Loksabha Election 2024/ લોકસભા ચૂંટણીમાં 2019ની સરખામણીએ આ વર્ષે BJPના વોટશેરમાં થયો ઘટાડો

લોકસભા ચૂંટણીમાં ભાજપના ગઠબંધન NDAએ જીત મેળવી છે. ભાજપની માનાંક મુજબ સ્પષ્ટ બહુમતનો આંકડો ના મળતા ભાજપે અન્ય પક્ષો સાથે મળી નેતૃત્વ હાસિલ કર્યું.

Top Stories India
Beginners guide to 2024 07 04T141720.901 લોકસભા ચૂંટણીમાં 2019ની સરખામણીએ આ વર્ષે BJPના વોટશેરમાં થયો ઘટાડો

Loksabha Election Survey Report: લોકસભા ચૂંટણીમાં ભાજપના ગઠબંધન NDAએ જીત મેળવી છે. BJPને માનાંક મુજબ સ્પષ્ટ બહુમતનો આંકડો ના મળતા ભાજપે અન્ય પક્ષો સાથે મળી નેતૃત્વ હાસિલ કર્યું છે. દેશમાં ભાજપની હવા છતાં લોકસભાના પરિણામોએ સૌને ચોંકાવ્યા છે. કોંગ્રેસ ઘણા સમયથી પોતાનું અસ્તિત્વ બચાવવા પ્રયાસ કરતી હતી તેમાં સફળતા મળી છે. અને 10 વર્ષ બાદ એટલે કે 2014 પછી કોંગ્રેસે વિપક્ષ તરીકે જવાબદારી સંભાળતા આગામી સમયમાં રાજનીતિમાં વધુ ઉથલ-પાથલ જોવા મળી શકે છે. ચૂંટણીને લઈને કરવામાં આવેલ એસોસિયેશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR)ના રીપોર્ટ પરથી કેટલીક હકીકતો સામે આવી છે કે ભાજપના વોટશેરમાં ઘટાડો થઈ રહ્યો છે.

એસોસિયેશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR) અને નેશનલ ઇલેક્શન વોચ (NEW) એ લોકસભા ચૂંટણી, 2024 માં 543 માંથી 542 મતવિસ્તાર માટેના મત શેરનું વિશ્લેષણ કર્યું છે, એક મતવિસ્તારના ડેટાનું વિશ્લેષણ કરવામાં આવ્યું નથી કારણ કે એક ઉમેદવાર સુરતમાંથી બિનહરીફ ચૂંટાયો છે. ગુજરાતનો મતવિસ્તાર. લોકસભા ચૂંટણી 2024 માટે મતદારોનું મતદાન 66.12% હતું જ્યારે લોકસભા ચૂંટણી 2019માં મતદાન 67.35% હતું.

Capture 1 લોકસભા ચૂંટણીમાં 2019ની સરખામણીએ આ વર્ષે BJPના વોટશેરમાં થયો ઘટાડો

આ વખતની ચૂંટણીમાં સૌથી વધુ મતદાન અસમ અને આંધ્રપ્રદેશમાં જોવા મળ્યું. આ બંને રાજ્યોમાં સરેરાશ અનુક્રમે 92.21 ટકા અને 86.51 ટકાથી વધુ મતદાન થયું હોવાનું ADR રીપોર્ટમાં સામે આવ્યું છે. જ્યારે જમ્મુ-કાશ્મીર અને બિહારમાં સૌથી ઓછું મતદાન થયું.

