Not Set/ બારેજામાં ગેસ લીકેજ બાદ બ્લાસ્ટ,એક જ પરિવારના 7 લોકોનાં મોત, 3 ઈજાગ્રસ્ત

એક પરિવાર માટે આફત બનીને આવી હોય તેવો બનાવ સામે આવ્યો છે. ગુજરાતમાં મજૂરી અર્થે આવેલ એક જ પરિવારના દસ લોકો એક રૂમમાં નીંદર માણી રહ્યા હતા….

Ahmedabad Gujarat
બારેજામાં ગેસ લીકેજ બાદ બ્લાસ્ટ

અમદાવાદના બારેજામાં ગેસ લીકેજ બાદ બ્લાસ્ટ થયો હતો.જેમાં એક પરિવારના સાત લોકોનાં કરુણ મોત નીપજ્યાં હતા અને ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થતા તેઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા.

મળતી માહિતી અનુસાર,બારેજા ગામમાં મંગળવારની રાત એક પરિવાર માટે આફત બનીને આવી હોય તેવો બનાવ સામે આવ્યો છે. ગુજરાતમાં મજૂરી અર્થે આવેલ એક જ પરિવારના દસ લોકો એક રૂમમાં નીંદર માણી રહ્યા હતા. જોકે દરમિયાન પરિવારના એક સભ્ય એ જાગીને કોઈ કામ અર્થે લાઇટની સ્વિચ દબાવતા અચાનક બ્લાસ્ટ થયો હતો. ત્યારે જ બાજુમાં રહેતા રાજસ્થાનના ફુલસિંગે મોડી રાતે જાણ કરી હતી કે ઘરમાંથી ગેસની ગંધ આવી રહી છે.

ગેસ લીકેજ બાદ બ્લાસ્ટ

આ પણ વાંચો :કરછના રોડ પર દેખાઈ એક કરોડની ઇલેક્ટ્રિક કાર, જાણો કોણે ખરીદી કરી

ઉંઘમાંથી જાગેલા સ્વજનો કંઈ સમજે તે પહેલા ફુલસિંગે લાઈટની સ્વીચ ચાલુ કરતા ગેસ બ્લાસ્ટ થયો હતો. જેમાં પરિવારના નવ લોકો અને ફુલસિંગ ગંભીર રીતે દાઝ્યા હતા. જેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

આ ઘટનામાં પરિવારના તમામ લોકો ઇજાગ્રસ્ત થયા હતા. જેમને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જો કે આ ઘટનામાં ઇજા પામેલ 3 સભ્યોના ગઇકાલે અને આજે 4 સભ્યો એમ કુલ 7 લોકોના મૃત્યુ નિપજ્યા છે. જ્યારે હાલમાં ત્રણ લોકો સારવાર હેઠળ છે. પોલીસે પણ અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

બારેજામાં  ગેસ લીકેજ બાદ બ્લાસ્ટ

આ પણ વાંચો :ગુજરાતના મહિલા IASએ હરિયાણાના IAS સાથે માંડ્યા પ્રભુતામાં પગલાં, સરકારે કેડર બદલી આપી

ઘટનાની જાણ થતા એમપી સરકાર પણ હરકતમાં આવી હતી. એમપીના સીએમ શિવરાજસિંહે મુખ્યપ્રધાન વિજય રૂપાણી સાથે વાત કરી હતી. એમપી સરકારે મૃતકના પરિજનોને ચાર ચાર લાખની સહાયની જાહેરાત પણ કરી હતી. આ દરમિયાન સ્થાનિક પોલીસે  એફએસએલની મદદથી આ સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી હતી.

આ દુખદ ઘટના પર મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે દુખ વ્યક્ત કર્યુ છે. તેમણે ટ્વીટ કર્યુ છે કે, અમદાવાદની ફેક્ટ્રીમાં ગેસ લીકથી થયેલી દુર્ઘટનામાં અમારા અનેક શ્રમિક ભાઇઓના નિધનના સમચાર સાંભળીને દુખ થયુ. ઇશ્વરને દિવંગત આત્માઓને પોતાના શ્રીચરણોમાં સ્થાન અને પરિવારજનોને આ દુખ સહન કરવાની શક્તિ આપવાની પ્રાર્થનાક રુ છુ. ઓમ શાંતિ.

આ પણ વાંચો :દુધરેજ ગામના લોકોનો હોબાળો, સુવિધાઓની અછતની ઉઠી ફરિયાદ

આ પણ વાંચો :ST બસ ડેપોની બહાર નીકળતા જ ડ્રાઈવરે વૃદ્ધાને અડફેટે લેતા વૃદ્ધાનું કરુણ મોત

મૃતકના નામ

  • રામપ્યારી બાઈ અહિરવાર ( ઉં. વ. 56)
  • રાજુભાઈ અહિરવાર ( ઉં. વ. 31)
  • સોનુ અહિરવાર ( ઉં. વ. 21)
  • વૈશાલી બેન અહિરવાર ( ઉં. વ. 7)
  • નિતેશ ભાઈ અહિરવાર ( ઉં. વ. 6)
  • પાયલ બેન અહિરવાર ( ઉં. વ. 4)
  • આકાશ ભાઈ અહિરવાર ( ઉં. વ. 2)