New Delhi/ દિલ્હીવાસીઓને ગરમીથી મળશે રાહત, આજે પડી શકે છે વરસાદ, વાંચો દેશમાં હવામાનની આગાહી

હવામાન વિભાગે આજે રાષ્ટ્રીય રાજધાનીમાં ગાજવીજ સાથે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. વિભાગે ભારે પવનની ચેતવણી સાથે યલો એલર્ટ પણ જારી કર્યું છે.

Top Stories India
IMD

હવામાન વિભાગે આજે રાષ્ટ્રીય રાજધાનીમાં ગાજવીજ સાથે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. વિભાગે ભારે પવનની ચેતવણી સાથે યલો એલર્ટ પણ જારી કર્યું છે. હવામાન વિભાગે કહ્યું કે, આજે સાંજથી આગામી 6 દિવસ સુધી દિલ્હીમાં વરસાદની સંભાવના છે. આજે, શહેરના બેઝ સ્ટેશન સફદરજંગ વેધશાળામાં લઘુત્તમ તાપમાન 29.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સામાન્ય કરતાં બે ડિગ્રી વધારે છે. મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની ધારણા છે. મંગળવારે દિલ્હી વાદળોથી ઢંકાયેલું હતું, આ મહિનામાં પ્રથમ વખત સફદરજંગ વેધશાળાનું મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસથી નીચે લઈ ગયું હતું. આગામી દિવસોમાં સતત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને લો લેવલ ઈસ્ટલી રહેવાની આગાહી કરવામાં આવી છે, જેના કારણે ગરમી કાબુમાં રહેવાની શક્યતા છે.

આગામી 6 દિવસમાં વરસાદ પડી શકે છે
ભારતીય હવામાન વિભાગે આગામી છ દિવસમાં વાવાઝોડા અથવા હળવા વરસાદની યલો એલર્ટ ચેતવણી જાહેર કર્યું છે. રવિવાર સુધીમાં તાપમાનનો પારો 35 ડિગ્રી સેલ્સિયસ સુધી ગગડી જવાની સંભાવના છે. 1 જૂનથી ચોમાસાની સિઝન શરૂ થાય છે. પરંતુ રાષ્ટ્રીય રાજધાનીમાં હજુ સુધી કોઈ વરસાદ નોંધાયો નથી. સામાન્ય રીતે મહિનાના પ્રથમ 13 દિવસમાં 13.8 મીમી વરસાદ પડે છે.

સ્કાયમેટ વેધરના વાઈસ પ્રેસિડેન્ટ (ક્લાઈમેટ ચેન્જ એન્ડ મીટિઅરોલોજી) મહેશ પલાવતે જણાવ્યું હતું કે, દિલ્હીમાં ચોમાસાની સામાન્ય તારીખ 27 જૂન અથવા એક-બે દિવસ પહેલા આવવાની ધારણા છે. પાલાવતે કહ્યું કે હવે દિલ્હીમાં હીટવેવની સ્થિતિ પરત આવવાની ઘણી ઓછી સંભાવના છે. 21 જૂન પછી, હવામાન સાફ થશે અને સૂકા પશ્ચિમી પવનો શરૂ થશે પરંતુ તાપમાનમાં તીવ્ર વધારો થવાની આગાહી કરવામાં આવી નથી.

દેશના આ ભાગોમાં આગામી ચાર દિવસમાં થશે વરસાદ!
દિલ્હી, યુપી, પંજાબ અને રાજસ્થાન, મધ્યપ્રદેશ સહિત ઉત્તર પશ્ચિમ ભારતના ઘણા ભાગો હજુ પણ આકરી ગરમીની ઝપેટમાં છે. ભારતીય હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી ત્રણ દિવસમાં હીટ વેવની સ્થિતિ ઓછી થવાની ધારણા છે. મધ્ય ભારત અને પૂર્વ ભારતના મોટાભાગના વિસ્તારોમાં ગરમીના મોજાની સ્થિતિ સમાપ્ત થઈ ગઈ છે.

આ બધા વચ્ચે રાહતના સમાચાર એ છે કે, દક્ષિણ-પશ્ચિમ ચોમાસું ધીરે ધીરે અરબી સમુદ્ર, ગુજરાત, મધ્ય મહારાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં પહોંચી રહ્યું છે. આ સાથે ચોમાસું કર્ણાટક, તેલંગાણા, તમિલનાડુના ભાગો તરફ આગળ વધી રહ્યું છે. તેને જોતા બિહાર, ઝારખંડ અને યુપી સહિત ઘણા રાજ્યોમાં વરસાદની સંભાવના છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 16 જૂને જમ્મુ, કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, ઉત્તર પંજાબ અને ઉત્તર હરિયાણામાં ભારે વરસાદની સંભાવના છે. પશ્ચિમી વિક્ષેપ અને નીચા-સ્તરના પૂર્વીય પવનોના પ્રભાવ હેઠળ, 16 અને 17 જૂનના રોજ પશ્ચિમ હિમાલય વિસ્તારમાં વ્યાપક વરસાદ થઈ શકે છે.

આ પણ વાંચો:રાજયમાં ૧૨,૭૦,૪૦૦ લોકો કરશે યોગ : ‘યોગ ફોર હ્યુમેનિટી’ છે આ વર્ષની થીમ