Not Set/ ‘મારણ શક્તિ’ ના નિવેદન અંગે પ્રજ્ઞા ઠાકુરને નોટિસ આપ્યાનો, – ભાજપનો નનૈયો

મધ્યપ્રદેશની ભોપાલ લોકસભા બેઠક પરથી ભાજપના સાંસદ પ્રજ્ઞા ઠાકુર  પોતાના વિવાદિત નિવેદનોને કારણે હમેશા ચર્ચામાં છે. ભાજપના નેતાઓના તાજેતરના નિધન અંગે તેમણે કહ્યું કે વિપક્ષ “મારણ શક્તિ” નો પ્રયોગ કરી રહયું છે. તેમના આ નિવેદન અંગે ઘણી ટીકાઓ થઈ હતી. આ પછી એવા સમાચાર આવ્યા હતા કે તેમને પક્ષ દ્વારા નોટિસ આપવામાં આવી છે. હવે […]

Top Stories India Politics
pragya thakur 'મારણ શક્તિ' ના નિવેદન અંગે પ્રજ્ઞા ઠાકુરને નોટિસ આપ્યાનો, - ભાજપનો નનૈયો

મધ્યપ્રદેશની ભોપાલ લોકસભા બેઠક પરથી ભાજપના સાંસદ પ્રજ્ઞા ઠાકુર  પોતાના વિવાદિત નિવેદનોને કારણે હમેશા ચર્ચામાં છે. ભાજપના નેતાઓના તાજેતરના નિધન અંગે તેમણે કહ્યું કે વિપક્ષ “મારણ શક્તિ” નો પ્રયોગ કરી રહયું છે. તેમના આ નિવેદન અંગે ઘણી ટીકાઓ થઈ હતી. આ પછી એવા સમાચાર આવ્યા હતા કે તેમને પક્ષ દ્વારા નોટિસ આપવામાં આવી છે. હવે આ સમાચારને મધ્ય પ્રદેશ ભાજપના મીડિયા પ્રભારી લોકેન્દ્ર પરાશરે ફગાવી દીધા છે.

પરાશરે કહ્યું કે પ્ર્જ્ઞને કોઈ જ નોટિસ આપવામાં નથી આવી. તેમણે કહ્યું હતું કે પ્રજ્ઞા ઠાકુર ને નોટિસ આપવામાં આવી છે, તે સમચાર તદન ખોટા છે. પ્રજ્ઞા ઠાકુરને કોઈ નોટિસ આપવામાં આવી નથી. આ સમાચાર ખોટા છે. એવા અહેવાલો આવ્યા છે કે સાધ્વી પ્રજ્ઞા પક્ષમાં એકલા થઈ ગયા છે અને ભાજપે જાહેર સ્થળોએ બોલવાની ના પાડી દીધી છે. પક્ષનું કહેવું છે કે તાજેતરના મહિનાઓમાં તેમના નિવેદનોથી નેતૃત્વ શરમજનક સ્થિતિ અનુભવી રહ્યું છે.

સમાચારમાં એવું કહેવામાં આવ્યું હતું કે ભાજપના મધ્ય પ્રદેશ એકમના પ્રમુખ રાકેશસિંહે પ્રજ્ઞા ઠાકુરને ચેતવણી આપી છે કે જો તેઓ ફરીથી આવા વિવાદિત નિવેદન આપે તો તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. 26 ઓગસ્ટે પ્રજ્ઞા ઠાકુરે ફરી એકવાર પોતાના નિવેદનથી ભાજપને બેકફૂટ પર લાવીને મૂકી દીધી છે. મધ્ય પ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન બાબુલાલ ગૌર માટે ભોપાલમાં આયોજિત શ્રદ્ધાંજલિ સભામાં તેમણે કહ્યું હતું કે કોંગ્રેસ ભાજપના નેતાઓ વિરુદ્ધ “મારણ શક્તિ” નો પ્રયોગ કરી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.