Not Set/ રાહુલ ગાંધીના ગઢમાં ભાજપ

કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી હાલ ગુજરાત ચૂંટણી માટે વ્યસ્ત છે અને તેઓ ત્રણ દિવસની ગુજરાત મુલકાતે છે, ત્યારે કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાની સોમવારે રાહુલ ગાંધીના ગઢ અમેઠીની મુલાકાતે છે. સ્મૃતિ ઈરાનીની આ મુલાકાત  ભાજપના પ્રમુખ અમિત શાહના આગમન પહેલા છે અને તેઓ હાલ શાહના અમેઠી પ્રવાસની પૂર્વતૈયારી માટે અહી આવ્યા છે. ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ […]

India
smriti irani pti 875 રાહુલ ગાંધીના ગઢમાં ભાજપ

કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી હાલ ગુજરાત ચૂંટણી માટે વ્યસ્ત છે અને તેઓ ત્રણ દિવસની ગુજરાત મુલકાતે છે, ત્યારે કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાની સોમવારે રાહુલ ગાંધીના ગઢ અમેઠીની મુલાકાતે છે. સ્મૃતિ ઈરાનીની આ મુલાકાત  ભાજપના પ્રમુખ અમિત શાહના આગમન પહેલા છે અને તેઓ હાલ શાહના અમેઠી પ્રવાસની પૂર્વતૈયારી માટે અહી આવ્યા છે. ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ ૧૦ ઓક્ટોબરના રોજ અમેઠીની મુલાકતે આવી રહ્યા છે. મહત્વનું છે કે, અગાઉ રાહુલ ગાંધીએ ત્રણ દિવસ માટે અમેઠીની મુલાકાત લીધી હતી.

સ્મૃતિ ઈરાની આ પ્રવાસ દરમિયાન સ્થાનિક કાર્યાલયમાં કાર્યકરો અને પક્ષના નેતાઓ સાથે મળશે તેમજ અમિત શાહના કાર્યક્રમના સ્થળ કાહારની પણ મુલાકાત લેશે. આ પછી તેઓ સાંજે ૪ વાગ્યે જગદીશપુરની સેલ ફેક્ટરીની મુલાકાત લેશે.

અમેઠી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા બહાર પાડવામાં આવેલા સત્તાવાર નિવેદન મુજબ, ૧૦ ઓકટોબરે અનેક યોજનાઓ અને પ્રોજેક્ટ્સનો ઉદ્ઘાટન થવાની શક્યતા છે. આ પ્રસંગે, કાર્યક્રમમાં ભાજપના પ્રમુખ અમિત શાહ, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને સ્મૃતિ ઈરાની સંબોધન કરશે. આ પ્રસંગે વિવિધ યોજનાઓના લાભાર્થીઓને પ્રમાણપત્રો પણ વહેંચવામાં આવશે.