Not Set/ મમતા બેનર્જી સુપર્ણખાની ભૂમિકા ભજવી રહી, સુરેન્દ્રસિંહે આપ્યું વિવાદાસ્પદ નિવેદન

ગત સોમવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના પાર્ટીના ધારાસભ્યો અને સાંસદોને મીડિયા સામે કાળજીપૂર્વક સમજી વિચારીને નિવેદન આપવા સલાહ આપી હતી. પરંતુ અમે લાગી રહ્યું છે કે પાર્ટીના નેતાઓ વડાપ્રધાનની વાત માનવા તૈયાર નથી. ભાજપના એક ધારાસભ્યનુ વિવાદિત નિવેદન સામે આવ્યુ છે જેમાં તેમણે મમતા બિનર્જીને સુપર્ણખા કહ્યા હતા. ચુંટણી પહેલા પશ્ચિમ બંગાળમાં સુરેન્દ્રસિંહે જણાવ્યું હતું કે, […]

India
166592 211060 163464 mamata 1 મમતા બેનર્જી સુપર્ણખાની ભૂમિકા ભજવી રહી, સુરેન્દ્રસિંહે આપ્યું વિવાદાસ્પદ નિવેદન

ગત સોમવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના પાર્ટીના ધારાસભ્યો અને સાંસદોને મીડિયા સામે કાળજીપૂર્વક સમજી વિચારીને નિવેદન આપવા સલાહ આપી હતી. પરંતુ અમે લાગી રહ્યું છે કે પાર્ટીના નેતાઓ વડાપ્રધાનની વાત માનવા તૈયાર નથી. ભાજપના એક ધારાસભ્યનુ વિવાદિત નિવેદન સામે આવ્યુ છે જેમાં તેમણે મમતા બિનર્જીને સુપર્ણખા કહ્યા હતા.

ચુંટણી પહેલા પશ્ચિમ બંગાળમાં સુરેન્દ્રસિંહે જણાવ્યું હતું કે, મમતા બેનર્જી સુપર્ણખાની ભૂમિકા ભજવી રહી છે. મોદી અને શાહ મળીને તેમનુ નાક કાપીને રહેશે. ભાજપના ધારસભ્ય સુરેન્દ્રસિંહે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીને લઈને આ વિવાદાસ્પદ નિવેદન આપ્યુ છે. તેમણે જણાવ્યુ હતું કે હિન્દુઓને બંગાળમાંથી જમ્મુ-કાશ્મીરાની જેમ બહાર કાઢવામાં આવી રહ્યા છે.

સુરેન્દ્રસિંહ આ પહેલા પણ વિવાદાસ્પદ નિવેદન આપી ચુક્યા છે આ પહેલા તેમણે ઉન્નાવ ગેંગરેપ કેસમાં આરોપી ધારાસભ્ય કુલદિપસિંહ સેંગરના સમર્થનમાં નિવેદન આપ્યુ હતું કે કોઈપણ ૩-૪ બાળકોની માતા સાથે દુષ્કર્મ કરી શકે નહીં. આ શક્ય જ નથી.

બાંગ્લાદેશના આતંકીઓ બંગાળમાં ઘુસી રહ્યા છે અને હિન્દુઓને હેરાન કરી રહ્યા છે. આપણુ નસીબ છે કે કેન્દ્રમાં નરેન્દ્ર મોદી જેવા નેતા બેઠા છે. જેમની મદદથી અમે બંગાળમાં તમામ વિદેશી તાકાતોને બહાર ફેંકી દઈશું. મમતા બેનર્જી સુપર્ણખા જેવા છે, મોદી અને શાહ મળીને તેમનુ નાક કાપીને રહેશે.

પશ્ચિમ બંગાળના બલિયા જિલ્લાની બૈરીયા બેઠક પરથી સુરેન્દ્રસિંહે જણાવ્યુ હતું કે બંગાળમાં લોકોની હત્યા થઈ રહી છે અન મુખ્યમંત્રી મમતા બેનર્જી કોઈ પણ એક્શન કરવા તૈયાર નથી. બંગાળમાં હિન્દુઓ સુરક્ષિત નથી, તેમજ ઝડપથી આ મુદ્દે કંઈ કરવામાં નહીં આવે તો બંગાળની હાલત જમ્મુ કાશ્મીર જેવી થશે. કોંગ્રેસ તો પહેલાથી જ રાવણની ભૂમિકામાં છે તેની પાસે કંઈ આશા રખાઈ શકાય તેમ નથી.