Mumbai News/ ભીંડી બજારમાં BMCનું બુલડોઝર એક્શન: મુસાફિરખાના તોડી પાડવાની કામગીરી શરૂ

મુંબઈના ભીંડી બજાર (Bhindi Bazaar)વિસ્તારમાં ગુરુવારે સવારે BMC દ્વારા જર્જરિત મુસાફિરખાના બિલ્ડિંગને તોડી પાડવાની કામગીરી (BMC Demolition)શરૂ કરવામાં આવી છે

India Mumbai News
મુંબઈના ભીંડી બજાર (Bhindi Bazaar)વિસ્તારમાં ગુરુવારે સવારે BMC દ્વારા જર્જરિત મુસાફિરખાના બિલ્ડિંગને તોડી પાડવાની કામગીરી (BMC Demolition)શરૂ કરવામાં આવી છે

Mumbai News : મુંબઈના ભીંડી બજાર (Bhindi Bazaar)વિસ્તારમાં ગુરુવારે સવારે BMC દ્વારા જર્જરિત મુસાફિરખાના બિલ્ડિંગને તોડી પાડવાની કામગીરી (BMC Demolition)શરૂ કરવામાં આવી છે. ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે બુલડોઝરથી ડિમોલિશન કરવામાં આવી રહ્યું છે. બિલ્ડિંગ સંકુલમાં આવેલી મસ્જિદ પણ આ કાર્યવાહીનો ભાગ હોવાને કારણે મામલો ચર્ચામાં (Mosque Controversy)આવ્યો છે.

મુંબઈ ભીંડી બજારમાં BMCની કાર્યવાહી (Mumbai Demolition)

મુંબઈના દક્ષિણ વિસ્તારમાં આવેલા ભીંડી બજારની (Bhindi Bazaar)પાકમોડિયા સ્ટ્રીટ પર સ્થિત મુસાફિરખાના (Musafirkhana)બિલ્ડિંગને તોડી પાડવા માટે BMCની ટીમ (BMC Demolition)સવારે જ સ્થળ પર પહોંચી હતી. ડિમોલિશન દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના એન્જિનિયરિંગ વિભાગ સહિતના સંબંધિત અધિકારીઓની હાજરીમાં કામગીરી હાથ ધરવામાં આવી છે.

દક્ષિણ ઝોન-1ના DCP મનીષ કાલવાનિયાએ જણાવ્યું કે, BMC દ્વારા સવારથી કાર્યવાહી ચાલી રહી છે અને સુરક્ષાના તમામ જરૂરી પગલાં લેવામાં આવ્યા છે. પૂરતા પોલીસ બળની હાજરીમાં હાલ ડિમોલિશનની કામગીરી શાંતિપૂર્ણ રીતે ચાલી રહી છે અને કોઈ સમસ્યા નોંધાઈ નથી.

મુસાફિરખાના તોડવા BMCએ અગાઉ નોટિસ આપી હતી

BMC દ્વારા મુસાફિરખાના (Musafirkhana)બિલ્ડિંગને લઈને અગાઉ નોટિસ આપવામાં આવી હતી. આ નોટિસમાં બિલ્ડિંગની સાથે પરિસરમાં આવેલી મસ્જિદનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો અને નિર્ધારિત સમયમર્યાદામાં જગ્યા ખાલી કરી તોડી પાડવાની સૂચના આપવામાં આવી હતી. જોકે, કાર્યવાહી સામે સ્થાનિક સ્તરે વિરોધ શરૂ થયો હતો અને તેને રોકવા કાનૂની પ્રયાસો પણ કરવામાં આવ્યા હતા.

AIMIM નેતા વારિસ પઠાણે અગાઉ જણાવ્યું હતું કે, ડિમોલિશન રોકવા માટે હાઈકોર્ટમાં રાહત મેળવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તેમણે તાત્કાલિક સુનાવણી અને નોટિસ પર સ્ટે મેળવવાની આશા વ્યક્ત કરી હતી.

વારિસ પઠાણે બુલડોઝર કાર્યવાહીનો વિરોધ કર્યો

વારિસ પઠાણે આ મામલે વહીવટીતંત્રને કાયદાકીય પ્રક્રિયાનું પાલન કરવા અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે દરેક વ્યક્તિને કોર્ટમાં પોતાનો પક્ષ રજૂ કરવાનો અધિકાર મળવો જોઈએ અને પૂરતો સમય આપવામાં આવવો જોઈએ. બુલડોઝર દ્વારા કાર્યવાહી (Bulldozer Action)કરવાને બદલે કાયદાકીય માર્ગ અપનાવવા તેમણે ભાર મૂક્યો હતો.

તેમના જણાવ્યા મુજબ, ધાર્મિક આગેવાનો દ્વારા પણ આ મામલે ચર્ચા કરવામાં આવી હતી અને વિસ્તારના ડેવલપર સૈફ બુરહાની અપલિફ્ટમેન્ટ ટ્રસ્ટ (SBUT)ના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજીને આગળનો રસ્તો શોધવાનો પ્રયાસ થયો હતો.

1939માં હજ યાત્રાળુઓ માટે બનાવાયું હતું મુસાફિરખાનું

ભીંડી બજારની (Bhindi Bazaar)પાકમોડિયા સ્ટ્રીટ પર આવેલું હાજી ઇસ્માઇલ હાજી હબીબ મુસાફિરખાનું વર્ષ 1939માં હજ યાત્રાળુઓના રહેવા માટે બનાવવામાં આવ્યું હતું. ઇમારતમાં કુલ 36 રૂમ હતા. સમય જતાં હજ યાત્રાળુઓની સંખ્યા ઘટતાં રૂમ ભાડે આપવામાં આવવા લાગ્યા હતા. ગ્રાઉન્ડ ફ્લોર પર દુકાનો અને ગોડાઉન પણ કાર્યરત હતાં.

1970ના દાયકામાં દાઉદ ઇબ્રાહિમનો પરિવાર આ બિલ્ડિંગમાં રહેવા આવ્યો હોવાનો ઉલ્લેખ પણ તેના ઇતિહાસ સાથે જોડાયેલો છે. બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલા પ્રાર્થના સ્થળને લઈને વિવાદ છે. સ્થાનિક ટ્રસ્ટ અને નમાજ અદા કરતા લોકો તેને મસ્જિદ ગણાવે છે, જ્યારે આ જ સ્થળ હવે BMCની ડિમોલિશન કાર્યવાહીના દાયરામાં આવ્યું છે.


આ પણ વાંચો: અમદાવાદમાં નવી ડિમોલિશન પોલિસી તૈયાર! હવે બાંધકામ તોડતાં પહેલાં 7 દિવસની નોટિસ ફરજિયાત

આ પણ વાંચો: સુરતના માન દરવાજામાં મંદિર ડિમોલિશનથી હોબાળો

આ પણ વાંચો: AMCના નામે ‘ભૂતિયા ડિમોલિશન’નો ખેલ? 3 દુકાનો તૂટી, બે સામે પોલીસ ફરિયાદ