Not Set/ આરબીઆઇએ આઇડીબીઆઇ બેંકનું નામ બદલવાનો પ્રસ્તાવ ફગાવ્યો

દેશની મધ્યસ્થ બેંક આરબીઆઇએ આઇડીબીઆઇ બેંકનું નામ બદલવાનો પ્રસ્તાવ ફગાવી દીધો હતો.  સાર્વજનિક ક્ષેત્રની વીમાં કંપની એલઆઇસી દ્વારા આઇડીબીઆઇ બેંકમાં  સરકારની  51 ટકા ભાગીદારીના હસ્તાંતરણ બાદ બેંકનું નામ બદલવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો .આઇડીબીઆઇ બેંકના નિર્દેશક મંડળે ગત મહિને  બેંકનું નામ બદલીને   અલઆઇસી આઇડીબીઆઇ બેંક કે પછી  એલઆઇસી બેંક કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. જે પ્રસ્તાવ […]

Trending
RBI આરબીઆઇએ આઇડીબીઆઇ બેંકનું નામ બદલવાનો પ્રસ્તાવ ફગાવ્યો

દેશની મધ્યસ્થ બેંક આરબીઆઇએ આઇડીબીઆઇ બેંકનું નામ બદલવાનો પ્રસ્તાવ ફગાવી દીધો હતો.  સાર્વજનિક ક્ષેત્રની વીમાં કંપની એલઆઇસી દ્વારા આઇડીબીઆઇ બેંકમાં  સરકારની  51 ટકા ભાગીદારીના હસ્તાંતરણ બાદ બેંકનું નામ બદલવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો .આઇડીબીઆઇ બેંકના નિર્દેશક મંડળે ગત મહિને  બેંકનું નામ બદલીને   અલઆઇસી આઇડીબીઆઇ બેંક કે પછી  એલઆઇસી બેંક કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. જે પ્રસ્તાવ આરબીઆઇએ સ્વીકાર્યો નથી.

આઇડીબીઆઇ બેંકે સૂચનામાં કહ્યું હતું કે  નિર્દેશક મંડળે  19 માર્ચ 2019ના રોજ મળેલી બેઠકમાં  આરબીઆઇની સૂચના પર ધ્યાન આપ્યું હતું.   તેમાં લખ્યું હતું કે દેશની કેન્દ્રીય બેંક  આઇડીબીઆઇ બેંકનું નામ બદલવાનો આગ્રહ સ્વીકારવામાં અસમર્થ છે.   જોકે બેંકે એ સ્પષ્ટ નથી કર્યું કે  નિયામકે કયા કારણોસર બેંકનું નામ બદલવાનો અસ્વીકાર કર્યો છે.

નોંધનીય છે કે  આ મહિનાની શરૂઆતમાં  આરબીઆઇએ આઇડીબીઆઇ બેંક ને સરકારી બેંકના સ્થાને  ખાનગી બેંકમાં વર્ગીકૃત કરી છે.  તેનું કારણ એલઆઇસી દ્વારા આઇડીબીઆઇ બેંકમાં  વધારેમાં વધારે હિસ્સાનું અધિગ્રહણ છે.   ગત વર્ષે  ઓગસ્ટ મહિનામાં મંત્રીં મંડળે બેંકના પ્રવર્તકના રૂપમાં એલઆઇસીને આઇડીબીઆઇ બેંકના નિયંત્રિત હિસ્સેદારી કરવા મંજૂરી આપી હતી. અને આ  અધિગ્રહણ બાદ બેંકે નામ બદલવાનો પ્રસ્તાવ મૂક્યો હતો . જે આરબીઆઇએ નકાર્યો છે.