બનાસકાંઠા/ મગરાવા ગામે લંપી વાયરસનો કાળો કહેર, અનેક પશુઓના મોત, દૂધ ઉત્પાદનમાં મોટો ઘટાડો

જો વાત મગરાવા ગામની કરવામાં આવે તો ગામમાં 450 કરતા વધુ પશુઓ રોગ ની ઝપટ માં આવ્યા છે.  અને ગામ લોકો ની વાત માનીએ તો 100 કરતા વધુ પશુઓ ના મોત થયા છે.  જો કે સરકારી આંકડો નહિવત  મોત દર્શાવી રહ્યો છે.

Top Stories Gujarat Others
bangladesh 3 મગરાવા ગામે લંપી વાયરસનો કાળો કહેર, અનેક પશુઓના મોત, દૂધ ઉત્પાદનમાં મોટો ઘટાડો

ધાનેરાના મગરાવા ગામે લંપી વાયરસે કાળો કહેર મચાવ્યો છે. ગામમાં 450 કરતા વધુ પશુઓ વાયરસની ઝપટમાં આવતા પશુપાલકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. સારવાર કઈ કારગત ન નિવડતા ભગવાન ને પોકાર….હે ભગવાન હવે તો તું કઈક કર…..

ધાનેરા તાલુકો ખેતી અને પશુપાલન સાથે સંકળાયેલ છે.  અને એ જ પશુઓ લંપી રોગ નો શિકાર બની રહ્યા છે.  જો વાત મગરાવા ગામની કરવામાં આવે તો ગામમાં 450 કરતા વધુ પશુઓ રોગ ની ઝપટ માં આવ્યા છે.  અને ગામ લોકો ની વાત માનીએ તો 100 કરતા વધુ પશુઓ ના મોત થયા છે.  જો કે સરકારી આંકડો નહિવત  મોત દર્શાવી રહ્યો છે.  પશુઓના મોત અને લંપી વાયરસના કારણે દૂધ ની માત્રા પણ ઘટી ગઈ છે. જેના કારણે પશુપાલક ની આર્થિક પરિસ્થિતિ પણ કથળી રહી છે.

એક બાજુ દૂધ નું ઉત્પાદન કમ અને બીજી બાજુ પશુઓના મોત થતા પરિસ્થિતિ ગંભીર બની છે.  પોતાના સંતાન ની જેમ સાચવેલ પશુઓ ના મોત થતા પશુપાલકો ની આંખ માં આંસુ આવી રહ્યા છે. તંત્ર અને બનાસ ડેરીના અર્થાગ પ્રયત્ન હોવા છતાં પણ પશુઓના ટપોટપ મોત થતા પશુપાલકનો પરિવાર હચમચી જવા પામ્યો છે. છેલ્લે ભગવાન ને જ અરજ કરી રહ્યો છે કે ભગવાન હવે તો તું જે કરે એ જ સાચું…

લમ્પી વાયરસની અસરની વાત કરવામાં આવે તો પશુઓમાં સૌથી વધારે ગાયને આ રોગ થાય છે. ત્યારે લમ્પી વાયરસની અસરમાં શરૂઆતમાં તાવ આવે છે અને ત્યારબાદ પશુઓના શરીરમાં અછબડા જેવી અસરો જોવા મળે છે. જ્યારે આ વાયરસથી પશુઓના શરીર પર આવેલ ચામડીને પણ નુકસાન થાય છે. પશુઓની ચામડી હંમેશા માટે ફાટી પણ જાય છે.

આ વાયરસ પશુના શરીરમાં દાખલ થયાના એક અઠવાડિયાની અંદર આ રોગના ચિન્હો જોવા મળે છે. જેમાં પશુને તાવ આવે, પશુ ખાવાનું ઓછું કરે અથવા તો સંપૂર્ણ બંધ કરી દે છે, ચામડી પર ફોડલા જેવા ગઠ્ઠા થાય છે, પશુઓની દૂધ ઉત્પાદન ક્ષમતા પર માઠી અસર થાય છે.

આ રોગચાળાને કાબૂમાં લેવા માટે બીમાર પશુઓને બીજા તંદુરસ્ત પશુઓથી તાત્કાલિક અલગ રાખવા જોઇએ. પશુઓની રહેઠાણની જગ્યા સ્વચ્છ રાખવી જેથી માખી અને મચ્છરનો ઉપદ્રવ અટકાવી શકાય. આ રોગ તંદુરસ્ત પશુઓમાં ન આવે એટલા માટે તંદુરસ્ત પશુઓમાં રસીકરણ કરી અટકાવી શકાય છે.

Commonwealth Games/ 5 અકસ્માત, 2 સર્જરી, પગ અને કાંડામાં ધાતુનો સળિયો, છતાં પ્રજ્ઞા મોહનનો ઉત્સાહ યથાવત