Not Set/ લો..!! હવે ખુદ ભાજપના સંકટ મોચક ડે. CM નીતિન પટેલે જ વ્યક્ત કરી સરકારી અધિકારીઓ પ્રત્યે નારાજગી

ગુજરાત રાજ્યના ડે. CM  અને સંકટ મોચક ગણાતા નીતિનભી પટેલે જ હવે સરકારી અધિકારીઓ પ્રત્યે નારાજગી વ્યક્ત કરી છે. ઉલ્લેખનીય છે કે અગાઉ પણ નીતિનભાઈ બિન ગુજરાતી અધિકારીઓને લઈને દુખ વ્યક્ત કરી ચુક્યા છે. હવે ફરી એક વાર તેમણે રાજ્યના સરકારી અધિકારીઓને લઈને નારાજગી વ્યક્ત કરી છે. છેલ્લા કેટલાક સમયથી જુદાજુદા ધારાસભ્યોએ પણ અધિકારીઓ પ્રત્યે […]

Gujarat Others
NITIN PATEL લો..!! હવે ખુદ ભાજપના સંકટ મોચક ડે. CM નીતિન પટેલે જ વ્યક્ત કરી સરકારી અધિકારીઓ પ્રત્યે નારાજગી

ગુજરાત રાજ્યના ડે. CM  અને સંકટ મોચક ગણાતા નીતિનભી પટેલે જ હવે સરકારી અધિકારીઓ પ્રત્યે નારાજગી વ્યક્ત કરી છે. ઉલ્લેખનીય છે કે અગાઉ પણ નીતિનભાઈ બિન ગુજરાતી અધિકારીઓને લઈને દુખ વ્યક્ત કરી ચુક્યા છે. હવે ફરી એક વાર તેમણે રાજ્યના સરકારી અધિકારીઓને લઈને નારાજગી વ્યક્ત કરી છે.

છેલ્લા કેટલાક સમયથી જુદાજુદા ધારાસભ્યોએ પણ અધિકારીઓ પ્રત્યે નારાજગીના સુર રેલાવ્યા હતા. ત્યાં હવે ખુદ નીતિન ભાઈ દ્વારા જ સરકારી અધિકારીઓ પ્રત્યે નારાજગી વ્યક્ત કરી છે. મહેસાણાના એક કાર્યક્રમમાં નીતિન પટેલે જાહેર મંચ પરથી ગુજરાતમાં અધિકારી રાજ ચાલતું હોવાની કબુલાત કરી હતી.  સાથે સાથે તેઓએ બળાપો પણ ઠાલવ્યો કે, અધિકારીઓ તેમના જેવા પ્રધાનોની વાત પણ સાંભળતા નથી.

ખુદ નીતિન પટેલને પણ વિકાસના કામો માટે અધિકારીઓની પાછળ દોડવું પડે છે. નીતિન પટેલે વધુમાં ઉમેર્યું કે વિકાસના કામો માટે સતત સરકારી અધિકારીઓ પાસે પઠાણી ઉઘરાણી કરવી પડે છે. અને કોન્ટ્રાક્ટરથી માંડીને વિકાસના કામ સુધી, તમામની ખબર રાખવી પડે છે. હવે સવાલ એ છે કે, જ્યાં નાયબ મુખ્યમંત્રી નાજ હાલ હવાલ છે તો સામાન્ય જનતા જાય તો ક્યાં જાય…?

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની  નવી મોબાઇલ એપ્લિકેશન.