Political/ ભાજપે મહિલા મોરચાને આગામી ચૂંટણી માટે મહત્વની જવાબદારી સોંપી

મહિલા મોરચાની બહેનોએ મતદાતા બહેનોને માટે છત્ર રૂપ સહાયક રહેવા આહવાહન ઉપાધ્યક્ષ ઝડફિયા દ્વારા કરવામાં આવ્યું હતું.

Top Stories Gujarat
3 14 ભાજપે મહિલા મોરચાને આગામી ચૂંટણી માટે મહત્વની જવાબદારી સોંપી

અગામી વિધાનસભા 2022 ચૂંટણીના પડઘમ વાગી ચુક્યા છે ત્યારે ભાજપ કાર્યાલય કમલમ ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અધ્યક્ષતામાં મહિલા મોરચાની બેઠક મળી હતી. જેમાં આગામી વિધાનસભા ચૂંટણી 2022માં મહિલા મોરચાની બહેનોએ ચૂંટણીના છેલ્લા મતદાન સુધી સક્રિય રહેવું. મહિલા મોરચાની બહેનોએ મતદાતા બહેનોને માટે છત્ર રૂપ સહાયક રહેવા આહવાહન ઉપાધ્યક્ષ ઝડફિયા દ્વારા કરવામાં આવ્યું હતું.મહિલા મોરચાને સક્રિય થવા આહવાહન સાથે આગામી કાર્યક્રમોમાં વિધાનસભામાં મહિલા મોરચાએ 50% મતદાનની જવાબદારી મહિલા મોરચા પર છે.

વિધાનસભામાં મહિલા મોરચા દ્વારા ભવ્ય મહિલા સંમેલનના આયોજન કરવા તથા હેલો કમલ શક્તિ અભિયાન અંતર્ગત વધુમાં વધુ મિસ કોલ કરાવી મહિલાઓને પક્ષ પાસે શું અપેક્ષા છે એ જાણવા અભિયાન રૂપે કાર્ય કરવું જોઈએ. સમાજના વિવિધ ક્ષેત્રમાં જેમકે, સામાજિક-ધાર્મિક સંસ્થાઓ, સમાજના સંગઠનો, NGO,ભજન મંડળી, દૂધ મંડળી જેવી જે સામાજિક પ્રભુત્વ ધરાવતા સ્થાનો પર બહેનોને આત્મીયતાથી મળવા પર ભાર મૂકવો. ચૂંટણીના છેલ્લા મતદાન સુધી કાર્યરત રહેવું, સરકાર દ્વારા મહિલાઓ માટે થયેલ કાર્યોને નીચે સુધી પહોંચાડવા સેતુ બનવું. હેલો કમલ શક્તિ અભિયાન અંતર્ગત વધુમાં વધુ મિસ કોલ કરાવી મહિલાઓને પક્ષ પાસે શું અપેક્ષા છે એ જાણવા અભિયાન રૂપે કાર્ય કરવું જોઈએ.