Not Set/ IPL સ્પોટ ફિક્સિંગ, જે ડે હત્યા સહિતના આ 5 મુખ્ય કેસો હિમાંશુ રોયે કર્યા હતા સોલ્વ

મુંબઈ, મુંબઈ પોલીસના એન્કાઉન્ટર સ્પેશિયલિસ્ટ અને ATSના પૂર્વ ચીફ હિમાંશુ રોયે આત્મહત્યા કરી લીધી છે. શુક્રવારે IPS ઓફિસર રોયે પોતાની સર્વિસ રિવોલ્વર દ્વારા જ ગોળી મારીને આત્મહત્યા કરી લીધી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, તેઓએ પોતાના સરકારી ઘરમાં શુક્રવાર બપોરે લગભગ ૧.૪૦ વાગ્યે પોતાની જ સર્વિસ રિવોલ્વર દ્વારા મોમાં ગોળી મારીને આત્મહત્યા કરી હતી. તેઓ ૫૪ […]

India
IPL સ્પોટ ફિક્સિંગ, જે ડે હત્યા સહિતના આ 5 મુખ્ય કેસો હિમાંશુ રોયે કર્યા હતા સોલ્વ

મુંબઈ,

મુંબઈ પોલીસના એન્કાઉન્ટર સ્પેશિયલિસ્ટ અને ATSના પૂર્વ ચીફ હિમાંશુ રોયે આત્મહત્યા કરી લીધી છે. શુક્રવારે IPS ઓફિસર રોયે પોતાની સર્વિસ રિવોલ્વર દ્વારા જ ગોળી મારીને આત્મહત્યા કરી લીધી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર, તેઓએ પોતાના સરકારી ઘરમાં શુક્રવાર બપોરે લગભગ ૧.૪૦ વાગ્યે પોતાની જ સર્વિસ રિવોલ્વર દ્વારા મોમાં ગોળી મારીને આત્મહત્યા કરી હતી. તેઓ ૫૪ વર્ષના હતા.

અન્ડરવર્લ્ડ માટે ખૌફનું નામ બનેલા હિમાંશુ રોય હાલમાં મહારાષ્ટ્રના ADGP (હાઉસીંગ)ના પદ પર નિયુક્ત હતા. જયારે આ પહેલા તેઓ મહારાષ્ટ્રના ADGP (પ્લાનિંગ એન્ડ કોર્પોરેશન), મહારાષ્ટ્ર ATSના ચીફ તેમજ ૨૦૦૯માં તેઓને મુંબઈના જોઈન્ટ કમિશનરના પદ પર પણ નિયુક્ત કરાયા હતા.

આ કાર્યકાળ દરમિયાન તેઓએ IPL સ્પોટ ફિક્સિંગન મામલામાં વિંદુ દારા સિંહની ધરપકડ, ૨૬/૧૧ આતંકી હુમલામાં જીવતા પકડાયેલા કસાબનો કેસ, અન્ડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમના ભાઈ ઈકબાલ કાસકરના ડ્રાઈવરનું એન્કાઉન્ટર, પત્રકાર જે ડે હત્યા પ્રકરણ, વિજય પલાંડે – લૈલા ખાન ડબલ મર્ડર જેવા અનેક હાઇપ્રોફાઇલ કિસ્સાઓમાં જોડાયેલું છે.

પરંતુ આ મુખ્ય ૫ કેસોમાં આ હિમાંશુ રોયનું નામ જોડાયેલું છે.

૧. ૨૬/૧૧ આતંકી હુમલામાં જીવતા પકડાયેલા કસાબનો કેસ

હિમાંશુ રોય ૨૬/૧૧ના આતંકી હુમલામાં શામેલ અને જીવતા પકડાયેલા આતંકવાદી આમિર અજમલ ક્સાબનો કેસ પણ હેન્ડલ કર્યો હતો. આતંકી હુમલામાં જીવતા પકડાયા બાદ પાકિસ્તાન દ્વારા પોતાનો નાગરિક ન માનવા ઇન્કાર કર્યા બાદ તેઓએ આં કેસ સાથે જોડતી કડી સાથેના તમામ તથ્યો રજૂ કર્યા હતા.

આ ઉપરાંત તેઓએ કસાબ સાથે પુછતાછ પણ કરી હતી અને અંતે કસાબને દોષિત માનતા કોર્ટે તેને ફાંસીના ફંદા પર લટકાવવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.

૨. લૈલા ખાન મર્ડર કેસ 

બોલીવુડ અભિનેત્રી લૈલા ખાન મર્ડર કેસને પણ હિમાંશુ રોયે હેન્ડલ કર્યો હતો. ૨૦૧૧માં આ કેસ સામે આવ્યો હતો અને ત્યારબાદ ૨૦૧૨માં બોમ્બે હાઈકોર્ટે આ કેસને મુંબઈ ક્રાઈમ બ્રાંચને ટ્રાન્સફર કર્યો હતો.

૩. IPL સ્પોટ ફિક્સિંગ

વર્ષ ૨૦૧૩માં IPL સ્પોટ ફિક્સિંગનો કેસ સામે આવ્યો હતો. ત્યારે પણ આ કેસને હિમાંશુ રોયે લીડ કર્યો હતો. IPS ઓફિસર હિમાંશુ રોયે આ મામલે બોલીવુડના એક્ટર વિન્દુ દારા સિંહની ધરપકડ કરી હતી.

આ ઉપરાંત તેઓએ ચેન્નઈ સુપર કિંગ્સના માલિક અને પૂર્વ BCCI ચીફ એન. શ્રીનિવાસનના જમાઈ ગુરુનાથ મયપ્પ્ન સાથે પણ પૂછપરછ કરી હતી અને આ મામલે દોષિત બતાવ્યા હતા.

૪. પત્રકાર જે ડે મર્ડર કેસ

પત્રકાર જ્યોતિમર્ય ડેની ૧૧ જુન, ૨૦૧૧માં મુંબઈના પવઈમાં દિવસે જ હત્યા કરવામાં આવી હતી. જયારે આ પત્રકારની હત્યા થઇ હતી ત્યારે હિમાંશુ રોય મુંબઈ ક્રાઈમ બ્રાંચના ચીફ હતા.

ક્રાઈમ બ્રાન્ચની સ્પેશિયલ ટીમે જ આ કેસનો ખુલાસો કર્યો હતો. આ સમગ્ર ટીમને હિમાંશુ રોય લીડ કરી રહ્યા હતા અને આ મર્ડર કેસમાં છોટા રાજનના શામેલ હોવાનો ખુલાસો પણ ક્રાઈમ બ્રાન્ચે જ કર્યો હતો.

જો કે ૭ વર્ષ બાદ મુંબઈની મકોકા કોર્ટને આ કેસમાં છોટા રાજન સહિત નવ આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી હતી.

૫. વિજય પલાંડે કેસ

વિજય પલાંડે એ ૨૦૧૨માં ફિલ્મ નિર્માતા કરણ કક્કડ અને દિલ્લીના વરિષ્ટ નાગરિક અરુણ ટિક્કુંની હત્યાને અંજામ આપ્યો હતો.૨૦૧૨માં હિમાંશુ રોય મુંબઈના જોઈન્ટ પોલીસ કમિશનર હતા અને પલાંડે વિરુધ ક્રાઈમ બ્રાંચ દ્વારા જ કેસ દાખલ કરાયો હતો. જો કે ત્યારબાદ ક્રાઈમ બ્રાંચ દ્વારા DNAના આધાર પર જ આ કેસ સોલ્વ કર્યો હતો.