telangana news/ તેલંગણામાં મંદિર તોડી પાડવાનો વિરોધ કરનારી ભાજપની નેતાની ધરપકડ

દુર્ગા પૂજાના વિસર્જન બાદ દેશમાં ઘણી જગ્યાએથી ખરાબ સમાચારો સામે આવી રહ્યા છે. બહરાઇચ બાદ હવે તેલંગાણાના સિકંદરાબાદમાં પણ વિરોધ પ્રદર્શન શરૂ થયા છે. મંદિર તોડી પાડવાનો વિરોધ કરનારાઓમાં ભાજપના નેતા માધવી લતા પણ સામેલ હતા.

India Breaking News

Hyderabad: દુર્ગા પૂજાના (Durga Puja)વિસર્જન બાદ દેશમાં ઘણી જગ્યાએથી ખરાબ સમાચારો સામે આવી રહ્યા છે. બહરાઇચ બાદ હવે તેલંગાણાના સિકંદરાબાદ (Sikandarabad) માં પણ વિરોધ પ્રદર્શન શરૂ થયા છે. મંદિર તોડી પાડવાનો વિરોધ કરનારાઓમાં ભાજપના નેતા માધવી લતા (Madhavi Lata) પણ સામેલ હતા. કાર્યવાહી કરતા તેલંગાણા પોલીસે માધવી લત્તાની ધરપકડ કરી છે. માધવી લતાની ધરપકડ બાદ મામલો વધુ ગંભીર બની ગયો છે. સિકંદરાબાદમાં તેમના સમર્થકોએ હંગામો મચાવ્યો છે.

શું છે મામલો?

વાસ્તવમાં, સિકંદરાબાદના મુથ્યાલમ્મા મંદિરમાં કથિત તોડફોડનો મામલો સામે આવ્યો છે. ઘણા લોકોનો આરોપ છે કે કોઈ અજાણ્યા વ્યક્તિએ મંદિરમાં ઘૂસીને પવિત્ર મૂર્તિને તોડી નાખી છે. આરોપીએ મંદિરને પણ અપવિત્ર કર્યું છે. જ્યારે સ્થાનિક લોકોને આ વાતની જાણ થઈ તો તેઓએ આરોપીને પકડીને પોલીસને હવાલે કર્યો. આ મામલો સમગ્ર વિસ્તારમાં આગની જેમ ફેલાઈ ગયો હતો. ઘણા લોકોએ આ ઘટનાનો વિરોધ શરૂ કર્યો. વિરોધ પ્રદર્શન કરનારા લોકોમાં ભાજપના નેતા માધવી લતા પણ હાજર હતી.

ભડકાઉ ભાષણ

માધવી લતાએ આ બનાવ અંગે વિના વિચાર્યે ભડકાઉ ભાષણ આપ્યું હતું. તેના લીધે આખા વિસ્તારમાં ઉશ્કેરાટ ફેલાઈ ગયો હતો. જ્યારે પોલીસ તપાસમાં મૂર્તિ તોડનાર હિંદુ નીકળ્યો હતો અને તે પાગલ એટલે કે માનસિક રીતે અસ્વસ્થ હતો. આ પ્રકારના બેફામ નિવેદનના પગલે વિસ્તારની શાંતિનો ભંગ કરવાનો આરોપ પણ તેના પર લાગ્યો છે.

ભાજપના અનેક નેતાઓની ધરપકડ

વાસ્તવમાં, સિકંદરાબાદના મુથ્યાલમ્મા મંદિરમાં કથિત તોડફોડનો મામલો સામે આવ્યો છે. ઘણા લોકોનો આરોપ છે કે કોઈ અજાણ્યા વ્યક્તિએ મંદિરમાં ઘૂસીને પવિત્ર મૂર્તિને તોડી નાખી છે. આરોપીએ મંદિરને પણ અપવિત્ર કર્યું છે. જ્યારે સ્થાનિક લોકોને આ વાતની જાણ થઈ તો તેઓએ આરોપીને પકડીને પોલીસને હવાલે કર્યો. આ મામલો સમગ્ર વિસ્તારમાં આગની જેમ ફેલાઈ ગયો હતો. ઘણા લોકોએ આ ઘટનાનો વિરોધ શરૂ કર્યો. વિરોધ પ્રદર્શન કરનારા લોકોમાં ભાજપની નેતા માધવી લતા પણ હાજર હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: આગ્રામાં ત્રણ દિવસ સુધી બંધક બનાવીને ડ્રગ્સ આપી બાર ડાન્સર પર બળાત્કાર

આ પણ વાંચો: નોટરીની એફિડેવિટના આધારે કરાયેલા લગ્ન કે છૂટાછેડા માન્ય નહીઃ કેન્દ્ર

આ પણ વાંચો: ત્રણ ફ્લાઈટ અને એક ટ્રેનને બોમ્બથી ફૂંકી મારવાની ધમકીને પગલે ફફડાટ,ઈન્ડિગો ફ્લાઈટનું ચેકિંગ શરૂ