ચૂંટણી પરિણામ/ ઓખા અને થરા નગર પાલિકામાં ભાજપે કરી જીતની શરૂઆત, વોર્ડ નંબર-1માં આખી પેનલ જીતી

સૌથી પહેલા ઓખા નગરપાલિકાના એક વોર્ડનું પરિણામ જાહેર થઈ ગયું છે. 36 બેઠકો ધરાવતી ઓખા નગર પાલિકાના વોર્ડ નંબર-1ની આખી પેનલ ભાજપના ફાળે ગઈ છે. આ સિવાય બે બેઠકો બિનહરીફ હતી.

Top Stories
BJP ઓખા અને થરા નગર પાલિકામાં ભાજપે કરી જીતની શરૂઆત, વોર્ડ નંબર-1માં આખી પેનલ જીતી

આજે ગાંધીનગર કોર્પોરેશન સાથે ભાણવડ નગરપાલિકા, થરા નગરપાલિકા અને ઓખા નગર પાલિકાની ચૂંટણીની મતગણતરી પણ થઈ રહી છે. ત્યારે હવે થરા નગર પાલિકાનું પરિણામ પણ આવવાનું શરૂ થયું છે. 24 બેઠકો ધરાવતી થરા નગરપાલિકાના વોર્ડ નંબર 1ની તમામ ચાર બેઠકો પર ભાજપના ઉમેદવારોનો વિજય થયો છે. આ સાથે ભાજપે થરા નગર પાલિકામાં 8 બેઠકો કબ્જે કરી લીધી છે.
ભાજપના જીતેલા ઉમેદવારોના નામ

અશરફભાઈ મેમણ
ગિરાબેન શાહ
રસિકભાઈ પ્રજાપતિ
વજીબેન પટેલની