Not Set/ કોંગ્રેસે માત્ર સરદાર જ નહીં, બાબાસાહેબ જેવા મહાન વ્યક્તિ સાથે પણ કર્યો છે અન્યાય : ધંધુકામાં મોદી

ગુજરાત વિધાનસભાની ચુંટણીને લઇ પુરજોશમાં ચાલી રહેલા પ્રચાર-પ્રસારના ભાગરૂપે પીએમ નરેન્દ્ર મોદી વધુ એકવાર ગુજરાતની મુલાકાતે છે. ગુજરાતની મુલાકાત દરમિયાન પીએમ મોદી બુધવારે ધંધુકા, દાહોદ તથા નેત્રંગ ખાતે  જાહેર સભાને સંબોધવાના છે, ત્યારે ઘંઘુકા ખાતે એક જાહેર સભાને સંબોધતા તેઓએ વધુ એકવાર કોંગ્રેસને આડે હાથ લીધી હતી. કોંગ્રેસ પર પ્રહાર કરતા પીએમ મોદીએ જણાવ્યું, “કોંગ્રેસે માત્ર […]

Top Stories
7c4c52133a6661312ff4ba17e9e6829e કોંગ્રેસે માત્ર સરદાર જ નહીં, બાબાસાહેબ જેવા મહાન વ્યક્તિ સાથે પણ કર્યો છે અન્યાય : ધંધુકામાં મોદી

ગુજરાત વિધાનસભાની ચુંટણીને લઇ પુરજોશમાં ચાલી રહેલા પ્રચાર-પ્રસારના ભાગરૂપે પીએમ નરેન્દ્ર મોદી વધુ એકવાર ગુજરાતની મુલાકાતે છે. ગુજરાતની મુલાકાત દરમિયાન પીએમ મોદી બુધવારે ધંધુકા, દાહોદ તથા નેત્રંગ ખાતે  જાહેર સભાને સંબોધવાના છે, ત્યારે ઘંઘુકા ખાતે એક જાહેર સભાને સંબોધતા તેઓએ વધુ એકવાર કોંગ્રેસને આડે હાથ લીધી હતી. કોંગ્રેસ પર પ્રહાર કરતા પીએમ મોદીએ જણાવ્યું, “કોંગ્રેસે માત્ર સરદાર જ નહીં, બાબાસાહેબ જેવા મહાન વ્યક્તિ સાથે પણ અન્યાય કર્યો છે”.

કોંગ્રેસને આડે હાથ લેતા પીએમ મોદીએ જણાવ્યું,

  • આ દેશમાં બાબાસાહેબ હતા જેમણે ભારતમાં પાણીની સિંચાઇ યોજનાનો પ્રારંભ કર્યો હતો. ભારતની પોતાની રિઝર્વ બેંકનો વિચાર પણ બાબાસાહેબે જ કર્યો હતો. એક પરિવારનું ભલું કરવા માટે ભારતમાં સતત ષડયંત્રો ચાલી રહ્યા હતા, માત્ર સરદાર જ નહીં, બાબાસાહેબ જેવા મહાન વ્યક્તિ સાથે પણ એવો જ અન્યાય થયો.
  • જ્યાં સુધી દેશમાં કોંગ્રેસનો વાવટો ફરકતો રહ્યો ત્યાં સુધી બાબાસાહેબને સન્માન આપવામાં ન આવ્યું.
  • “દિકરીને બંદૂકે દેજો, પણ ધંધુકે ન દેતા”. કારણ અહીં પાણીના વલખા મારવા પડતા હતા. રાણપુરમાં ચેકડેમ બનાવ્યા, એ ડેમમાં કેટલું બધું પાણી હતું એ અંગે સમાચાર આવ્યા હતા. અમારી સતત કોશિશ છે, જૂની સમસ્યાઓનું સમાધાન કરવું અને નવાનું નિર્માણ કરતા જવું.
  • રાજકારણ કરવું હોત હેન્ડ પંપ લગાવીને બેસી રહ્યા હોત. કોંગ્રેસ જે 60 વર્ષમાં કામ કર્યું તેનાથી દસગણું કામ ભાજપે કર્યું.
  • ખેડૂતોએ લીધેલી લોનનું વ્યાજ સરકાર ભરશે
  • અમે આરોપો અને બદનામી સહન કરીને સલામતી આપી, સુવિધા આપી. ચાર બંગડીવાળી ગાડી હોય પરંતુ સલામતી ન હોય તો શું કરવાનું?
  • અમે માળાઓ જપી નથી કે મંદિર મંદિરે ફર્યા નથી કાળી મજૂરી કરી છે. આ ગાંધીની ધરતી છે ત્યાં ગમે તેવા તોફાન ઠંડાં પડી જાય છે.