ભાજપે 2024ની સામાન્ય ચૂંટણીમાં 239 બેઠકો પર જીત મેળવી જ્યારે 2019માં 303 બેઠકો પર જીત નોંધાવી હતી. 2019માં ભાજપનો વોટ શેર 31.38 ટકા જોવા મળ્યો જે 202માં ઘટીને 24.33 ટકા થયો. જેની સરખામણીએ કોંગ્રેસ પાર્ટીમાં તેનાથી વિપરીત સમીકરણો જોવા મળે છે. 2019માં કોંગ્રેસે 543 બેઠકોમાંથી 52 બેઠકો પર જીત મેળવી હતી. તે વર્ષે કોંગ્રેસ પાર્ટીનો વોટ શેર 4.28ટકા જોવા મળ્યો હતો. તેની સરખામણીએ આ વર્ષે 2024માં કોંગ્રેસ પાર્ટીએ 99 બેઠકો પર જીત મેળવતા વોટ શેર પણ 8.40 ટકા જોવા મળયો. કોંગ્રેસની વાત કરીએ તો 2019ની સરખામણીએ પાર્ટીના વોટશેરમાં બમણો વધારો (2019-4.28 ટકાની સામે 2024 8.40 ટકા) જોવા મળ્યો. આ વોટશેરના આંકડા દર્શાવે છે કે ધીમે-ધીમે ભાજપની લોકપ્રિયતા ઘટી રહી છે. આ વર્ષે ભલે ભાજપે 543માંથી 239 બેઠકો પર જીત મેળવી હોય પરંતુ ઉત્તરોત્તર ભાજપના વોટશેરમાં ઘટાડો થઈ રહ્યો છે. સંભવત આગામી ચૂંટણીમાં ભાજપની બેઠકો હજુ પણ ઘટી શકે તેવા અનુમાન છે.

લોકસભા ચૂંટણી 2024માં સાંસદોએ કુલ મતદાનના 50.38ની સરેરાશે જીત મેળવી. તેની સરખામણીએ 2019માં સાસંદોએ કુલ મતદાનના 52.62 ટકાની સરેરાશ જીત મેળવી હતી. કહી શકાય કે 2019ની સરખામણીએ સાંસદોના કુલ મતદાનમાં આશરે 2 ટકા જેટલો સામાન્ય ઘટાડો જોવા મળ્યો. સાંસદો તેમના મત વિસ્તારમાં લોકપ્રિયતાના આધારે મતદાન કરતા હોય છે. મતદાનમાં થયેલ ઘટાડો બતાવો છે કે સાંસદોની તેમના મતવિસ્તારમાં વિશ્વસનીયતા અને લોકપ્રિયતામાં ઘટાડો થયો છે.

2024ની લોકસભા ચૂંટણીમાં ભાજપે 239 બેઠકો પર જીત મેળવી જ્યારે કોંગ્રેસે 99 બેઠકો પર જીત મેળવી. કોંગ્રેસને આ વખતે મળેલ જીત એ છેલ્લા બે વખત (2014 અને 2019)ના પરિણામો કરતાં વધુ સારું પ્રદર્શન કર્યું હોવાનું માનવામાં આવે છે. જયારે કોંગ્રેસના ગઠબંધનમાં સામેલ સમાજવાદી પાર્ટીએ 37 બેઠકો જીતી છે. આ વખતની લોકસભા ચૂંટણી કોંગ્રેસના રાજકીય સફર માટે વધુ મહત્વની બની રહેશે. ભાજપનો વોટશેર 2019ની સરખામણીએ ઘટવાને લઈને પક્ષે મનોમથંન અને સમીક્ષા કરવી પડશે. અને જો આ બાબત અને વિપક્ષ નેતા બનેલ રાહુલ ગાંધીને ગંભીરતાથી લેવામાં નહી આવે તો BJP માટે વધુ નુકસાનકારક સાબિત થઈ શકે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: અમરનાથ યાત્રીઓ માટે પોલીસ અને સેનાના જવાનો બન્યા દેવદૂત, મોટી દુર્ઘટના ટળી

આ પણ વાંચો: લોકસભામાં સંબોધન : ‘યુપીની તમામ 80 બેઠકો જીતીશું તો પણ EVM પર વિશ્વાસ નહી આવે’ અખિલેશ યાદવે EVM પર ઉઠાવ્યા સવાલ

આ પણ વાંચો: હાથરસ સત્સંગમાં 120થી વધુના મોત મામલે ભોલે બાબાના મુખ્ય સેવક અને અન્ય આયોજકો વિરુદ્ધ નોંધાયો કેસ