Not Set/ 2014ના BJPના મેનીફેસ્ટોમાં રામ મંદિરનો મુદ્દો હતો અને કાયદા મુજબ રામ મંદીર ચોકકસ બનશે:ગોપાલ અગ્રવાલ

વડોદરા, ભારતીય જનતા પાર્ટીનાં રાષ્ટ્રીય પ્રવક્તા ગોપાલ અગ્રવાલ વડોદરાની મુલાકાતે હતા આ દરમિયાન તેમણે પત્રકારો સાથે વાત કરી હતી અને 2019 ની ચૂંટણી વિકાસના મુદ્દે લડીશું જેવા મુદ્દા ઉપર પ્રતિક્રિયા પણ આપી હતી. ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા ગોપાલ અગ્રવાલનાં કહેવા પ્રમાણે શત્રુધ્નસિન્હા યશવંત સિંહ જેવા નેતાનુ હવે કંઈ ખાસ સ્થાન રહ્યું નથી તેમ છતાં પાર્ટી અધ્યક્ષ […]

Gujarat Vadodara Videos
mantavya 400 2014ના BJPના મેનીફેસ્ટોમાં રામ મંદિરનો મુદ્દો હતો અને કાયદા મુજબ રામ મંદીર ચોકકસ બનશે:ગોપાલ અગ્રવાલ

વડોદરા,

ભારતીય જનતા પાર્ટીનાં રાષ્ટ્રીય પ્રવક્તા ગોપાલ અગ્રવાલ વડોદરાની મુલાકાતે હતા આ દરમિયાન તેમણે પત્રકારો સાથે વાત કરી હતી અને 2019 ની ચૂંટણી વિકાસના મુદ્દે લડીશું જેવા મુદ્દા ઉપર પ્રતિક્રિયા પણ આપી હતી.

ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા ગોપાલ અગ્રવાલનાં કહેવા પ્રમાણે શત્રુધ્નસિન્હા યશવંત સિંહ જેવા નેતાનુ હવે કંઈ ખાસ સ્થાન રહ્યું નથી તેમ છતાં પાર્ટી અધ્યક્ષ આ બાબતે વિચારીને નિર્ણય લેશે.

આ ઉપરાંત ઇવીએમ હેકિંગ મુદ્દે પણ તેમણે પોતાની પ્રતિક્રિયા આપીને જણાવ્યું હતું કે આ પ્રકારની વાતો માં કોઈ તથ્ય નથી. રામ મંદિર મુદ્દે સવાલ કરતા તેમણે કહ્યું હતું કે 2014ના ભાજપાના મેનીફેસ્ટોમાં પણ રામ મંદિરનો મુદ્દો હતો અને કાયદા મુજબ રામ મંદીર ચોકકસ બનશે.

ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા ગોપાલ અગ્રવાલનાં કહેવા મુજબ ભાજપા આવનારી લોકસભાની ચૂંટણી વિકાસના મુદ્દા સાથે લડશે ત્યારે બીજી તરફ વિપક્ષ પણ અલગ-અલગ આરોપ કરી રહ્યું છે, ત્રણ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં પણ કોંગ્રેસનો વિજય થયો છે ઉપરાંત ઉત્તર પ્રદેશમાં પણ બહુજન સમાજ પાર્ટી અને સમાજવાદીનું ગઠબંધન ભાજપને હરાવવા માટે કમર કસી રહ્યું છે ત્યારે શું આવનારી લોકસભાની ચૂંટણીમાં મતદારો ભાજપની સાથે રહેશે કે કેમ તે હજી પણ એક મોટો સવાલ છે.