સુધી ઘણા એવોર્ડ પણ મળી ચુક્યા છે.