Political/ કોંગ્રેસના જયરામ રમેશે કફ સિરપ મામલે આપેલા નિવેદન પર ભાજપનો પલટવાર,રાજકારણ ગરમાયું ,WHOએ જાણો શું કહ્યું

મધ્ય એશિયાઈ દેશ ઉઝબેકિસ્તાનમાં કફ સિરપથી 18 બાળકોના મોત થયા છે. ઉઝબેકિસ્તાનના આરોગ્ય મંત્રાલયે દાવો કર્યો છે કે તે ભારતીય ફાર્માસ્યુટિકલ કંપનીની કફ સિરપ હતી

Top Stories India
cough syrup kills 18 children in Uzbekistan

cough syrup kills 18 children in Uzbekistan:      મધ્ય એશિયાઈ દેશ ઉઝબેકિસ્તાનમાં કફ સિરપથી 18 બાળકોના મોત થયા છે. ઉઝબેકિસ્તાનના આરોગ્ય મંત્રાલયે દાવો કર્યો છે કે તે ભારતીય ફાર્માસ્યુટિકલ કંપનીની કફ સિરપ હતી.. હવે આને લઈને ભારતમાં રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસના નેતા જયરામ રમેશે પણ મેડ ઈન ઈન્ડિયા કફ સિરપને ઘાતક ગણાવ્યું છે.

જાયરામ રમેશે (JAYRAM RAMESH) ટ્વિટ કર્યું કે મેડ ઇન ઇન્ડિયા કફ સિરપ જીવલેણ લાગે છે. અગાઉ ગામ્બિયામાં 70 બાળકોના મોત થયા હતા અને હવે ઉઝબેકિસ્તાનમાં 18 બાળકોના મોત થયા છે. કેન્દ્ર પર કટાક્ષ કરતાં તેમણે કહ્યું કે મોદી સરકારે ભારત વિશે બડાઈ મારવાનું બંધ કરવું જોઈએ અને કડક પગલાં લેવા જોઈએ.

કોંગ્રેસના નેતા જયરામ રમેશે આ અંગે કેન્દ્ર સરકાર પર શાબ્દિક હુમલો કર્યા બાદ હવે ભાજપના નેતા અમિત માલવિયાએ આનો પલટવાર કર્યો છે   અને કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે ગેમ્બિયામાં બાળકોના મૃત્યુનો ભારતમાં બનેલા કફ સિરપના સેવન સાથે કોઈ સંબંધ નથી.અમિત માલવિયાએ કહ્યું કે ગેમ્બિયન સત્તાવાળાઓ અને DCGI બંને દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે ભારતીય કફ સિરપ આની પાછળ નથી. આ પછી પણ પીએમ મોદી પ્રત્યેની નફરતમાં આંધળી બનેલી કોંગ્રેસ ભારતની સાહસિકતાની મજાક ઉડાવી રહી છે. તેઓએ તેને શરમજનક ગણાવી

ઉઝબેકિસ્તાનમાં બાળકોના મોતના અહેવાલો પછી વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) ઉઝબેકિસ્તાનના આરોગ્ય અધિકારીઓના સંપર્કમાં છે. WHO પણ વધુ તપાસમાં મદદ કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે,હવે આ મામલે વિશ્વની સંસ્થાએ પણ તપાસ માટે સહયોગની ખાતરી આપી છે.