ગુજરાત/ વડોદરામાં શ્વાને કર્યું રક્તદાન : શ્વાન માલિકે જણાવ્યું ખાસ કારણ

વડોદરામાં થયેલી આ ઘટના માનવ અને પશુઓનું જીવન રક્ષણ માટે, બ્લડ ડોનેશન માટે પ્રેરણારુપ સાબિત થાય એવું લાગે છે.

Gujarat Vadodara
વડોદરા

રકતદાનનો મહિમા જેટલો જાણીએ એટલો ઓછો છે. ઘણી વખત તો બ્લડ ડોનેશનથી કોઈનો જીવ પણ બચાવી શકાય છે. દેશ અને દુનિયામાં  રકતદાન કરવા માટે જાગૃતતા કેળવવા અને અપીલ કરતા અવનવી રીતો અપનાવવામાં આવતી હોય છે. ઘણા લોકો જુદી જુદી રીતે  અન્ય લોકોને રક્તદાન કરવા માટે પ્રેરણા આપતા રહે છે. તાજેતરમાં પણ આવો જ એક કિસ્સો વડોદરામાં બન્યો છે. વડોદરામાં કોઈ વ્યક્તિએ નહિ પરંતુ એક શ્વાનનું રક્તદાન કર્યું હતું.

વધુ વિગત અનુસાર વડોદરામાં વાડી વિસ્તારમાં રહેતા શ્વેતા દુબેએ તેમના શ્વાનનું રક્તદાન કરીને અન્ય શ્વાનનું જીવન બચાવ્યું છે. આ બાબત શ્વાન માટે જેટલી મહત્વની છે એટલી જ માણસો માટે પ્રેરણા રૂપ છે. કોઈને મહામુલી માનવ જિંદગી માત્ર રક્તની અછતના કારણે ગુમાવવી પડે એ માનવતાને શરમાવે તેવી બાબત છે. ત્યારે વડોદરામાં થયેલી આ ઘટના માનવ અને પશુઓનું જીવન રક્ષણ માટે, બ્લડ ડોનેશન માટે પ્રેરણારુપ સાબિત થાય એવું લાગે છે. વડોદરાના વાડી વિસ્તારમાં રહેતી શ્વેતા દુબે જે ડોગ લવર છે. તેમના પાસે 23 જેટલા શ્વાન છે. તેમના શ્વાન ડેઝી દ્વારા રક્ત દાન કરી બીજા શ્વાન જીવ બચાવ્યો હતો. શ્વાનના રક્તદાન બાબતે વાત કરતા શ્વેતા દુબેએ જણાવ્યું કે, વડોદરા અથવા ગુજરાતમાં શ્વાન માટે પણ બ્લડ બેંક બને અને શ્વાનને ઉત્તમ સારવાર મળે પણ આશા વ્યક્ત કરી હતી.

આ પણ વાંચો : શું તમે પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના વિષે આ મહત્વની બાબત જાણો છો?