ફરિયાદ/ હાર માટે EVMને જવાબદાર ગણવાનો ખેલ ૨૦૦૯થી ચાલે છે, EVMને અપાતો દોષ સાચો કે ખોટો ?

આસામમાં નોંધાયેલા મત કરતા ઈવીએમમાં વધુ મત પડ્યાનો અને સત્તાધારી પક્ષના ઉમેદવારની કારમાંથી ઈવીએમ મશીન મળી આવવાના બનાવના પગલે સર્જાતા અનેક સવાલો

India Trending
antigen corona testing kit 7 હાર માટે EVMને જવાબદાર ગણવાનો ખેલ ૨૦૦૯થી ચાલે છે, EVMને અપાતો દોષ સાચો કે ખોટો ?

આસામમાં નોંધાયેલા મત કરતા ઈવીએમમાં વધુ મત પડ્યાનો અને સત્તાધારી પક્ષના ઉમેદવારની કારમાંથી ઈવીએમ મશીન મળી આવવાના બનાવના પગલે સર્જાતા અનેક સવાલો

@હિંમતભાઈ ઠક્કર, અમદાવાદ 

જ્યારે કોઈપણ પક્ષ ઈવીએમ વિષે ફરિયાદ કરે ત્યારે તેની હાંસી ઉડાવવાની કે જે તે પક્ષ અથવા ઉમેદવાર ચૂંટણી હારી રહ્યો છે માટે તે ઈવીએમ પર દોષનું ઠીકરૂં ફોડે છે લોક સમર્થન ગુમાવે છે એટલા માટે દોષનો ટોપલો ફોડે છે તેવી વાતો થાય છે પ્રહારો થાય છે. કદાચ ઈવીએમની ટીકા કરનારા માટે થતી વાતો અમુક કીસ્સામાં સાચી પણ હોય છે. ઈવીએમની ટીકાએ રાજકારણીઓની ફેશન બની ગઈ છે. પોતે ગુમાવેલા જનાધાર માટે હંમેશા ઈવીએમને કે તેની ક્ષતિઓને જવાબદાર ગણવાનો પ્રયાસ કરે છે અને ત્યારબાદ ચૂંટણી પંચ તેનો જવાબ પણ આપે છે. જાેકે હવે ભારતમાં આપણે ૧૯૯૮ બાદ તબક્કાવાર ઈવીએમની પધ્ધતિ અપનાવી જ છે. તેવે સમયે આપણે હવે આજ પધ્ધતિથી ચૂંટણી લડવાની છે બાકી તો જેની પાસે સત્તા હોય તે ગમે તે કરી શકે છે તે પણ એક વાસ્તવિકતા છે અને હકિકત પણ છે તે સત્યા પણ સ્વીકારવું પડે તેમાં જ આપણું ડહાપણ છે તેવું કોઈ જાણકાર કહે તો માની લીધા વગર ચાલે તેમ નથી.

himmat thhakar 1 હાર માટે EVMને જવાબદાર ગણવાનો ખેલ ૨૦૦૯થી ચાલે છે, EVMને અપાતો દોષ સાચો કે ખોટો ?
ગુજરાતમાં ભાજપે સ્થાનિક ચૂંટણીમાં કલ્પના બહારનો વિજય મેળવ્યો ત્યારે કોંગ્રેસે આત્મમંથન કરવાની વાતો સાથે ઈવીએમનો દોષ કાઢઅયો જ છે. જ્યારે કૃષિ આંદોલન વચ્ચે પંજાબમાં યોજાયેલી તમામ સ્તરની સ્થાનિક ચૂંટણીમાં કોંગ્રેસે ભવ્ય વિજય મેળવ્યો અને ભાજપ અને તેના જૂના સાથીદાર અકાલીદળનો બરાબર સફાયો થયો તેવે સમયે ભાજપના ત્યાંના આગેવાનોએ પણ ઈવીએમની ટીકા કરી હતી એટલે હારનો દોષ પોતાના પક્ષ પર તો ઢોળવાની પ્રથા ઓછી છે. પોતાની નિષ્ફળતા ઢાંકવા હંમેશા ઈવીએમ પર દોષનો ટોપલો ઢોળવાનો પ્રયાસ થાય છે. પરંતુ મોટે ભાગે આ આક્ષેપબાજી ચૂંટણીના પરિણામ પછી થતી હોય છે. પરંતુ આ વખતે આસામમાં બે કિસ્સા એવા બહાર આવ્યા છે કે જેમાં ઈવીએમની ખામી ચૂંટણીનું મતદાન પત્યા બાદ તરત જ બહાર આવી છે.

