Gujarat Assembly Election 2022/ વઢવાણમાં બદલાયા ભાજપના ઉમેદવાર, જાણો હવે કોને મળી ટિકિટ

વઢવાણમાં ભાજપના ઉમેદવાર બદલાયા છે. વઢવાણ વિધાનસભા બેઠક પર ભાજપ દ્વારા ઉમેદવારનું નામ બદલાયું છે. જીજ્ઞાબેન પંડ્યાને સ્થાને નવા ઉમેદવાર તરીકે જગદીશભાઈ મકવાણાને ટિકિટ આપવામાં આવી છે.

Top Stories Gujarat Gujarat Assembly Election 2022 Others
વઢવાણમાં

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને એક પછી એક રાજકીય પાર્ટીઓ પોતાના ઉમેદવારોના નામ જાહેર કરી રહી છે.ઉમ્મેદવારોના નામ સામે આવ્યા બાદ ઘણા નેતાઓ પોતાની પાર્ટીથી નારાજ જોવા મળી રહ્યા છે ત્યારે આવામાં વઢવાણમાં ભાજપના ઉમેદવાર બદલાયા છે. વઢવાણ વિધાનસભા બેઠક પર ભાજપ દ્વારા ઉમેદવારનું નામ બદલાયું છે. જીજ્ઞાબેન પંડ્યાને સ્થાને નવા ઉમેદવાર તરીકે જગદીશભાઈ મકવાણાને ટિકિટ આપવામાં આવી છે. વઢવાણ બેઠક પર ભાજપ દ્વારા ઉમેદવાર બદલાતા નવા જૂની થવાના એંધાણ જોવા મળી રહ્યા છે. જીલ્લા ભાજપ પ્રમુખ તરીકે હાલ જગદીશ મકવાણા ફરજ બજાવે છે.

Untitled 54 વઢવાણમાં બદલાયા ભાજપના ઉમેદવાર, જાણો હવે કોને મળી ટિકિટ

વઢવાણ ગુરુવારે રાત્રે દલવાડી સમાજ ના લોકો મોટી સંખ્યામાં મીટીંગ બોલાવી હતી તેને લઇને રાજ કારણ ગરમાયું હતુ તેને લઇને આજે ભારતીય જનતા પાર્ટી ના ઉમેદવાર નવા ઉમેદવાર જગદીશભાઈ મકવાણા ટીકીટ આપી હતી.જગદીશ મકવાણા સુરેન્દ્રનગર જિલ્લાના ભારતીય જનતા પાર્ટી ના પ્રમુખ રહી ચુક્યા છે.પોતે દલવાડી સમાજ માથી આવે છે તેમનુ મુળ વતન લીબડી તાલુકાના શિયાણીના વતની છે.

વઢવાણ બેઠક પર ભાજપ દ્વારા જીજ્ઞાબેન પંડ્યાને ટિકિટ આપવામાં આવી છે. ભાજપ દ્વારા વઢવાણ બેઠક પર મહિલા ઉમેદવાર તરીકે શિક્ષિકા તરીકે ફરજ બજાવતા જીજ્ઞાબેન પંડ્યાનું નામ જાહેર કરવામાં આવ્યું હતુ.

જો કે આજે જીજ્ઞાબેન પંડ્યાનો એક પત્ર સામે આવ્યો છે. જેમાં તેઓએ જણાવ્યું છે કે, હું છેલ્લા 20 વર્ષથી ભાજપ માટે કામ કરું છું. મને યોગ્ય સમજીને વઢવાણ બેઠક પર ઉમેદવાર તરીકે જાહેર કરવા બદલ હું વડાપ્રધાન મોદી અને ભાજપનો આભાર વ્યક્ત કરું છું.

આ સાથે જ તેમણે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાને વિનંતી કરી છે કે, વઢવાણ વિધાનસભા વિસ્તારમાં મારી જગ્યાએ અન્ય કોઈ ઉમેદવારને તક આપવામાં આવે.

જો કે હજુ સુધી જીજ્ઞાબેન પડ્યાએ ક્યા કારણોસર ચૂંટણી લડવાનો ઈનકાર કર્યો, તેના વિશે સત્તાવાર જાણકારી નથી મળી. હવે જો તેઓ ચૂંટણી નહીં લડે, તો આ બેઠક પર ભાજપ દ્વારા અન્ય ક્યા ઉમેદવારને તક આપવામાં આવે છે? તે જોવું રહ્યું.

જણાવી દઈએ કે, જીજ્ઞાબેન પંડ્યા હાલ પાલિકાના સભ્ય પણ છે. જીજ્ઞાબેન જૈન પરિવારમાંથી આવે છે અને બ્રાહ્મણ સાથે લગ્ન કર્યાં છે. આમ વઢવાણ બેઠક પર બ્રાહ્મણ અને જૈન એક બન્ને જ્ઞાતિની વોટબેંકનું ગણિત ધ્યાનમાં રાખીને જીજ્ઞાબેન પંડ્યાની પસંદગી કરી હતી.

આ પણ વાંચો:ભાજપે 4 ઝોન માટે 7 મોટા નેતાઓને સોંપી જવાબદારી.. જાણો કોણ ક્યાંથી કરશે ડેમેજ કંટ્રોલ

આ પણ વાંચો: ગુજરાત ચૂંટણીમાં OPS બન્યો મોટો ચૂંટણી મુદ્દો, ભાજપે

આ પણ વાંચો:ભાજપના નેતા મધુ શ્રીવાસ્તવે ધારાસભ્ય પદ પરથી આપ્યું