Loksabha Electiion 2024/ ચૂંટણીમાં ભાજપને અયોધ્યામાં મળી હાર, દરેકના મનમાં એક સવાલ ભાજપ અયોધ્યામાં કેમ હાર્યું

લોકસભા ચૂંટણીમાં મિશ્ર પરિણામો આવ્યા છે. ચૂંટણીમાં ભાજપને અયોધ્યામાં મળેલ હાર વધુ આંચકાજનક છે. અયોધ્યામાં ભાજપની હારની દેશભરમાં ચર્ચા થાય છે.

Top Stories India
Beginners guide to 2024 06 05T130047.330 ચૂંટણીમાં ભાજપને અયોધ્યામાં મળી હાર, દરેકના મનમાં એક સવાલ ભાજપ અયોધ્યામાં કેમ હાર્યું

લોકસભા ચૂંટણીમાં મિશ્ર પરિણામો આવ્યા છે. ચૂંટણીમાં ભાજપને અયોધ્યામાં મળેલ હાર વધુ આંચકાજનક છે. અયોધ્યામાં ભાજપની હારની દેશભરમાં ચર્ચા થાય છે. અયોધ્યામાં મળેલ હારને લઈને એનાલિસિસ કરવામાં આવી રહ્યું છે. ચૂંટણી પરિણામો પછી દરેકના મનમાં એક જ સવાલ થાય છે કેમ ભાજપ અયોધ્યામાં હાર્યું? અયોધ્યામાં રામમંદિર નિર્માણ બાદ ભાજપ નિશ્ચિત થઈ ગયું હતું કે અંહી તેમની જીત નિશ્ચિત છે. તેમના આ અતિવિશ્વાસે તેમની નાવ ડૂબાડી હોવાનું રાજકીય વિશ્લેષકોમાં ચર્ચા છે. ચૂંટણી પરિણામોએ ભાજપને અરીસો બતાવતા જનતાએ જનાદેશ આપ્યો છે કે હવે ફક્ત ધર્મના નામે અથવા હિંદુ-મુસ્લિમના નામે તુષ્ટિકરણ નહીં થઈ શકે.

હારનું એનાલિસિસ

અયોધ્યા હારનું એનાલિસિસ સામે આવ્યું છે. અયોધ્યા ફૈઝાબાદ લોકસભામાં આવે છે. રાજકીય વિશ્લેષકોએ અયોધ્યામાં ભાજપની હારના જમીનગ્રહ જેવા મુદ્દા સહિત અનેક કારણો જણાવ્યા. અયોધ્યામાં રામમંદિરને લઈને જમીન અધિગ્રહણ સૌથી મોટો મુદ્દો બન્યો હતો. એરપોર્ટ અને મંદિર આસપાસની જમીન પર કબ્જો મેળવતા લોકોમાં રોષ જોવા મળ્યો. તેમજ ડીમોલેશનની કાર્યવાહીમાં પણ પ્રશાસનની ગેરરીતીના કારણે સ્થાનિકોમાં નારાજગી જોવા મળી. આ ઉપરાંત મંદિરને લઈને અપાતી સેવામાં પેઢી દર પેઢી સેવા આપનાર પંડિતોની નારાજગી પણ ભાજપને ભારે પડી. પ્રશાસને પંડિતોને દૂર કરી નવા લોકોને સ્થાન આપ્યું હતું. જમીન અધિગ્રહણ સિવાય અયોધ્યામાં રોજગારનો મુદ્દો પણ ચૂંટણીમાં છવાયેલા રહ્યો. અયોધ્યા મંદિર નિર્માણના પ્રોજેક્ટ દરમિયાન સ્થાનિકો જ રોજગારી વંચિત રહ્યા હતા. અયોધ્યા પ્રોજેક્ટમાં સ્થાનિકો સંપૂર્ણપણે બેરોજગાર રહ્યા.

અતિવિશ્વાસે કર્યો વિનાશ

રાજકીય ગલિયારોમાં એવું પણ હવે ચર્ચાઈ રહ્યું છે કે ભાજપ ઉત્તરપ્રદેશને લઈને વધુ આત્મવિશ્વાસમાં રહેતા દેશના દક્ષિણભાગ પર વધુ ફોક્સ કર્યું. વિપક્ષે સત્તાધારી પક્ષના આ આત્મવિશ્વાસનો લાભ ઉઠાવતા રામમંદિરને લઈને વધુ ચર્ચિત અયોધ્યામાં જ ભાજપને કારમી હાર આપી. વિશ્લેષકો એવું પણ કહી રહ્યા છે યોગી આદિત્યનાથનો ઉત્તરપ્રદેશના લોકો સાથે જનસંપર્ક છૂટી ગયો છે. લોકોની નારાજગી અને રોષ ના સમજી શકતા ભાજપે અયોધ્યા સહિત ઉત્તરપ્રદેશમાં મોટી હારનો સામનો કરવો પડ્યો.

કોણ મારશે બાજી

2024ની લોકસભા ચૂંટણીમાં ભાજપ કે કોંગ્રેસ બંનેમાંથી કોઈપણ પક્ષને સ્પષ્ટ જનાદેશ મળ્યો નથી. ભાજપના ગઠબંધન NDAને 292 બેઠકો મળી. જ્યારે INDIA ગઠબંધનની 235 બેઠકો પર જીત થઈ. આ ચૂંટણીમાં ભાજપે સૌથી સારું પ્રદર્શન ઓડિશામાં કર્યું. જ્યાં 24 વર્ષના શાસનનો અંત લાવતા 5 વખત મુખ્યમંત્રી રહેલ નવીન પટનાયકને કારમી હાર આપી. જ્યારે ઉત્તરપ્રદેશ અને ખાસ કરીને અયોધ્યામાં ભાજપની હાર અત્યારે મીડિયામાં ચર્ચાનું કેન્દ્ર બની છે. INDIA ગઠબંધન 235ના આંકડા પર પંહોચતા સરકાર બનાવવાના પ્રયાસ લાગ્યું છે. અત્યારે તમામની નજર નીતિશ કુમાર અને ચંદ્રાબાબુ નાયડુ પર રહેલો છે. આજે NDA અને INDIA ગઠબંધનની બેઠક છે તેના બાદ જ સરકાર કોણ બનાવશે તે ચિત્ર વધુ સ્પષ્ટ થશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: IMDએ કરી વરસાદની આગાહી, જાણો ક્યારે મેઘો આવશે

આ પણ વાંચો: અમદાવાદમાં CMની હાજરીમાં પર્યાવરણ દિવસની ઉજવણી

આ પણ વાંચો:  ગુજરાતના 6 વિદ્યાર્થીઓએ ટોપ 100માં સ્થાન મેળવ્યું