4 officials suspended, repoll ordered after EVM found in Assam BJP  candidate's car | Hindustan Times
આસામના દિમા હસાઓ જિલ્લાના એક બુથ માટે ૯૦ મતદારો પણ નોંધાયેલા છે અને ઈવીએમ પર નખાયેલા મતોની સંખ્યા સીધી ૧૮૧ થઈ ગઈ હવે આ મતદાન મથક માટે એવું કહેવામાં આવે છે કે આ મતદાન મથકની યાદી જાેઈને ત્યાંના શાસક પક્ષના આગેવાને વાંધો લીધો અને બુથમાં જે યાદી હતી તેના બદલે પોતાના પાસે જે જુની યાદી હતી તેના આધારે મતદાન કરાવ્યું હતું અને આમા આશ્ચર્ય પમાડે તેવી વાત એ હતી કે આ બુથ પરના ફરજ પરના ચૂંટણી કર્મચારીઓએ આ જ મતદાર યાદી પ્રમાણે મત આપવાની ફરજ પણ પાડી હતી. જાે કે કોઈ પણ જાતનું પાપ કદી છાબડે ઢાંક્યું રહેતું નથી તેમ સામા પક્ષની જાગૃતિના કારણે આ પોલ પકડાઈ ચૂંટણી પંચના ઉચ્ચ હોદ્દેદારો સુધી વાત પહોંચી અને તપાસમાં ૯૦ અને ૧૮૧ વચ્ચેનું સત્ય બહાર આવતા આ મતદાન મથક પર ફેર મતદાનનો આદેશ આપવામાં આવ્યો છે. એટલું જ નહિ પણ ચૂંટણી પંચના જવાબદાર અધિકારીએ એકરાર કર્યો છે અને ત્યાં બુથના વરિષ્ઠ અધિકારીએ જ ઉમેદવાર અને રાજકીય પક્ષે સુપ્રત કરેલી યાદી પ્રમાણે મતદાન કરવાની ફરજ પાડી હતી એટલું જ નહીં પણ હાફલોગ વિધાનસભા ક્ષેત્રમાં ૧લી એપ્રિલે બનેલા આ બનાવનું સત્ય સ્વીકારીને આ બુથ પર ફરજ બજાવનાર છ જેટલા ચૂંટણી કર્મીઓને (અધિકારીઓને) સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા છે અને ત્યાં ફેરમતદાન માટે પણ આદેશ આપવામાં આવેલ છે હવે એ વાત કહેવાની ભાગ્યે જ જરૂર છે કે ત્યાં ૨૦૧૬ની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારે જીત મેળવી હતી.

Jatin Verma's IAS Academy | 8882932364 | Best IAS Coaching in Karol Bagh,  Best IAS Coaching in Rajendra Place, Best IAS Coaching in Paharganj, Best  IAS Coaching in Paharganj, Best IAS Coaching
જ્યારે કરીમગંજ જિલ્લાના રાતબારી વિધાનસભા મત વિસ્તારના એક મતદાન મથકનું ઈવીએમ ભાજપના એક ઉમેદવારની કારમાં હતું તે વાત જાહેર થઈ જતા લોકોએ આ કારને ઘેરી હતી અને તપાસ કરતા તેમાંથી ઈવીએમ મળી આવ્યું હતું હવે આ કાર તે વિસ્તારના ભાજપના ઉમેદવાર કૃષ્ણેન્દ્ર પાલની પત્નીના નામે નોંધાયેલી છે. આ પ્રકરણમાં પણ જવાબદાર મનાતા અધિકારીને સસ્પેન્ડ કરી ત્યાં ફેર મતદાનનો આદેશ અપાયો છે.

How BJP started the EVM-tampering murmurs that haunt it today

આ બનાવના પગલે ભાજપના જ એક રાજ્યસભાના સભ્ય શ્રીમતી સોનિયા ગાંધી, રાહુલ ગાંધી સહિતના વરિષ્ઠ આગેવાનો સામે કોર્ટમાં વિવિધ બાબતો અંગે કેસ કરનાર વરિષ્ઠ અને અભ્યાસ આગેવાન ધારાશાસ્ત્રી પ્રો. સુબ્રમણ્યમ્‌ સ્વામીએ પણ ઈવીએમના વ્યાજબી પણા અંગે શંકા વ્યક્ત કરી છે અત્રે એ યાદ આપવું જરૂરી છે કે ૨૦૦૯ની ચૂંટણીમાં કોંગ્રેસની આગેવાની હેઠળનું યુપીએ ફરી સત્તાપર આવ્યું ત્યારે ઈવીએમ અંગે ટીકા કરનારાઓમાં પ્રો. સુબ્રમણ્યમ સ્વામી તો હતા જ પણ તેની સાથે ઈવીએમ અંગે શંકા ઉઠાવનારાઓમાં ભાજપના વરિષ્ઠ નેતા ગણાતા પૂર્વ ગૃહમંત્રી એલ.કે. અડવાણી પણ હતા. ૨૦૧૭ની યુપીની ચૂંટણી બાદ બસપાના સુપ્રિમો માયાવતીએ પણ ઈવીએમમાં ગડબડનો આક્ષેપ કર્યો હતો.

છેલ્લે એ વાત પણ યાદ આપી દઈએ કે જ્યારે કોઈપણ રાજકીય પક્ષના પગ હેઠળ રેલો આવે છે ત્યારે ઈવીએમમાં ગડબડ કરાઈ હોવાનો હાથવગો આક્ષેપ કરી નાખે છે જાે કે આસામ જેવા બનાવો બહાર આવે ત્યારે તે અંગે લોકોમાં શંકાની લાગણી પણ ઉભી થાય છે તે પણ હકિકત છે અને વાસ્તવિકતા પણ છે જાે કે દરેક જગ્યાએ આવું હોતું નથી તે વાત પણ સાચી છે.