Mumbai/ અચાનક બગડી સાંસદ સાધ્વી પ્રજ્ઞાની તબિયત, સારવાર માટે મુંબઇ લઇ જવામાં આવ્યા

ભાજપ સાંસદ સાધ્વી પ્રજ્ઞા ઠાકુરની તબિયત અચાનક ખરાબ થઇ ગઇ છે. તેમને ચાર્ટર્ડ પ્લેનમાં મુંબઇ સારવાર માટે લઇ જવામાં આવી રહ્યા છે. સાંસદને સારવાર માટે કોકિલાબેન હોસ્પિટલમાં ભરતી કરવામાં આવશે. મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલથી સાંસદ સાધ્વી પ્રજ્ઞા છેલ્લા ઘણાં દિવસોથી સતત મીટિંગ્સ કરી રહ્યાં હતા. શુક્રવાર સાંજે તેમનું બ્લડ પ્રેશર અચાનક વધી ગયું. પ્રયત્નો છતાં […]

India

ભાજપ સાંસદ સાધ્વી પ્રજ્ઞા ઠાકુરની તબિયત અચાનક ખરાબ થઇ ગઇ છે. તેમને ચાર્ટર્ડ પ્લેનમાં મુંબઇ સારવાર માટે લઇ જવામાં આવી રહ્યા છે. સાંસદને સારવાર માટે કોકિલાબેન હોસ્પિટલમાં ભરતી કરવામાં આવશે.

મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલથી સાંસદ સાધ્વી પ્રજ્ઞા છેલ્લા ઘણાં દિવસોથી સતત મીટિંગ્સ કરી રહ્યાં હતા. શુક્રવાર સાંજે તેમનું બ્લડ પ્રેશર અચાનક વધી ગયું. પ્રયત્નો છતાં બ્લડ પ્રેશર ન ઘટતાં શનિવારે સવારે તેમને શ્વાસ લેવામાં મુશ્કેલી પડવા લાગી. ત્યારબાદ તેમને કોકિલાબેન હોસ્પિટલમાં ભરતી કરાવવાનો નિર્ણય લેવામાં આવ્યો.

ગંભીર બીમારીઓનો સામનો કરી રહેલા સાધ્વી પ્રજ્ઞાને થોડાક દિવસો પહેલા એમ્સ દિલ્હીમાં ભરતી કરવામાં આવ્યા હતા. તે સમયે પણ સાંસદને શ્વાસ લેવામાં મુશ્કેલીની સમસ્યા થઇ હતી. ગત વર્ષે ડિસેમ્બરમાં કોરોના વાયરસથી સંક્રમિત થયા બાદ પણ તેમને એમ્સમાં એડમિટ કરવામાં આવ્યા હતા.