Gujarat Local Body Election Results 2026/ સુરત મહાનગરપાલિકાની 2026ની સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં ભાજપે ફરી એકવાર પ્રભાવશાળી પ્રદર્શન કરીને પોતાની મજબૂત પકડ સાબિત કરી છે. શહેરમાં પક્ષે ઐતિહાસિક રીતે મોટી સંખ્યામાં બેઠકો જીતી(Victory)ને રાજકીય સમીકરણોને સંપૂર્ણપણે બદલાવી નાખ્યા છે.
આ જીત બાદ કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે મતદારોનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું કે સુરત સહિત સમગ્ર ગુજરાતની જનતાએ ભાજપ પર વિશ્વાસ મૂક્યો છે. તેમણે વિરોધ પક્ષો પર નિશાન સાધતા કહ્યું કે કેટલીક પાર્ટીઓ જનતાને પોતાની માલિકી માનતી હતી, પરંતુ ચૂંટણીના પરિણામોએ એવો ભ્રમ તોડી નાખ્યો છે. મતદાતાઓએ ‘આપ’ અને કોંગ્રેસ બંનેને સ્પષ્ટ સંદેશ આપ્યો હોવાનું તેમણે ઉમેર્યું.
ભાજપની આ મોટી જીત(Victory) શહેરમાં તેના વધતા પ્રભાવને દર્શાવે છે
સુરતની રાજકીય સ્થિતિમાં આ વખતે નોંધપાત્ર ફેરફાર જોવા મળ્યો છે. અગાઉની ચૂંટણીમાં મજબૂત દેખાતી ‘આપ’ આ વખતે મર્યાદિત બેઠકો સુધી સીમિત રહી ગઈ છે, જ્યારે કોંગ્રેસ લાંબા સમય બાદ માત્ર એક બેઠક સાથે હાજરી નોંધાવી શકી છે. ભાજપની આ મોટી જીત શહેરમાં તેના વધતા પ્રભાવને દર્શાવે છે શહેરમાં તેના વધતા પ્રભાવને દર્શાવે છે.
મિની સૌરાષ્ટ્ર તરીકે ઓળખાતા વિસ્તારોમાં પણ ભાજપે એકતરફી લીડ મેળવી છે. પાટીલે જણાવ્યું કે આ વિજય માત્ર જીત(Victory) નહીં, પરંતુ લોકો દ્વારા સોંપવામાં આવેલી મોટી જવાબદારી છે અને પક્ષ જનતાનો વિશ્વાસ જાળવી રાખવા માટે પ્રતિબદ્ધ રહેશે.
