- દમણ જિલ્લા પંચાયત પર ભાજપ નો કબજો
- દમણ માં ભાજપ નું કમળ ખીલ્યું
- જિલ્લા પંચાયત પર ભાજપ નો દબદબો..
- જિલ્લા પંચાયત માં 16 સિટ માંથી 9 પર ભાજપ એ કબજો મેળવ્યો
- અને અન્ય 7 સીટ પર અપક્ષ એ કબજો મેળવ્યો ..
આજે દેશમાં મોટા ભાગની ચૂંટણીમાં ભાજપનો કેસરીયો લહેરાતો સ્પષ્ટપણે જોવા મળી રહ્યો છે. ત્યારે આ સ્થિતિ ગુજરાતમાં પણ જોવા મળી રહી છે. મળી રહેલી માહિતી અનુસાર દમણ જિલ્લા પંચાયત પર ભાજપે કબજો કર્યો છે. દમણમાં ભાજપનું કમળ ખીલવામાં સફળ રહ્યુ છે. અહી જિલ્લા પંચાયત પર ભાજપનો દબદબો જોવા મળ્યો છે. જિલ્લા પંચાયતમાં 16 બેઠકોમાંથી 9 બેઠકો પર ભાજપે કબજો કર્યો છે. વળી અન્ય 7 બેઠકો પર અપક્ષે કબજો કર્યો છે.
