Mahesana News: મહેસાણાના વડનગરમાં ડબ્બા ટ્રેડિંગનો કાળો કારોબાર ચાલી રહ્યો છે. વડનગર પોલીસ સ્ટેશનમાં એક સાથે અનેક ફરિયાદો નોંધાઈ છે. મહિનાઓ અગાઉ ઝડપાયેલા ડબ્બા ટ્રેડિંગમાં ફરિયાદ થઈ છે. શેરબજારમાં લોકોને વધુ કમાણીની લાલચ આપીના ડબ્બા ટ્રેડિંગની ફરિયાદ કરવામાં આવી છે.
શેરબજારમાં લોકોને વધુ કમાણીની લાલચ આપીને ઠગાઈ કરવામાં આવી છે. બોગસ એકાઉન્ટોમાં નાણા ડિપોઝિટ પેટે જમા કરાવાતા હતા. બેન્ક ખાતામાં આવેલા નાણા જુદી-જુદી પદ્ધતિથી ઉપાડી લેવાતા હતા. શેરબજારમાં રોકાણ કરાવવાના બહાને ટોળકીઓ છેતરપિંડી કરતી હતી. ડબ્બા ટ્રેડિંગનો ગોરખધંધો ચલાવતી ટોળકી સામે કુલ ચાર જુદા-જુદા ગુનાઓમાં 21 ગુનેગારો સામે ફરિયાદ નોંધાઈ છે. મહેસાણા એલસીબી પીએસઆઇએ ફરિયાદો નોંધાવી છે.
ડબ્બા ટ્રેડિંગનું વિસ્તરણ પ્રતિદિવસ વધી રહ્યું છે. આ ગુનાહિત પ્રવૃત્તિઓમાં સપડાયેલા અપરાધીઓ પોતાના પાવરને વધારી રહ્યાં છે. તો બીજી તરફ ડબ્બા ટ્રેડિંગનું નેટવર્ક અને કામ કરવાની સિસ્ટમને એવી રીતે ડિઝાઇન કરવામાં લાગ્યા છે કે, તેમને ક્યારેય પકડી શકાશે જ નહીં. વર્તમાન સમયમાં મહેસાણામાં ચાલતા ડબ્બા ટ્રેડિંગની ગુનાહિત પ્રવૃતિને બંધ કરાવવા માટે એટીએસ કે સીબીઆઈને મેદાનમાં ઉતરવું પડશે.
રસપ્રદ વાત તો તે છે કે, ડબ્બા ટ્રેડિંગનો કિંગ પકડાઇ ગયો છતાં તેના કાળા કારોબાર તો ચાલું જ છે. જી હાં.. આ ધંધાની ડિઝાઈન જ એવી છે કે, અપરાધી પકડાય પરંતુ ધંધો બંધ ન થાય.
આ ધંધો મહેસાણા પૂરતો સીમિત નથી. આ અપરાધીઓ સમજી ચૂક્યા છે કે, એક જગ્યાએ બેસીને ધંધો થઈ શકશે નહીં. તેથી આ અપરાધીઓએ મહેસાણા સહિત અમદાવાદ-રાજસ્થાન-પાટણ વગેરે જેવા વિવિધ અનેક જગ્યાઓ ઉપર પોતાની ટીમ બેસાડીને ધંધો કરાવી રહ્યાં છે. ઉપરોક્ત તમામ રાજ્યોમાં ટીમો બેસી છે અને ડબ્બા ટ્રેડિંગનો મોટા પાયે સાઇબર ક્રાઇમને લગતું કામ કરવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચો: મહેસાણાના ઊંઝામાં નકલી જીરું અને વરિયાળી બનાવતી ફેક્ટરી ઝડપાઈ
આ પણ વાંચો: મહેસાણાના કડી નજીક ખાનગી કંપનીમાં 9 શ્રમિકોના મોતનો મુદ્દો
આ પણ વાંચો: મહેસાણામાં બહુચર માતાને રૂ.300 કરોડનો હાર પહેરાવાયો
