Not Set/ જયંતી ભાનુશાળી મર્ડર કેસ: BJPના પૂર્વ MLA છબીલ પટેલની કરાઇ ધરપકડ

ગુજરાત ભાજપના નેતા જયંતી ભાનુશાળીની હત્યાના મુખ્ય આરોપી BJP ના પુર ધારાસભ્ય છબીલ પટેલને SIT એ અમદાવાદ એરપોર્ટથી ધરપકડ કરવામાં આવી છે. છબીલ પટેલ વિરુદ્ધ પેહલાં જ પોલીસે વોરંટ જાહેર કરી દીધું હતું. પરંતુ છબીલ પટેલ ભાનુશાળીની હત્યાને બે દિવસ પહેલાં જ મિડલ ઇસ્ટ થઈને અમેરિકા ચાલ્યો ગયો હતો. આ વર્ષે જાન્યુઆરીમાં ગુજરાત ભાજપના ઉપાધ્યક્ષ […]

Top Stories Ahmedabad Gujarat Others
Jayanti bhanushali and Chhabil patel જયંતી ભાનુશાળી મર્ડર કેસ: BJPના પૂર્વ MLA છબીલ પટેલની કરાઇ ધરપકડ

ગુજરાત ભાજપના નેતા જયંતી ભાનુશાળીની હત્યાના મુખ્ય આરોપી BJP ના પુર ધારાસભ્ય છબીલ પટેલને SIT એ અમદાવાદ એરપોર્ટથી ધરપકડ કરવામાં આવી છે. છબીલ પટેલ વિરુદ્ધ પેહલાં જ પોલીસે વોરંટ જાહેર કરી દીધું હતું. પરંતુ છબીલ પટેલ ભાનુશાળીની હત્યાને બે દિવસ પહેલાં જ મિડલ ઇસ્ટ થઈને અમેરિકા ચાલ્યો ગયો હતો.

આ વર્ષે જાન્યુઆરીમાં ગુજરાત ભાજપના ઉપાધ્યક્ષ અને પૂર્વ MLA જયંતી ભાનુશાળીની મોડી રાત્રે ચાલુ ટ્રેનમાં ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. અબડાસાના ધારાસભ્ય રહેલ ભાનુશાળી, સયાજીનગરી ટ્રેનથી ભુજ થી અમદાવાદ જઇ રહ્યા હતા. માળિયા પાસે AC કોચમાં ઘૂસીને ભાનુશાળી પર ફાયરીંગ કરવામાં આવ્યુ હતું જેમાં તેમનું મૃત્યુ નીપજ્યું હતું.

વધુ વાંચો: ભાનુશાળી હત્યા કેસમાં ઘટસ્ફોટ,મંતવ્ય ન્યૂઝ પર મહત્વપૂર્ણ સમાચાર

આ પહેલા જયંતી ભાનુશાળી પર ગયા વર્ષે એક મહિલાએ બળાત્કારનો આરોપ લગાવ્યો હતો. આ બાદ તેઓએ ગુજરાત ભાજપના ઉપાધ્યક્ષ પદથી રાજીનામું આપી દીધું હતું. ત્યારબાદ ગુજરાત સરકારે આ મામલાની તપાસ SITને સોંપી દિધી હતી. આ કેસમાં તપાસ આગળ વધારતાં SIT એ બે હત્યારાની ધરપકડ કરવામાં આવી હતી.

તપાસ આગળ વધી, તો ભાજપના પૂર્વ ધારાસભ્ય છબિલ પટેલ અને તેમના પુત્રનું નામ આ બાબતે સામે આવ્યુ હતુ. આ પછી, SITએ વિશ્વસનીય માહિતી એકત્રિત કરી. અને છબીલ પટેલના પુત્રની પણ ધરપકડ કરી. તપાસમાં જાણવા મળ્યું છે કે, છબીલ પટેલે ભાનુશાળીની હત્યા માટે શાર્પ શૂટર્સને રૂ. 50 લાખની સોપારી આપી હતી.

આ પછી, SIT એ છબીલ પટેલને ભાગેડુ જાહેર કર્યો. એટલું જ નહીં, પોલીસે તેના પુત્રની ધરપકડ કરી અને કરોડો રૂપિયાની સંપતિ જપ્ત કરી લીધી. છબીલ પટેલના પુત્ર સિવાય પરિવારના સભ્યોની પણ મદદના નામે તપાસ એજન્સીએ ધરપકડ કરી લીધી. આવામાં, છબીલ પટેલ પાસે ઘરે પાછા ફરવા સિવાય બીજો કોઈ વિકલ્પ નહોતો.

છબિલ પટેલ પર આરોપ છે કે રાજકીય દુશ્મનાવટને કારણે  જયંતિ ભાનુશાળીની હત્યા કરાવી. છબીલ પટેલ પર લાગેલ બળાત્કારના આરોપની તપાસ દિલ્લી પોલીસ કરી રહી છે.