Not Set/ ભાજપનાં સાંસદ અનંત હેગડેનો મોટો ખુલાસો, કેન્દ્રનાં 40 હજાર કરોડ બચાવવા ફડણવીસ બન્યા CM

ભાજપનાં સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી અનંતકુમાર હેગડેએ મોટો દાવો કર્યો છે. હેગડેએ કહ્યું કે મહારાષ્ટ્રમાં ભાજપે 40 હજાર કરોડનાં ફંડ બચાવવા માટે ફડણવીસને મુખ્યમંત્રી બનાવીને નાટક કર્યું. અનંતકુમાર હેગડેએ કહ્યું, ‘તમે બધા જાણો છો કે મહારાષ્ટ્રમાં અમારો માણસ (ફડણવીસ) 80 કલાક મુખ્યમંત્રી બન્યા અને પછી રાજીનામું આપ્યું. તેઓએ આ નાટક કેમ કર્યું? શું અમને […]

Top Stories India
Anant Kumar Hegde ભાજપનાં સાંસદ અનંત હેગડેનો મોટો ખુલાસો, કેન્દ્રનાં 40 હજાર કરોડ બચાવવા ફડણવીસ બન્યા CM

ભાજપનાં સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી અનંતકુમાર હેગડેએ મોટો દાવો કર્યો છે. હેગડેએ કહ્યું કે મહારાષ્ટ્રમાં ભાજપે 40 હજાર કરોડનાં ફંડ બચાવવા માટે ફડણવીસને મુખ્યમંત્રી બનાવીને નાટક કર્યું.

અનંતકુમાર હેગડેએ કહ્યું, ‘તમે બધા જાણો છો કે મહારાષ્ટ્રમાં અમારો માણસ (ફડણવીસ) 80 કલાક મુખ્યમંત્રી બન્યા અને પછી રાજીનામું આપ્યું. તેઓએ આ નાટક કેમ કર્યું? શું અમને ખબર નહોતી કે અમારી પાસે બહુમતી નથી અને તેમ છતાં તે સીએમ બન્યા. આ સવાલ છે જે દરેક પૂછે છે. ‘

હેગડેએ કહ્યું, ‘મુખ્યમંત્રી પાસે લગભગ 40 હજાર કરોડનું સેન્ટર ફંડ હતું. જો કોંગ્રેસ, એનસીપી અને શિવસેના સત્તા પર આવી હોત તો તેઓએ 40 હજાર કરોડનો દુરુપયોગ કર્યો હોત. આ જ કારણ છે કે કેન્દ્ર સરકારનાં આ નાણાંનો વિકાસ માટે ઉપયોગ થઈ શક્યો નહીં, આ માટે એક નાટક કરવામાં આવ્યું.

તેમણે કહ્યું, ‘આ બહુ પહેલાથી ભાજપની યોજના હતી. તેથી એવું નક્કી કરવામાં આવ્યું હતું કે ત્યાં કોઈ નાટક થવું જોઈએ અને આ હેઠળ ફડણવીસે મુખ્યમંત્રી પદનાં શપથ લીધા હતા. શપથ લીધાનાં 15 કલાકમાં જ, ફડણવીસે તમામ 40 હજાર કરોડ રૂપિયાને તે જગ્યાઓ પર મોકલી દીધા જ્યાથી તે આવ્યા હતા. આ રીતે, ફડણવીસે કેન્દ્ર સરકારને બધા નાણાં પરત કરી બચાવી દીધા.’

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.