Not Set/ ભાજપના મહામંત્રી સામે રામજી મંદિર તોડીપાડી બંગલો બનાવવાનો આક્ષેપ

ગજાનંદ મહંતે પોતાની રાજકીય વગ વાપરી ગ્રામજનોને ભરમાવી રામજી મંદિર રાતોરાત ખસેડી ત્યાં પોતાના રહેઠાણ માટે બંગલો બનાવી દીધો છે. રામજી મંદિરની પવિત્ર ભૂમિ પર ટોયલેટ બાંધી દેવાતા ગ્રામજનોની ધાર્મિક લાગણી પણ દુભાઈ છે.

Gujarat Trending
navsari 8 ભાજપના મહામંત્રી સામે રામજી મંદિર તોડીપાડી બંગલો બનાવવાનો આક્ષેપ
  • ગ્રામજનોનું જિલ્લા કલેકટરને આવેદન
  • ટ્રસ્ટની મિલકતો પણ પચાવીપાડી હોવાની ફરિયાદ

એક તરફ દેશભરમાં રામ મંદિર નિર્માણને પ્રચંડ જન સમર્થન મળી રહ્યું છે. ભાજપ સહિત આજે દેશના ટોચના તમામ નેતા ભગવાન રામના શરણે આવ્યા છે. અને રામ મંદિર અને અયોધ્યા યાત્રા માટે આગામી ચુંટણીમાં વિવિધ પ્રલોભન આપી રહ્યા છે. ત્યારે અહીં ગુજરાત ભાજપના એક નેતા ઉપર રામ મંદિરના સ્થાને પોતાનો બંગલો બનાવી દેવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.

પ્રાપ્ત વિગતો અનુસાર ભરૂચના દેત્રાલ ગામે ભાજપના જ તાલુકાના મહામંત્રીએ રામજી મંદિરની મિલકતો પચાવી પાડી રામજી મંદિર તોડી ત્યાં પોતાના રહેઠાણનો બંગલો બનાવી દેવાના આક્ષેપો ઉઠી રહ્યા છે. દેત્રાલ ગામના લોકોએ AHPને સાથે રાખી જિલ્લા કલેકટરને રામજીનું મંદિર મૂળ સ્થાને ફરી સ્થાપિત કરી ટ્રસ્ટની મિલકતો પચાવી પાડનાર ભાજપના તાલુકા મહામંત્રી ગજાનંદ મહંત સામે કાયદેસર કાર્યવાહી કરવાની માંગ ઉઠાવતા તેના ઘેરા પ્રત્યાઘાતો ઉભા થયા છે.

bharuch 2 ભાજપના મહામંત્રી સામે રામજી મંદિર તોડીપાડી બંગલો બનાવવાનો આક્ષેપ

દેત્રાલ ગામના લોકોએ જિલ્લા કલેકટરને આપેલ આવેદનમાં જણાવ્યા મુજબ ભાજપના તાલુકા મહામંત્રી ગજાનંદ મહંતના પત્ની છેલ્લા ૨૫ વર્ષથી ગામના સરપંચ તરીકે વહીવટ કરે છે. ગજાનંદ મહંતે પોતાની પત્નીના સરપંચ તરીકેના હોદ્દાનો દુરુપયોગ કરી ગામમાં આવેલ શ્રી ઠાકોરજી ઉર્ફે રામજી મંદિર ટ્રસ્ટમાં પોતાના મળતીયા અને કુટુંબના સભ્યોને બોગસ કાગળો ઉપજાવી કાઢી સભ્યો બનાવ્યા હતા. એટલું જ નહીં ગજાનંદ મહંતે પોતાની રાજકીય વગ વાપરી ગ્રામજનોને ભરમાવી રામજી મંદિર રાતોરાત ખસેડી ત્યાં પોતાના રહેઠાણ માટે બંગલો બનાવી દીધો છે. રામજી મંદિરની પવિત્ર ભૂમિ પર ટોયલેટ બાંધી દેવાતા ગ્રામજનોની ધાર્મિક લાગણી પણ દુભાઈ છે.

ગજાનંદ મહંત સામે અવાજ ઉઠાવનારને માર મારી જાનથી મારી નાખવાની ધમકીઓ અપાતી હોવાની ગંભીર ફરિયાદ પણ આવેદનમાં ઉઠાવવામાં આવી છે. સાથે ગજાનંદ મહંતે બનાવેલ મકાનને દૂર કરી ત્યાં ફરી રામજીની સ્થાપના કરવામાં આવે તેવી માંગ ગ્રામજનોએ ઉઠાવી છે.

navsari 9 ભાજપના મહામંત્રી સામે રામજી મંદિર તોડીપાડી બંગલો બનાવવાનો આક્ષેપ

ગ્રામજનોની માંગણીઓ

  •  મૂર્તિ હટાવી બનાવેલ મકાનને તોડી પાડી ભગવાન શ્રીરામની મૂર્તિને તેના મૂળ સ્થાને સ્થાપિત કરવામાં આવે
  •  ગજાનંદ મહંત પાસેથી ટ્રસ્ટની મિલકતો લઈ ગ્રામજનોને સોંપવામાં આવે.
  •  નવા ટ્રસ્ટી મંડળની સ્થાપના ન થાય ત્યાં સુધી ટ્રસ્ટનો વહીવટ આ.ચેરિટી કમિશનર હસ્તક રહે.
  • ગજાનંદ મહંત સામે તત્કાલ લેન્ડગ્રેબિંગ એકટ હેઠળ કાર્યવાહી કરવામાં આવે.
  •  હિંસક હુમલો કરવાના કેસમાં ગજાનંદ મહંત અને તેના પુત્રની તત્કાલ ધરપકડ કરવામાં આવે.
  •  ગજાનંદ મહંતની પત્નીને દેત્રાલ ગામના સરપંચના હોદ્દા પરથી દૂર કરવામાં આવે.
  •  માથાભારે અને રાજકીયવગ ધરાવતા ગજાનંદ મહંત અને તેના પુત્ર સામે ગ્રામજનોને સુરક્ષા આપવામાં આવે.

ધર્માંતરણ મામલો / ભરૂચના પ્રવિણને સલમાન બન્યા બાદ હવે મળી રહી છે ધમકી,

પરંપરા / કુળદેવી ગણાતી માવલી માતાને રીઝવવા સળગતા લાકડાનો શરીર પર કરે છે ઘા…

પરંપરા / કુળદેવી ગણાતી માવલી માતાને રીઝવવા સળગતા લાકડાનો શરીર પર કરે છે ઘા…

ધર્માંતરણ / ભરૂચ પાસેના કાંકરિયા ગામના 100 થી વધુ હિંદુઓનું ધર્માંતરણ

અમદાવાદ / AMCના લારીઓ હટાવવાના આદેશનો વિરોધ, AIMIMના કાર્યકરોએ કર્યું વિરોધ પ્રદર્શન

ગુજરાત /  હવે નગરપાલિકાના કર્મચારીઓ કાળી પટ્ટી ધારણ કરી કરશે વિરોધ, જાણો કેમ ?

કોરોના કેસમાં વધારો / અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ આવવાની શરૂઆત