વિરોધ/ ભાજપના હાર્દિકનું મહેસાણામાં શાહી સ્વાગત, મોઢાં પર લગાવવામાં આવી કાળી શાહી

મહેસાણા અને ઉનાવામાં હાર્દિક પટેલના પોસ્ટરને કાળી શાહી લગાવવામાં આવી છે. હાર્દિક પટેલને ભાજપમાં આવકારતા પોસ્ટર લાગ્યા છે

Gujarat Others
શાહી

પાટીદાર નેતા હાર્દિક પટેલ ભાજપમાં જોડાયા છે. પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે તેમને ગાંધીનગરમાં ભાજપના મુખ્યાલયમાં ભાજપનું સભ્યપદ અપાવ્યું હતું. હાર્દિક પટેલ ભાજપમાં જોડાતા પાટીદાર યુવાનોમાં આક્રોશ છે. મહેસાણા અને ઉનાવામાં હાર્દિક પટેલના પોસ્ટરને કાળી શાહી લગાવવામાં આવી છે. હાર્દિક પટેલને ભાજપમાં આવકારતા પોસ્ટર લાગ્યા છે આ પોસ્ટર ઉપર કાળી શાહી લગાવવામાં આવી છે. હાર્દિક પટેલ ભારતીય જનતા પાર્ટીમાં જોડાતા શાહી લગાવતો વીડિયો સામે આવ્યો છે.

ભાજપમાં સામેલ થયા બાદ પાટીદાર આંદોલનના આંદોલનકારીઓને અસામાજિક તત્વો કહેવાના નિવેદન પર કાગવડના ખોડલધામના પ્રમુખ નરેશ પટેલે પ્રતિક્રિયા આપી હતી. તેઓએ કહ્યુ કે, હાર્દિકનું નિવેદન ક્ષણિક બાબત છે અને અસામાજિક તત્વો કહ્યા હોય તો હાર્દિકે મોટી ભૂલ કરેલી છે. નરેશ પટેલે રાજકારણમાં સક્રિય થવા અંગે નિવેદન આપતા કહ્યુ કે રાજકારણમાં જવા અંગે હજુ કોઈ નિર્ણય કરાયો નથી. નરેશ પટેલ જંબુસરના ખોલડધામ સમિતિ દ્વારા આયોજિત ખોડીયાર માતાજી મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ઉપસ્થિત રહ્યા અને તે સમયે આ નિવેદન આપ્યુ.

ખાસ કરીને 2 જૂનના રોજ હાર્દિક પટેલ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે ત્યારથી હાર્દિક પટેલ ને લઈને પટેલોમાં બે ફાંટા પડી ગયા હોય તેમ લાગી રહ્યું છે, ત્યારે અન્ય પાટીદાર યુવાનો પણ હાર્દિકના ભાજપમાં જોડાવા ને લઈને વિરોધ કરી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, હાર્દિક પટેલના ભાજપમાં જોડાવાથી અનેક પાટીદારો નારાજ છે. હાર્દિક પટેલે ભાજપમાં જોડાતા જ પાટીદાર આંદોલનકારીઓ વિશે કડવા શબ્દો કહ્યા હતા. હાર્દિક પટેલે તાજોતરમાં પાટીદાર અનામત આંદોલન સમયે થયેલા તોફાનોના યુવાનોને અસામાજિક તત્વો કહી દીધા હતા. હાર્દિક પટેલના આ નિવેદન બાદ અનેક પાટીદાર નેતાઓ નારાજ થયા હતા. તો ખોડલધામ પ્રમુખ અને પાટીદાર અગ્રણી નરેશ પટેલે પણ હાર્દિક પટેલના આ નિવેદનને વખોડ્યું છે. નરેશ પટેલે કહ્યુ કે, આંદોલનકારીને અસામાજિક તત્વો કહ્યા તે હાર્દિકની ભૂલ છે. ઉલ્લેખનીય છે કે, ભરૂચના છિદ્રા ગામે ખોડિયાત માતાજીના મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં નરેશ પટેલ હાજર રહ્યા હતા, ત્યારે તેમણે આ નિવેદન આપ્યુ હતું.

આ પણ વાંચો:સંજય રાઉતના કેન્દ્ર પર આકરા પ્રહાર, પૂછ્યું- શું સરકાર કાશ્મીર ફાઇલ્સ-2ને કરશે પ્રમોટ?

આ પણ વાંચો:18 વર્ષ પછી આકાશમાં જોવા મળશે અદ્ભુત નજારો, આ 5 ગ્રહો એકસાથે જોવા મળશે

આ પણ વાંચો:હવે ખેડૂતો આંકી શકશે તેની જમીનની વાસ્તવિક કિંમત