Election/ ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે આપ્યું મોટું નિવેદન

સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇને રાજ્યમાં દરેક પાર્ટી પૂરુ જોર લગાવી રહી છે. ત્યારે આજે મનપાની ચૂંટણી પ્રચારનો અંતિમ દિવસ છે…

Ahmedabad Gujarat
PICTURE 4 271 ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે આપ્યું મોટું નિવેદન
  • ભાજપ પ્રદેશ પ્રમુખ પાટીલનું મોટું નિવેદન
  • CM કોરોનાગ્રસ્ત હોવાનને કારણે નથી આવી શકયા
  • રોડ શોને પ્રચંડ જનસમર્થન મળી રહ્યું છે
  • રેલીમાં સો.ડિસ્ટન્સ મુદ્દે આપ્યું નિવેદન
  • દરેક કાર્યકરો માસ્ક પહેરીને રેલીમાં જોડાયા
  • આ ચૂંટણીમાં ભાજપ અપેક્ષા કરતાં વધુ સીટ પ્રાપ્ત કરશે

સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇને રાજ્યમાં દરેક પાર્ટી પૂરુ જોર લગાવી રહી છે. ત્યારે આજે મનપાની ચૂંટણી પ્રચારનો અંતિમ દિવસ છે, જેને ધ્યાનમાં રાખીને અમદાવાદ શહેરમાં ભાજપે આજે મેગા રોડ શો નું આયોજન કર્યુ છે. જેનું નેતૃત્વ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ કરી રહ્યા છે.

Corona Vaccine / લો બોલો!! વેક્સિન લીધા બાદ કલેક્ટરને થયો કોરોના

આપને જણાવી દઇએ કે, આજનાં આ મેગા રોડ શો માં ભાજપ પ્રદેશ પ્રમુખ પાટીલનું મોટું નિવેદન આવ્યું છે. તેમણે જણાવ્યુ કે, CM વિજય રૂપાણીને કોરોના થયો હાવાના કારણે તેઓ આ રોડ શો માં આવી શક્યા નથી. તેમણે વધુમાં કહ્યુ કે, આ રોડ શો ને પ્રચંડ જનસમર્થન મળી રહ્યુ છે. વધુમાં તેમણે આ રેલીમાં સોશિયલ ડિસ્ટેન્સને લઇને નિવેદન આપતા કહ્યુ કે, દરેક કાર્યકર્તાઓ માસ્ક પહેરીને આ રેલીમાં જોડાય. તેમણે વધુમાં કહ્યુ કે, આ ચૂંટણીમાં ભાજપ અપેક્ષા કરતા પણ વધારે સીટ પ્રાપ્ત કરશે.

Earthquake / દેશનાં આ વિસ્તારમાં ભૂંકપનો આવ્યો આંચકો

ઉલ્લેખનીય છે કે, આ મેગા રોડ શો ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની અધ્યક્ષતામાં યોજાશે. આ રોડમાં આકર્ષણનું કેન્દ્ર રહેશે મંત્રીઓ, ધારાસભ્યો અને પ્રદેશ હોદ્દેદારો.  આપને જણાવી દઇએ કેે, આ રોડ શો માં  અંદાજે 3000 થી વધુ બાઇક સાથે કાર્યકરો જોડાશે. વળી આ મેગા રોડ શો 22 કિલોમીટર લાંબો રહેશે.

ભાવ વધારો / પેટ્રોલ-ડીઝલનાં ભાવમાં ફરી ઝીંકાયો વધારો, સામાન્ય નાગરિક પર મોંધવારી માર

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