Not Set/ ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે જેપી નડ્ડાની વિધિગત રીતે કરાઇ વર્ણી

ભારતીય જનતા પાર્ટી એટલે કે ભાજપને આજે નવો રાષ્ટ્રીય અધ્યક્ષ મળી ગયા છે, સોમવાર અને 20 જાન્યુઆરીએ ભાજપને  જેપી નડ્ડાનાં રુપમાં પૂર્ણકાલીન રાષ્ટ્રીય અધ્યક્ષ મળ્યા છે જેમણે ભાજપનાં પૂર્વ અધ્યક્ષ અને હાલ ભારતનાં ગૃહમંત્રી અમિત શાહની જગ્યા લીધી છે. ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ પદ માટે જે પી બિનહરીફ ચૂંટાઇ આવ્યા હતા. રાજ્યોના ભાજપના નેતાઓ સહિત પાર્ટીના […]

Top Stories India
jp ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે જેપી નડ્ડાની વિધિગત રીતે કરાઇ વર્ણી

ભારતીય જનતા પાર્ટી એટલે કે ભાજપને આજે નવો રાષ્ટ્રીય અધ્યક્ષ મળી ગયા છે, સોમવાર અને 20 જાન્યુઆરીએ ભાજપને  જેપી નડ્ડાનાં રુપમાં પૂર્ણકાલીન રાષ્ટ્રીય અધ્યક્ષ મળ્યા છે જેમણે ભાજપનાં પૂર્વ અધ્યક્ષ અને હાલ ભારતનાં ગૃહમંત્રી અમિત શાહની જગ્યા લીધી છે.

ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ પદ માટે જે પી બિનહરીફ ચૂંટાઇ આવ્યા હતા. રાજ્યોના ભાજપના નેતાઓ સહિત પાર્ટીના ટોચના નેતાઓએ નડ્ડાના સમર્થનમાં ઉમેદવારી પત્ર ભરવા માટે ભાજપના મુખ્યાલય પહોંચ્યા હતા. નડ્ડા લાંબા સમયથી ભાજપના અધ્યક્ષ પદ માટે વડા પ્રધાન મોદી અને શાહની પસંદગી તરીકે જોવામાં આવે છે.

નડ્ડાએ રાજકારણની શરૂઆત વિદ્યાર્થી રાજકારણથી કરી હતી. સંગઠનમાં તેમનો દાયકાઓનો અનુભવ, આરએસએસ સાથેની તેમની નિકટતા અને સ્વચ્છ છબી તેની શક્તિ છે. આપને જણાવી દઇએ કે અમિત શાહ પાંચ વર્ષથી વધુ સમયથી ભાજપની કમાન સંભાળી રહ્યા હતા. જ્યારે આજે વિધિવત રીતે  જેપી નડ્ડાનો ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે રાજ્યાભિષેક કરવામાં આવતા અમિત શાહે, જેપી ને શુભેચ્છા પણ પાઠવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.